WhatsApp ગ્રૂપમાં જોડાવો!
મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2021 | Mukhyamantri Bal Seva Yojana 2021

મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2021 | Mukhyamantri Bal Seva Yojana 2021

Mukhyamantri bal seva yojana form Gujarat | મુખ્યમંત્રી બાલ સેવા યોજના pdf | દર મહિને રૂપિયા 4000 ની સહાય । Mukhyamantri bal sewa yojana 2021 | Mukhyamantri bal seva yojana form pdf

દેશમાં અને ગુજરાત રાજ્યમાં તથા વૈશ્વિક કોરોનાની મહામારી ફેલાયેલ છે. કોરોના મહામારીના કપરાં સમયમાં રાજ્યમાં ઘણા બધા બાળકોના માતા અને પિતા મૃત્યુ થયેલ છે. ઘણા કિસ્સામાં માતા-પિતા બન્નેનું અવસાન થયેલ હોવાનું માલૂમ પડેલ છે. માતા-પિતાના અવસાનથી રાજ્યમાં ઘણા બધા બાળકો અનાથ થયેલ છે. આવા અનાથ થયેલ બાળકો તમામ પ્રકારની યોજનાઓનો લાભ અપાવવા માટે રાજ્ય સરકાર સંવેદનશીલ છે. Covid-19 ની મહામારીમાં અનાથ થયેલ બાળકોને સહાય આપવા માટે “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અમલમાં મૂકવામાં આવેલ છે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના મુદ્દાઓ

    મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો હેતુ

    Corona Virus ના કારણે બાળકના માતા અને પિતા બંનેનું અવસાન થયેલ હોવાનું જાણ આવેલ છે. કોરોનાની મહામારીના કારણે અનાથ થયેલ બાળકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે. તથા આવા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય, તાલીમ, શૈક્ષણિક લોન, સ્વરોજગારી તથા વિવિધ વિભાગોની સહાય આપવા માટે “Mukhyamantri bal seva yojana” અમલમાં મૂકવામાં આવેલ છે.

    Mukhyamantri Bal Seva Yojana 2021

    યોજનાનું નામમુખ્યમંત્રી બાળ સેવા યોજના 2021
    ભાષાગુજરાતી અને English
    ઉદ્દેશકોરોનાકાળમાં થયેલા અનાથ બાળકોને આર્થિક સહાય
    લાભાર્થી-1બે વાલી ગુમાવનાર અનાથ બાળકોને દર મહિને રૂપિયા 4000 ની સહાય
    લાભાર્થી-2એક વાલી ગુમાવનાર અનાથ બાળકોને દર મહિને રૂપિયા 2000 સહાય
    કઈ કચેરીનો સંપર્ક કરવોજિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા એકમ

    મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની પાત્રતા

    • કોરોના (Corona Virus) ના સમયગાળા દરમિયાન જે બાળકના માતા અને પિતા બંનેનું મૃત્યુ થયેલ હોય, તેવા 0 થી 21 વર્ષ સુધીની ઉંમરવાળા બાળકોને  “મુખ્યમંત્રી બાલ સેવા યોજના” લાભ મળશે. આ યોજનાનો લાભ માટે આવક મર્યાદા (Income) ધ્યાને લીધા સિવાય મળશે.
    • અગાઉ જે બાળકના માતા-પિતાનું અવસાન થયું હતું અને તેવા બાળકોના પાલક માતા-પિતા(Adoptive Parents) પણ કોરોના (Corona) મહામારી દરમિયાન અવસાન થયું હોય અને તેવા ફરીથી અનાથ બનેલ બાળકને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આવા બાળકોની આવક મર્યાદા ધ્યાને લેવાની રહેશે નહી.
    • જે બાળકના એક(1) વાલી (માતા કે પિતા) અગાઉના સમયમાં અથવા કોરોના સમય પહેલાં મૃત્યુ પામેલ હતા અને બીજા વાલી (માતા કે પિતા) કોરોના(Covid) સમયમાં અવસાન પામે તો નિરાધાર થયેલ બાળકને પણ “Mukhyamantri Bal Sewa Yojana” નો લાભ મળવાપાત્ર થશે.  આવક મર્યાદા ધ્યાને લેવી નહીં.
    mukhyamantri bal seva yojana online registration |
mukhyamantri bal seva yojana form pdf|
mukhyamantri bal seva yojana gujarat 2021
gujarat mukhyamantri bal seva yojana
    Source : Honorable CM Rupani Twitter Twitt 9 July 2021

    મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની પાત્રતા (શરતો)

    • આ યોજનાનો લાભ Mar-2020 થી કોરોના મહામારી સમાપ્ત ન થાય ત્યાં સુધી મળવાપાત્ર થશે.
    • ગુજરાતના મૂળ વતની હોય તથા ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષથી કાયમી વસવાટ કરતા હોય તેવા અનાથ બાળકોને “mukhyamantri bal sewa yojana Gujarat” લાભ મળવાપાત્ર થશે.
    • નિરાધાર બાળક 10 વર્ષથી મોટી ઉંમરના હોય તો, આવા બાળકનું અલગ બેંક એકાઉન્‍ટ(Bank Account) ખોલાવવાનું રહેશે. તેવા બાળકના ખાતામાં જ DBT (Direct benefit Transfer) દ્વારા દર મહિને સહાયની રકમ જમા કરવામાં આવશે.
    • મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ નિરાધાર બાળક શાળાએ જવાની ઉંમર ધરાવતું હોય તો શાળાકીય શિક્ષણ ચાલુ હશે ત્યાં સુધી જ સહાય મળવાપાત્ર રહેશે.

