Advertisement

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના | Mukhyamantri Amrutum “Ma” and Ma Vatsalya Yojana 2021

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના | Income limit 2021 | Mukhyamantri Amrutum Card Hospital List | Maa Helpline number

Advertisement

મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો હેતુ

Table of Contents

રાજ્ય અને દેશમાં દવાખાના અને સારવારને લગતા ખર્ચ વધી રહ્યા છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેતાં સામાન્ય નાગરિક આર્થિક રીતે પડી ભાંગે છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના મા હેઠળ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે તા.04/09/2012 થી અમલમાં મૂકેલ છે. ત્યારબાદ આ યોજનાનો વ્યાપ વધારી જેમાં મધ્યમ વર્ગના પરિવારો (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિ) માટે “મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય” તા.15/08/2014 થી અમલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ પરિવારો પોતાની પસંદગીવાળી ખાનગી અને સરકારી હોસ્પિટલમાંથી સારવાર તદ્દન મફત લઈ શકે છે. એટલા માટે આ યોજના રાજ્યના ઘણાં દર્દીઓ માટે તારણહાર બનેલી છે.

મુખ્યમંત્રી અમૃતમ કાર્ડના મુખ્ય મુદ્દાઓ

    યોજના શું લાભ મળે?

    આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લાભ આપવામાં આવે છે. જેમાં કુટુંબદીઠ વાર્ષિક મહત્તમ રૂપિયા 5 લાખ સુધીની કેશલેસ સારવાર મળે છે. આ સારવાર સરકારી અને માન્ય પ્રાઈવેટ હોસ્પિટલોમાંથી તદ્દન મફત સારવાર મળે છે.

     ” મા ” અને “મા વાત્સલ્ય” યોજનાનો લાભ કોને મળે અને તેની પાત્રતા

    Eligibility Criteria for Mukhyamantri Amrutum Yojana “Maa” and “Maa Vatsalya” નીચે મુજબના છે.

    • મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજનાનો લાભ ગરીબી રેખા(BPL) હેઠળ જીવતા કુટુંબોને મળે છે.
    • “મા વાત્સલ્ય કાર્ડ” (Ma Vatsalya Card) યોજનામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ આશા બહેનોને લાભ મળવાપાત્ર છે. આશા(ASHA FullForm) Accredited Social Health Activist.
    • Maa vatsalya card income limit 2021 વાર્ષિક રૂ. 4.00 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના તમામ પરિવારોને મળવાપાત્ર છે.
    • માન્ય પત્રકારો
    • રાજ્ય સરકારમાં સીધી ભરતીથી નિમણૂંક પામેલ વર્ગ-3 અને વર્ગ-4 ના તમામ ફિક્સ પગારના કર્મચારીઓ
    • યુ-વીન કાર્ડ ધારકો. (U-WIN ની વધુ માટે ક્લિક કરો) https://ma.gujarat.gov.in/documents/U-WIN%20User%20Manual%20-%20Enrollment.pdf
    •  સિનિયર સીટીઝનોના કુટુંબોના વાર્ષિક રૂપિયા 6.00 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા હોય એમને લાભ મળવાપાત્ર છે.
    યોજનાનું નામમુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય
    ઉદ્દેશરાજ્યના નાગરિકોને મફત મેડિકલ સારવાર
    ભાષાગુજરાતી અને English
    લાભ શું મળે5 લાખ સુધી કેશલેશ સારવાર
    અધિકૃત વેબસાઈટhttp://www.magujarat.com/  

    Advertisement

    યોજના માટે ડોક્યુમેન્‍ટ

    Ma Card Document અને Ma vatsalya yojana Document નીચે મુજબના છે

    • BPL અંગેનું પ્રમાણપત્ર (મા કાર્ડ માટે)
    • બારકોડવાળું રેશનકાર્ડ
    • બારકોડવાળા રેશનકાર્ડમાં સમાવેશ થતા વ્યકિતઓ (વધુમાં વધુ પાંચ) ના આધારકાર્ડ
    • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
    • આશાબહેનો અને તેમના પરિવારજનો માટે પ્રાથમિક આરોગ્ય કેન્‍દ્ર કે સામુહિક આરોગ્ય કેન્‍દ્ર ખાતે ફરજ બજાવતા હોય તે કેન્‍દ્રના તબીબી અધિકારીશ્રીનું પ્રમાણપત્ર
    • માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ માન્‍યતા પ્રાપ્ત કરેલ પત્રકાર તરીકેનું પ્રમાણપત્ર
    • રાજ્ય સરકારમાં વર્ગ-3 અને વર્ગ-4 તરીકે ફિક્સ પગારના કર્મચારી તરીકે નિમણુંક પત્ર
    • ફિક્સ પગારના કર્મચારીએ સંબંધિત વિભાગ/ કચેરીના વડાએ પ્રમાણિત કરેલ ફોટો સહિતનું પ્રમાણપત્ર

     “મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ” કઈ જગ્યાએથી કઢાવવું?

