Matdar Yadi Sudharna Gujarat 2024 : મતદારયાદી સુધારણા કાર્યક્રમ 

ભારતીય ચૂંટણીપંચ અને તેમના હસ્તક રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં રાજ્યમાં વસતા નાગરિકો માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ થશે. જેમાં નવા મતદારો પોતાનું નામ નોંધાવી શકશે. જૂના મતદારો પોતાના નામ, સરનામાં જરૂરી સુધારા કે વધારા કરી શકશે. જેના માટે ખાસ ઝુંબેશ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવેલ છે. 

Matdar Yadi Sudharna Gujarat 2024

મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્ય દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ  બહાર પાડેલ છે. જેમાં વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવશે. જેમાં નવા મતદારોની નોંધણી, મતદાર સાથે પોતાનું આધારકાર્ડ લિંક કરવા માટે, મતદારયાદીમાંથી નામ કમી કરવા તથા મતદારયાદીમાં સરનામું/વિગતો બદલવા માટેની કામગીરી થશે. તમામ નાગરિકો આ ખાસ દિવસોમાં પોતાના કામ પૂર્ણ કરવા વિનંતી.

Important Point  

આર્ટિકલનું નામમતદારયાદી સુધારણા કાર્યક્રમ
ખાસ ઝુંબેશના દિવસો17 નવેમ્બર,23 નવેમ્બર અને 24 નવેમ્બર 2024
વિભાગનું નામરાજ્ય ચૂંટણી આયોગ
હેલ્પલાઈન નંબર1950
ઓફિશિયલ વેબસાઈટwww.ceo.gujarat.gov.in

Read More: PM Kisan Yojana e-kyc : રૂ. 2000/- ની સહાય મેળવવા માટે ખેડૂતોએ આ સુધીમાં ફરજિયાત ઈ-કેવાયસી કરાવવું પડશે.


નવા મતદારો માટે

રાજ્યમાં નવા મતદારો પણ પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકશે. જેમાં જે લોકોનું નામ 1 લી જાન્યુઆરી, 1 લી એપ્રિલ, 1 લી જુલાઈ અને 1 લી ઓક્ટોબર 2025 ના દિવસે 18 વર્ષ પૂરા થતા હશે તેઓ પોતાનું નામ મતદારયાદીમાં દાખલ કરી શકશે. 

મતદારયાદી સુધારણા કાર્યક્રમોમાં ક્યાં-ક્યાં કામો થશે?

મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં અલગ-અલગ કામ થશે. જે નીચે મુજબ છે. 

  • નવા મતદાર માટે ફોર્મ 6 ભરીને નામ નોંધાવી શકશે.
  • વિદેશમાં વસતા ભારતીય નાગરિકો પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકશે. જેના માટે ફોર્મ 6-A ભરી શકશે.
  • નાગરિકો પોતાનું મતદાર ઓળખકાર્ડ સાથે આધાર લિંક કરાવી શકશે.
  • મતદારયાદીમાંથી નામ, સરનામું તથા અન્ય વિગતો અપડેટ કરાવી શકશે. જેના માટે ફોર્મ 8 ભરવાનું રહેશે.

કઈ કઈ ઓફિસ તથા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે?

જો તમારે પણ મતદારયાદી સબંધિત કઈ પણ કામગીરી કરવાની હોય તો ઝુંબેશનો લાભ લઈ લેજો. જેના માટે તમને સૌથી નજીકના સ્થળે જઈને પોતાની કામગીરી કરાવી લેજો. જે નીચે મુજબ છે. 

  • જિલ્લા કલેકટર કચેરી
  • મામલતદાર કચેરી
  • મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી
  • પ્રાથમિક શાળા ખાતે અથવા નિમાયેલા બૂથ લેવલ ઓફિસર (BLO)

Read More: કુંવરબાઈનું મામેરું યોજના 2024 હેઠળ રૂ. 12,000/- ની સહાય મેળવો.


મતદારયાદી સુધારણાની હેલ્પલાઈન 

મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024-25 માં વિવિધ કામગીરી થશે. જેમાં ખાસ કોઈપણ માહિતી કે માર્ગદર્શન માટે જુદી-જુદી રીતે સંપર્ક કરી શકો છો.

સંપર્કની વિગતોસંપર્ક
મતદારયાદી સુધારણા હેલ્પલાઈન નંબર 1950
અરજી કરવા માટેની વેબસાઈટwww.voters.eci.gov.in 
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટwww.ceo.gujarat.gov.in 

Matdar Yadi Sudharna Gujarat 2024

FAQs | મહત્વપૂર્ણ પ્રશ્નો

 1. મતદારયાદી સુધારણા કાર્યક્રમ શું છે?

મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024 એ ભારતીય ચૂંટણીપંચ અને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા શરૂ કરાયેલ ખાસ ઝુંબેશ છે, જેમાં નાગરિકો નવા મતદારો તરીકે નામ નોંધાવી શકે છે, અને હાલના મતદારો તેમના નામ કે સરનામા સુધારી શકે છે.

 2. આ કાર્યક્રમ ક્યારે યોજાશે?

મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ખાસ ઝુંબેશના દિવસો નીચે મુજબ છે: 

– 17 નવેમ્બર 2024

– 23 નવેમ્બર 2024

– 24 નવેમ્બર 2024

 3. ક્યાં નવા મતદાર માટે કોણ પોતાના નામ નોંધી શકે છે?

જે નાગરિકો 18 વર્ષ પૂર્ણ કરી ચુક્યા છે અથવા 2025ના 1લી જાન્યુઆરી, 1લી એપ્રિલ, 1લી જુલાઈ અને 1લી ઓક્ટોબરસુધી 18 વર્ષના થશે, તેઓ નામ નોંધાવી શકે છે.

 4. મતદારયાદી સુધારણા માટે કોણો અને ક્યાં  સંપર્ક કરવો?

તમારા વિસ્તારના મતદારયાદી સુધારણા માટે તમે નીચેના સ્થળોએ સંપર્ક કરી શકો છો: 

– જિલ્લા કલેક્ટર કચેરી

– મામલતદાર કચેરી

– મતદાર નોંધણી અધિકારીની કચેરી

– પ્રાથમિક શાળા ખાતે બૂથ લેવલ ઓફિસર (BLO)

 5. મતદારયાદી સુધારણા માટે વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ?

મતદારયાદી સુધારણા માટે તમે નીચે વેબસાઇટ્સની મદદથી ઓનલાઈન અરજી કરી શકો છો: 

– www.voters.eci.gov.in

– www.ceo.gujarat.gov.in

 6. મતદારયાદી સંબંધિત માહિતી માટે હેલ્પલાઈન નંબર શું છે?

મતદારયાદી સુધારણા માટે તમે 1950પર કોલ કરીને માર્ગદર્શન મેળવી શકો છો. 

Leave a Comment