Short Brief: Manav Garima Yojana Online 2022 | માનવ ગરિમા યોજના ફોર્મ Pdf | Samaj Kalyan Manav Garima Yojana | માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી.
રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા દર વર્ષે અલગ-અલગ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્યના ઘણા વિભાગો દ્વારા Online Portal દ્વારા અરજી સ્વીકારવાની કામગીરી હાથ ધરાતા હોય છે. કૃષિ વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા ઈ કુટીર પોર્ટલ પર તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા E-Samaj kalyan Portal પર ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. પ્રિય વાંચકો, આજે આપણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વિશે વાત કરીશું. આ વિભાગ દ્વારા Manav Garima Yojana Selection List 2022 વિશે માહિતી અને લિંક આપીશું. જેમાં તમે અરજી ફોર્મ ભરેલું હોય તો જાતે પણ ચેક કરી શકો.
Manav Garima Yojana Selection List 2022
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઘણી બધી ઓનલાઈન અરજી થાય છે. અગાઉ માનવ ગરિમા યોજનાના Online Application Form ભરાયેલા હતાં. આ તમામ અરજીઓની સંબંધિત વિભાગ દ્વારા ખરાઈ કરવામાં આવતી હોય છે. ખરાઈ બાદ કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવે છે. આ યોજના હેઠળ જે લાભાર્થીઓએ ઓનલાઈન અરજીઓ કરી હોય તેમના નામ પસંદ થયેલા છે કે નહિં? તે આ આર્ટિકલ દ્વારા જાણીશું.
Highlight Point Of Manav Garima Yojana Selection List 2022
યોજનાનું નામ | માનવ ગરિમા યોજના ૨૦૨૨ |
આર્ટિકલનો પેટા પ્રકાર | માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી. |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | વ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | ધંધા માટે સાધન સહાય |
અરજી પ્રક્રિયા | Online |
અધિકૃત વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
નામ કેવી રીતે ચેક કરી શકાય? | ઓનલાઈન ચેક કરી શકાય |
પસંદ થયેલા નામ ચેક કરવા માટે. | Download |
Read More: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આઠમા રાઉન્ડનું પરિણામ
Also Read More: ચૂંટણી કાર્ડ સાથે આધાર કેવી રીતે લિંક કરવું ?
Also Read More: How To Pay PGVCL Online Bill Payment
Manav garima yojana Tool Kit List
માનવ ગરિમા યોજના હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.
- કડિયા કામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
- માછલી વેચનાર માટેની ટૂલકીટ
- પાપડ બનાવટના સાધનો
- અથાણા બનાવટ માટે સાધન
- ઠંડા પીણા,ગરમ,વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
- મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
- પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
- રસોઈકામ માટે પ્રેશર કુકર(રદ કરેલ છે.)
How to Check Manav Garima Yojana Selection List
Social Justice And Empowerment Department Gujarat દ્વારા દર વર્ષે આ ફોર્મ ઓનલાઈન સ્વીકારવામાં આવે છે. રાજ્યના પાત્રતા ધરાવતા અરજદારોઓએ એપ્લિકેશન કરેલી હતી. જિલ્લાની કચેરીઓ દ્વારા આવી અરજીઓની ખરાઈ કર્યા બાદ કોમ્પ્યુટર રાઈઝ ડ્રો કરેલો હતો. જેમાં પસંદ થયેલા નામોની યાદી e-Samaj Kalyan Portal પર જાહેર કરેલી છે. આ યાદી કેવી રીતે જોવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં ”e Samaj Kalyan” ટાઈપ કરો.
- સર્ચ પરિણામમાં “સમાજ કલ્યાણ વિભાગ”ની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
- આ અધિકૃત વેબસાઈટ Home Page પર “News/Notification Information પર જવાનું રહેશે.
- હવે તમને જુદા-જુદા જાહેરાત અને નોટીફિકેશન દેખાશે.
- જેમાં ”નિયામક વિકસતી જાતિ કલ્યાણના સમાચાર જોવા મળશે કે, “માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી દેખાશે.
- તેની સામે આપેલી “Attachments” પર ક્લિક કરો. જેમાં એક PDF ફાઈલ Download થશે.
- આમ છેલ્લે, આ PDF ફાઈલ Download કરીને તમારું નામ ચેક કરી શકો છો.
Read More: પાવર ટીલર સહાય યોજના | Power Tiller Sahay Yojana 2022
Also Read More: શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના
Important Links
Object | Links |
E Samaj Kalyan Official Portal | Click Here |
New User? Please Register Here! | Click Here |
Citizen Login | Click Here |
Step By Step E Samaj Kalyan Registration Process | Click Here |
સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો | Download Here |
માનવ ગરિમા યોજના હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી Download કરો. | Download Here |
Home Page | Click Here |
FAQ’s
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર આ યોજના બહાર પાડવામાં આવેલ છે.
રાજ્યના નાગરિકોને સ્વરોજગારી તથા નવો વ્યવસાય મેળવવા માટે માનવ ગરિમા યોજનાની એપ્લિકેશન E Samaj Kalyan Portal પરથી ઓનલાઈન કરવાની હોય છે.
આ યોજના હેઠળ કોમ્પ્યુટરરાઈઝ ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓને ‘E Samaj Kalyan’ પરહી ઓનલાઈન ચેક કરી શકાય છે.
ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક કુલ-1,20,000/- અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કુલ- 1,50,000/- થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.