રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Manav Garima Yojana બહાર પાડવામાં આવેલ છે. કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલા છે. આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. જેમાંથી 1 સાધન રદ કરવામાં આવેલ છે. કુલ 27 સાધનો માટે સહાય આપવામાં આવે છે. અગાઉ આપણે બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના વિશે માહિતી મેળવી હતી. હવે મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના વિશે માહિતી મેળવીશું.
Mobile Repairing Kit Sahay Yojana
સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જરૂરી છે. જેમાં માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ વિવિધ સહાય આપવામાં આવે છે. મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.
મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના હેઠળ સહાય આપવાનો હેતુ (Perpose)
રાજ્યના દરેક નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મોબાઈલ રીપેરીંગ કરવા માટેના સાધનો આપવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ મોબાઈલ રીપેરીંગ કરવાની કીટ આપવામાં આવે છે. જેથી નવ યુવાનો નવો વ્યવસાય કરી શકે.
Important Point of Mobile Repairing Kit Sahay Yojana
આર્ટિકલનું નામ | મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના |
મુખ્ય યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના 2023 |
મોબાઈલ કીટ સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે? | Manav Kalyan Yojana Gujarat |
આ યોજનાના હેઠળ શું લાભ મળે? | નવ યુવાનો પોતાની આવડતને અનુસાર મોબાઈલ રીપેરીંગ કીટ આપવામાં આવે છે. |
બ્યુટી પાર્લર કીટ કેટલી રકમની સહાય મળશે? | રૂપિયા 8600/- ની મોબાઈલ રીપેરીંગ કીટ આપવામાં આવે છે. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને |
મળવાપાત્ર સહાય | મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
Official Website | http://www.cottage.gujarat.gov.in/ |
Online Application Website | https://e-kutir.gujarat.gov.in/ |
e-Kutir પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | e-Kutir Online Process |
Read More:પીએમ કિસાન યોજનાના રૂ.2000/- ની સહાય જમા ના થઈ હોય તો, આ એરર દૂર કરાવો.
મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?
માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના હેઠળ નવયુવાનોને નવો ધંધો ચાલુ કરવા માટે “મોબાઈલ રીપેરીંગ સાધનો” સહાયરૂપે આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 8600/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.
Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.
Mobile Repairing Kit Sahay Yojana PDF Form કેવી રીતે મેળવવું?
Commissioner of Cottage and Rural Industries દ્વારા અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.
Documents Required Of Mobile Repairing Kit Sahay Yojana PDF Form | મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. મોબાઈલ રીપેરીંગ કીટ મેળવવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.
- લાભાર્થીઓએ મોબાઈલ રીપેરીંગની જે તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
- Mobile Repairing કરેલ હોય તો તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થીનું રેશનકાર્ડ
- ચૂંટણીકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
- લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
- આવક અંગેનો દાખલો
- મોબાઈલ રીપેરીંગનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો
Important Links Of Mobile Repairing Kit Sahay Yojana
How To Online Apply Mobile Repairing Kit Sahay Yojana । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?
માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Application કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website e-Kutir Portal ખૂલશે.
- E-Kutir Portal પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના” પહેલી યોજના દેખાશે.
- E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana નામની અલગ-અલગ યોજના બતાવશે..
- જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
- હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “મોબાઈલ કીટ સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
- મોબાઈલ રીપેરીંગ કીટ સહાય માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
- અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
- ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: રાજ્યના દરેક નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. રાજ્યના પછાત અને આર્થિક વર્ગના નાગરિકો નવો ધંધો અને વ્યવસાય ચાલુ કરવા માટે સક્ષમ છે. પરંતુ નાણાંકીય સ્થિતિ સારી હોતી નથી. તેથી સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત સરકારના કમિશ્નર અને કુટિર ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના આપવામાં આવે છે. આ યોજના હેઠળ નવ-યુવાનો નવો વ્યવસાય કરવા માટે મોબાઈલ રીપેરીંગ કીટ સહાય આપવામાં આવે છે.
જવાબ: આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.
જવાબ: મોબાઈલ કીટ સહાય યોજના માટે આર્થિક રીતે પછાત વર્ગની અને પાત્રતા ધરાવતી મહિલાઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
જવાબ. રાજ્યના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મોબાઈલ રીપેરીંગ કરવા માટેની કીટ આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 8600/- થાય છે.
જવાબ: લાભાર્થીઓ આ યોજનાની વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ “જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર”નો સંપર્ક કરી શકાશે.
મોબાઈલ રીપેરીગ