    નોંધ:- જયારે 10 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકના કેસમાં, અનાથ બાળકના ઉછેરની જવાબદારી ઉપાડનાર વ્યક્તિના નામે જ બેંક એકાઉન્‍ટ (Bank Account in Single Name) ખોલવવાનું રહેશે. અને તે બેંકમાં જ DBT (ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્‍સફર) થી માસિક સહાય ચૂકવાશે.  

            10 વર્ષ કે તેથી નાની ઉંમરનું બાળક જ્યારે 10 વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તે બાળકના નામનું અલગ બેંક એકાઉન્‍ટ ખોલવવાનું રહેશે, જેમાં DBT દ્વારા સહાય ચૂકવાશે.

    કોરોનામાં એક વાલી ગુમાવેલ નિરાધાર બાળકો માટે

            કોરોના મહામરીના કારણે ઘણા બાળકો નિરાધાર થયા છે, જેમાં ઘણા બાળકોએ માતા અને પિતા એમ બન્નેની છત્રછાયા ગુમાવ્યા છે. જ્યારે કેટલાક બાળકોએ માતા અથવા પિતા બન્નેમાંથી કોઈપણ એકવાલીની છત્રછાયા ગુમાવેલ છે. આવા અનાથ બાળકો આકસ્મિક નિરાધાર થવાથી તેમના ભવિષ્ય અને શિક્ષણનો પ્રશ્નો ઉભા થાય છે. આવા એક વાલી ગુમાવેલ અનાથ થયેલા બાળકો માટે પણ “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” હેઠળ લાભ આપવાની જાહેરાત કરેલ છે.

    એક વાલી ગુમાવેલ નિરાધાર બાળકોને કેટલી સહાય મળશે

    જે બાળકોએ એક(1) વાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને પણ સહાય આપવાની બાબત રાજ્ય સરકારની પુખ્ત વિચાર કર્યા બાદ “એક વાલીવાળા બાળકો માસિક રૂ. 2000/- (બે હજાર) ની સહાય આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ સહાયની રકમ માન.મુખ્યમંત્રી દ્વારા તા-02/08/2021 ના રોજ ઓનલાઈન DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવવામાં આવશે.

    Corona One Parent,
Mukhyamantri bal sewa yojana 2021 
મુખ્યમંત્રી બાલ સેવા યોજના pdf ,
Mukhyamantri bal seva yojana form Gujarat
    Source: Sandesh Newspaper 27 July 2021

    એક વાલી ગુમાવેલ નિરાધાર બાળકો યોજનાની પાત્રતા

    • જે બાળકના માતા કે પિતા બન્નેમાંથી કોઈપણ એક વાલીનું કોરોના કાળમાં મૃત્યુ થયેલ હોય તે કુટુંબના 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને આ યોજનાનો લાભ મળશે.
    • માર્ચ-2020 થી કોરોનાકાળના સમય સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.
    • “Mukhyamantri bal seva yojana” માં એક વાલી ગુમાવનાર નિરાધાર બાળકો આ યોજનાનો લાભ આપવા માટે કોઈપણ આવક મર્યાદાને ધ્યાનમાં લેવાની રહેશે નહિ.
    Social Justice & Empowerment Department Official Latter

    મુખ્યમંત્રી બાલ સેવા યોજના ફોર્મ(અરજી) ક્યાં કરવી

    • Mukhyamantri bal sewa yojana લાભ લેવા માટે નિયત અરજી પત્રકમાં “જિલ્લા બાળ સુરક્ષા એકમ” ખાતે દસ્તાવેજો સાથે આપવાની રહેશે.
    • સંબંધિત જિલ્લાની Sponsorship & Foster Care Approval Committee (SFCAC) એ મુખ્યમંત્રી બાલ સેવા યોજના ફોર્મ મળ્યાની તારીખ થી 7 દિવસમાં અરજી મંજુર/નામંજુર કરવાનો નિર્ણય લેવાનો રહેશે.
    Mukhyamantri bal seva yojana form | Gujarat | મુખ્યમંત્રી બાલ સેવા યોજના pdf
    Source : Government Of Gujarat Application Form

    સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

    ગુજરાત સરકારના Department of Social Justice and Empowerment દ્વારા અનાથ બાળકો વિવિધ જવાબદારીઓ નિભાવવા માટે “mukhyamantri bal seva yojana” અમલમાં મૂકવામાં આવી છે.

