WhatsApp ગ્રૂપમાં જોડાવો!
[E Samaj Kalyan] માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2023

[E Samaj Kalyan] માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2023

Short Briefing: Manav Garima Yojana 2023| માનવ ગરિમા યોજના ફોર્મ Pdf | Samaj Kalyan Manav Garima Yojana | માનવ ગરિમા યોજના ઓનલાઈન અરજી પ્રોસેસ | esamajkalyan Gujarat

ગુજરાત રાજ્યમાં અલગ-અલગ વિભાગો દ્વારા દર વર્ષે યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ચાલુ વર્ષ 2023-24 માં કૃષિ, સહકાર અને કલ્યાણ વિભાગદ્વારા Ikhedut Portal પર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા E-Kutir Portal પર તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા E-Samaj kalyan Portal પર ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. પ્રિય વાંચકો, આજે આપણે નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરિમા યોજના 2023 વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Manav garima yojana 2023

        Director Developing Castes Welfare, Gandhinagar દ્વારા Manav Garima Yojaana 2023 બહાર પાડવામાં આવેલ છે. આ યોજના e- Samaj Kalyan Portal પર મૂકવામાં આવે છે. આ યોજના હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી- વિમુક્ત જાતિઓના લાભાર્થીઓને લાભ લઈ શકશે. E Samaj kalyan Portal Yojana List માં તમે અલગ-અલગ યોજનાઓની વિગતવાર માહિતી મેળવી શકો છો. સમાજના નબળાં વર્ગોને નવો વ્યવસાય ચાલુ કરવા માટે સામાજિક યોજનાઓ ચાલે છે. ઈ-કુટીર વિભાગ દ્વારા જેમ માનવ કલ્યાણ યોજના ચાલે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ધંધા-રોજગારના સાધનો વિનામુલ્યે આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજનાનો હેતુ

        સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે. વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવે છે. આ યોજના થકિ ગરીબી રેખાની નીચેની(BPL) જીવતી વ્યક્તિઓ અને કારિગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે થઈ હતી.

Highlight Point Of Manav kalyan yojana

યોજનાનું નામમાનવ ગરિમા યોજના ૨૦૨૩
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
પેટા વિભાગનું નામનિયામક, વિકસતિ જાતિ કલ્યાણની કચેરી,ગાંધીનગર
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
શું સહાય આપવામાં આવે છે?વિનામૂલ્યે સાધન સહાય
લાભાર્થીની પાત્રતાવ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ
યોજના હેઠળ મળવાપાત્ર સહાયલાભાર્થીઓના રસ અને આવડતને અનુરૂપ ધંધા માટે સાધન સહાય
કેવી રીતે અરજી કરી શકાશે?ઓનલાઈન
Manav Garima Yojana 2023 Start Dateતા- 15/05/2023 થી ચાલુ
Manav Garima Yojana 2023 Last Dateતા- 14/06/2023 સુધી
Official Websitehttps://esamajkalyan.gujarat.gov.in/

કેવી રીતેઓનલાઈન અરજી કરવી
e Samaj Kalyan Online Application Process
Highlight Point Of Manav kalyan yojana

આ પણ વાંચો: ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023

આ પણ વાંચો: Gyan Sadhana Scholarship | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.


માનવ ગરિમા યોજના 2023 કોને સહાય મળવાપાત્ર થાય?

        સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી દરમિયાન જરૂરી ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. અધુરી અરજી દફત્રે કરવામાં આવશે.
  • અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્‍સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ કુંટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને, ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.

Document Required For Gujarat Manav garima yojana 2023 | ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

     આ યોજનાનો લાભ લેવા માટે અરજદારોને Online Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિનો દાખલો
  • લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • સ્વ-ઘોષણાપત્ર
  • બાંહેધરી પત્રક
  • અરજદારના ફોટો

Read More: પાવર ટીલર સહાય યોજના| Power Tiller Sahay Yojana Above 8 BHP


માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા | Income Limit

        આ યોજના હેઠળ લાભાર્થીઓને લાભ આપવા માટે કેટલીક આવક મર્યાદા નક્કી થયેલી છે. જે નીચે મુજબ આપેલી છે.

વિસ્તાર આવક મર્યાદાની વિગતો
ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટેગ્રામ્ય તથા શહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- વધુ હોવી જોઈએ નહીં.
માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા

નોંધ:- વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગું પડશે નહીં.