    આ કાર્ડ કઢાવવા માટે તાલુકા હેલ્થ કચેરી સેવા મળી રહેશે. વધુમાં પ્રાથમિક આરોગ્ય સેન્‍ટર, સામૂહિક આરોગ્ય કેન્‍દ્ર  ખાતે કે સરકારી હોસ્પિટલ ખાતે સેન્‍ટર ઉભા કરવામાં આવેલ છે. આ સેન્‍ટરમાં સિવીક સેન્‍ટર કિઓસ્ક / તાલુકા કિઓસ્ક પરથી “મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ” મેળવી શકાશે.

    • નોંધણી માટે તાલુકા કક્ષાએ કિઓસ્ક તેમજ સીટી સિવીક કક્ષાએ સેન્‍ટર ઉભા કરવામાં આવ્યા છે.

    કયા-કયા રોગોમાં “મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ” હેઠળ સારવાર મળે  ?

    ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૨ થી ગરીબી રેખા હેઠળ જીવતા અને મધ્યમ વર્ગના પરિવારોને મદદરૂપ થવાનો હેતુ છે. આર્થિક રીતે ખર્ચાળ એવા 1807 જેટલી પ્રાથમિક, સેકન્‍ડરી અને ટર્શરી બિમારીઓ અને ગંભીર રોગો સારવાર મળે છે. આ સારવાર સરકારશ્રી દ્વારા માન્ય કરેલ સરકારી હોસ્પિટલો અને પ્રાઈવેટ હોસ્પિટલો કેશલેસ સારવાર મળી રહે છે. કેટલીક મુખ્ય બિમારીઓ નીચે મુજબ આપેલ છે.

    • હ્રદય રોગને લગતી બિમારીની સારવાર (એન્‍જીઓગ્રાફી, બાયપાસ, વાલ્વની સારવાર વગેરે)
    • કિડનીના રોગો
    • મગજના રોગો તથા કરોડરજ્જુના રોગો ન્યુરો સર્જરી
    • ગંભીર ઈજાઓ, અકસ્માત
    • નવજાત શિશુ તથા બાળકના ગંભીર રોગો (3 વર્ષની ઉંમર સુધી)
    • કેન્‍સરને લગતી સારવાર (ઓપરેશન, સર્જરી, કિમોથેરાપી)
    • દાઝી જવાના કેશમાં (બન્‍સ)

    વિશેષ માહિતી “મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ”

    • આ યોજના હેઠળ લાભાર્થીના કુટુંબના દરેક સભ્યના ફોટો, બાયોમેટ્રિક અંગુઠાના નિશાનનો સમાવેશ હોય તેવું QR (Quick response) વાળું કાર્ડ આપવામાં આવે છે. જેથી યોગ્ય લાભાર્થીઓને યોગ્ય રીતે ઓળખ કરી શકાય છે અને ખોટા લાભાર્થીઓને દૂર કરી શકાય છે.
    • કુટુંબની વાર્ષિક આવક 4.00 લાખ કે તેથી ઓછી ધરાવતા હોવા જોઈએ. અને આ દાખલાને ત્રણ વર્ષ સુધી માન્ય રાખવામાં આવશે. ત્યારબાદ નવો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
    • આ યોજના ” હેઠળ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્‍સલટેશન, નિદાન માટેના લેબોરેટરી રિપોર્ટ, સર્જરી બાદની સેવાઓ, દાખલ ચાર્જ, દવાઓ, દર્દીને ખોરાક, ફોલો-અપ, મુસાફરી ખર્ચ વગેરેની સેવાઓ તદ્દન મફત સારવાર મેળવી શકે છે. હોસ્પિટલો આ બધા માટે કોઈ જ ચાર્જ વસુલ કરી શકે નહિ.
    • આ યોજના અંતર્ગત લાભાર્થીઓને નિયત સારવારનો નિયત ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો સરકારશ્રી દ્વારા આપવામાં આવશે.
    • “મુખ્યમંત્રી અમૃતમ “મા” કાર્ડ ધરાવતો લાભાર્થી સારી સુવિધા ધરાવતી હોસ્પિટલમાં જઈને લાભ લઈ શકે છે.
    • આ યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા-જવાના ભાડા પેટે રૂપિયા 300/- ચૂકવવામાં આવે છે.
    • આશા બહેનોને બી.પી.એલ. કુટુંબોની નોંધણી માટે રજીસ્ટ્રેશન દીઠ પ્રોત્સાહન રૂપે રૂપિયા 100/- આપવમાં આવે છે. આશા બહેનો/લિંક વર્કર/ ઉષા બહેનોનો ઉત્સાહ વધારવા માટે મોબાઈલ કિઓસ્ક પરથી નીકળતા પ્રતિ કાર્ડ દીઠ રૂ. 2/- આપવામાં આવે છે.
    • લાભાર્થીઓને મૂંઝવણમાં માર્ગદર્શન પૂરૂ પાડવા માટે દરેક હોસ્પિટલમાં “આરોગ્ય મિત્ર”ની નિમણૂંક કરેલ છે.