    • નિરાધાર બાળકને દર મહિને બાળક દીઠ 4000/- (ચાર હજાર) રૂપિયા મળવા પાત્ર થશે, બાળક 21 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી મળવાપાત્ર થશે. બાળક જે માસમાં અનાથ થયેલ હોય તે માસથી સહાય મળવાપાત્ર થશે.
    • રાજ્ય સરકાર દ્વારા આફ્ટર કેર(After Care) યોજનાનો લાભ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળશે.
    • લાભાર્થી બાળકોને કોઈપણ પ્રવાહના માન્ય અભ્યાસક્રમના સર્ટીફિકેટ, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પાત્ર ગણાશે. સરકાર માન્ય ધોરણોથી આપવામાં આવતી કૌશલ્યવર્ધન તાલીમ (Skill Development Training) માટે પાત્ર ગણાશે.
    • નિરાધાર થયેલા અને લાભાર્થી બાળકોને શિક્ષણ માટે રાજ્ય/કેન્‍દ્ર સરકાર દ્વારા ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(KGB-ફ્ક્ત કન્યાઓ માટે) , નિવાસી શાળાઓ, સમરસ હોસ્ટેલો તથા સરકારી હોસ્ટેલોમાં પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે.
    • નિરાધાર થયેલ કન્યાઓને તેમના લગ્ન માટે કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય આપવામાં આવશે.
    • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માન્‍ય અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, વિચરતી/વિમુક્ત જાતિ(NT/DNT) અને આર્થિક પછાત (EWS) ના બાળકોને  તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા માન્ય અનુસુચિત જનજાતિ(ST)ના બાળકોને શિષ્યવૃતિમાં નિયમઓને આધીન અગ્રતા આપવામાં આવશે.
    • સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની તથા આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ વિભાગો,નિગમોની તમામ યોજનાઓનો લાભ માટે પાત્રતા ધરાવતા બાળકોને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય પ્રાથમિકતા આપવામાં આવશે.
    • નિરાધાર બાળકોને રાજ્યમાં શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન માટે આવક મર્યાદા ધ્યાનમાં લેવાની રહેશે નહીં અને પ્રાથમિકતા આપવામાં આવશે.

    વિવિધ સરકારી વિભાગ હેઠળ લાભ

    ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારીમાં નિરાધાર બનેલ બાળકોને સરકારી લાભ અપાવવા માટે “mukhyamantri bal sewa yojana” સિવાય ઘણા વિભાગોનો લાભ મળે તેવી પુખ્ય વિચારણા કરેલ છે. જે અન્‍વયે શિક્ષણ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગોને આવરી લઈને નિરાધાર બાળકોને લાભ અપાવવા માટે જોગવાઈ કરેલ છે.

    શ્રમ અને રોજગાર વિભાગ

    Mukhyamantri bal seva yojana 2021 અંતર્ગત 14 વર્ષથી ઉપરના બાળકોને વોકેશનલ તાલીમ આપવામાં આવશે તથા 18 વર્ષથી વધુના બાળકોને Skill Development Training હેઠળ તાલીમ આપવામાં આવશે.

    અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ

    નિરાધાર બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ પ્રાથમિકતાના ધોરણે લાભ આપવામાં આવશે.

    આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

    મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના લાભાર્થી બાળકોને “મુખ્યમંત્રી અમૃતમ(MA) કાર્ડ યોજનાનો લાભ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય અગ્રતા આપવામાં આવશે.

    Mukhyamantri bal seva yojana Helpline

    ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીના કારણે માતા-પિતા બન્ને કે એક વાલી ગુમાવનાર નિરાધાર બાળકોને “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”નો લાભ આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે રાજ્ય કક્ષાએ “નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરી, બ્લોક નંબર-16 , ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર(ગુજરાત) નો સંપર્ક કરવો. તથા જિલ્લા કક્ષાએ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીનો તથા તેમને સંલગ્ન “જિલ્લા બાળ સુરક્ષા એકમ” નો સંપર્ક કરો.

    ગુજરાતના દરેક જીલ્લાની “બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનું સરનામું તથા સંપર્ક નંબર મેળવવા નીચે ક્લિક કરો.

    11 thoughts on “મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2021 | Mukhyamantri Bal Seva Yojana 2021”

          • Ame cirona ma mata k pita gumavya hoy tema from bharyu hatu mara pappa nathi mate.
            Sir, ame 3 bhai bahen chhiye ama 1 nu form lidhu ane amara 2 bhai bahen nu bonofide notu aavyu atale bonofide ni vate hata ane pachhi deva gaya to from levani na padi ane kidhu call karine aavjo ame ketali var call karya pachhi rubaru gaya ane amane padi k from levanu bandh thai gayu am kidhu.
            Ane, je 1 from pass thayu hatu teni pan have sahay aavti bandh thai gai chhelivar 9/2022 ma mahina ma aavya hata ane have te pan nathi aavta!
            Javab aapva vinnati

            Reply
            • તમે ક્યા જિલ્લામાંથી છો? અને તમારી જિલ્લાની કલેકટર કચેરી ખાતે આવેલા “જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે રૂબરૂ તપાસ કરો.

    Leave a Comment

    close button