Read More: મધમાખી ઉછેરના સાધનો માટે સહાય યોજના । Bee Keeping Scheme In Gujarat


માનવ ગરીમા યોજના હેઠળ મળવાપાત્ર સાધન સહાયનું લિસ્ટ । Manav garima yojana Tool Kit List

     માનવ ગરિમા યોજના હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.

  • કડિયા કામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
  • માછલી વેચનાર માટેની ટૂલકીટ
  • પાપડ બનાવટના સાધનો
  • અથાણા બનાવટ માટે સાધન
  • ઠંડા પીણા,ગરમ,વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ (ઘરઘંટી સહાય યોજના)
  • મસાલા મીલ
  • રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
  • પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)
  • રસોઈકામ માટે પ્રેશર કુકર(રદ કરેલ છે.)

આ પણ વાંચો: PM Kisan 14th Installment Beneficiary List : આ ખેડૂતોને 14 મા હપ્તાની સહાય મળશે.- તમારું નામ ચેક કરો.


 માનવ ગરિમા યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે અગત્યની સૂચના

        ગુજરાત રાજ્યમાં નાણાંકીય વર્ષ-2021-22 અને વર્ષ 2022-23 ની જે અરજીઓ જિલ્લા અધિકારીશ્રી દ્વારા મંજૂર કરેલ છે, પરંતુ કોમ્પ્યુટરાઈઝ ડ્રો માં પસંદ થયેલ નથી. તેવા લાભાર્થીઓની અરજીને વર્ષ-2023-24 માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા અરજદારોઓએ ફરીથી કરવાની રહેશે નહીં.


આ પણ વાંચો: ફળ પાકો માટે સહાય યોજના । Fruit Crops Scheme In Gujarat


માનવ ગરિમા યોજના 2023 | Manav Garima Yojana 2023

How To Online Apply Manav Garima Yojana 2023 । કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

       માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની અરજી E Samaj Kalyan Portal Online Registration કરવાનું હોય છે. અરજદારોઓએ ઘરે બેઠા પણ એપ્લિકેશન કરી શકે છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તમે સફળતાપૂર્વક ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.

manav garima yojana beauty parlour kit | manav garima yojana 2022 list
Image Credit:- Government Official Portal (https://esamajkalyan.gujarat.gov.in/)
  • સૌપ્રથમ Google Search ખોલવાનું રહેશે. તેમાં “E Samaj Kalyan Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • સમાજ કલ્યાણ વિભાગની અધિકૃત વેબસાઈટ ખુલશે.
manav garima yojana application status | E Samaj Kalyan | Samaj Kalyan Portal
Image Credit:- Government Official Portal (https://esamajkalyan.gujarat.gov.in/)
  • જેમાં તમે અગાઉ કોઈપણ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
  • User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
  • લાભાર્થીઓએ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે. જેમાંથી માનવ ગરિમા યોજના પસંદ કરવાની રહેશે.
  • Manav Garima Yojana Online Form માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને Save કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • Online Apploction માં હવે તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
  • છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Manav Garima Yojana Online Print કાઢવાની રહેશે.

Video Credit: Sarkari Yojana Gujarat Youtube Channel

Important Links of Samaja Kalyan Garima Yojana

Sr.NoObject
1E Samaj Kalyan Official Portal
2New User? Please Register Here!
3Citizen Login
4Step By Step E Samaj Kalyan Registration Process
5સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો
6Home Page
Important Links of Samaja Kalyan Garima Yojana

આ પણ વાંચો: ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના


FAQ’s-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. માનવ ગરિમા યોજના ક્યા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે?

જવાબ: ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામક, વિકસતિ જાતિ કલ્યાણની કચેરી,ગાંધીનગર દ્વારા માનવ ગરિમા યોજના 2023 બહાર પાડવામાં આવેલ છે.

2. કેટલી વય મર્યાદાના લાભાર્થીઓ માનવ ગરિમા સાધન સહાય માટે અરજી કરી શકે?

જવાબ: અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

3. Manav Garima Yojana Online માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ?

જવાબ: ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- વધુ હોવી જોઈએ નહીં.

4. Manav Garima Yojana 2023 નો લાભ મેળવવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?

જવાબ: રાજ્યના નાગરિકોને સ્વરોજગારી તથા નવો વ્યવસાય મેળવવા માટે માનવ ગરિમા યોજનાની એપ્લિકેશન ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની હોય છે.

Leave a Comment

close button