    મુખ્યમંત્રી અમૃતમ “મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ” હેઠળ માન્ય હોસ્પિટલોનું લિસ્ટ

    ગુજરાત સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલોને માન્યતા આપેલ છે. mukhyamantri amrutum hospital list & ma vatsalya hospital list ahmedabad, surat, rajkot and all other district નીચે મુજબ આપેલ છે.

    Government Hospital List”

    Private Hospital List”

    “મા કાર્ડ” વાળા કોરોનાના દર્દીઓને (corona patient) સારવાર મળશે કે કેમ?

    Information Source- Gujarat Samachar Newspaper 13 May 2021

    હા મળશે, તારીખ-12/05/2021 ના રોજ મળેલ કોર કમિટીમાં લીધેલ નિર્ણય મુજબ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત COVID 19 ની સારવાર મળવાપાત્ર થશે.

    સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ જે દવાખાનાઓ Covid-19 સારવાર આપી શકતા હોય, તેવા તમામ દવાખાનાઓને આ યોજના અંતર્ગત કોવિડ-19 ની સારવાર આપી શકે છે. તેવા દવાખાના Covid-19 ની સારવાર માટે પ્રતિદિન મહત્તમ રુપિયા 5000 લેખે વધુમાં વધુ 50,000 સુધી સારવાર માટે ખર્ચ કરી શકશે. જેની વિગતો નીચે મુજબ છે.

    Admission TypePer Day Rate(NABH)Per Day Rate (Non NABH)
    Routine WardRs.2000 / DayRs.1800 / Day
    HDURs.3000 / DayRs.2700 / Day
    ICU (No Ventilation)Rs.4000 / DayRs.3600 / Day
    ICU (Ventilation Support)Rs.5000 / DayRs.4500 / Day

    COVID-19 સારવાર ખર્ચમાં લાભાર્થીને આપવાની થતી તમામ દવાઓ, ઈન્‍જેકશન, Diagnostic, તપાસ, ચા-નાસ્તઆ, જમવાનું, Doctor Consultation, નર્સિંગ ચાર્જ, હોસ્પિટલ બેડ (આઈસીયુ, વેન્‍ટીલેટર સહિત) જેવા તમામ ખર્ચનો સમાવેશ થાય છે.

    આ પરિપત્ર હેઠળ દર્દીને CT Scan (ફ્ક્ત એક જ વખત) તેમજ RTPCR ટેસ્ટ માટે અલગથી મંજૂરી મેળવવાની રહેશે જેનો ખર્ચનું ચૂકવણું અલગથી યોજના અંતર્ગત કરવામાં આવશે.

    મા કાર્ડ અને મા વાત્સલ્ય યોજના હેઠળ લાભાર્થીઓને Covid-19 ને લગતી તમામ પ્રકારની સારવાર મફત આપવાની રહેશે. ઉપરોક્ત ખર્ચ લાભાર્થીને હોસ્પિટલ દાખલ થી દસ દિવસ સુધી આપવાનો થશે. આ સારવાર તારીખ 10 જુલાઈ 2021 સુધી દાખલ થનાર દર્દીઓ માટે જ માન્ય રહેશે.

    ગુજરાત સરકારનો ઓફિસિયલ પરિપત્ર

    ગુજરાત સરકારના કમિશ્નરશ્રી આરોગ્ય,તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના તા-12/05/2021 પરિપત્ર મુજબ સરકાર માન્ય દવાખાનાઓમાં મુખ્યમંત્રી અમૃતમ મા કાર્ડ અને  મા વાત્સલય કાર્ડ Covid-19 ની સારવાર મળશે. આ પરિપત્ર Download માટે ક્લિક કરો.

    “મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ” હેલ્પલાઈન

    ગુજરાત રાજ્યની જનતા માટે “Ma Card” Toll free number અને Ma vatsalya card helpline number  જાહેર કરેલો છે.

    Toll Free : 1800-233-1022

    Email : mayojanagujarat@gmail.com

    Email : nhpmgujarat@gmail.com  

    For Any More Information Official Website Click Here

    આર્ટિક્લ બાબતે કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન માટે મહેરબાની કરીને અમારો સંપર્ક કરો.

    Leave a Comment