આજનો યુગ ડિજીટલ છે. લોકો ઓનલાઈન ખરીદી કરતાં તથા વેચાણ કરતાં શીખી ગયા છે. આજ કાલ લોકો Whatsapp, Facebook, Instragram, Youtube જેવા માધ્યમો સાથે જોડાયેલા રહેતા હોય છે. જેનો ફાયદો લઈને ઓનલાઈન ગુનાઓ કરતાં લોકો પણ વધી રહ્યા છે. જેના માટે અવનવા રસ્તાઓ અપનાવતા થઈ ગયા છે. હાલમાં સાયબર ક્રાઈમ કરવા માટે ઓનલાઈન “આમંત્રણ કાર્ડ” ની APK ફાઈલ દ્વારા લોકોને છેતરી રહ્યા છે. જેના વિશે માહિતી મેળવીશું.
Online Marriage Invitation Card Apk Scam
હાલમાં ભારતમાં લગ્ન સિઝન ચાલી રહી છે. જેમાં સગાં-સબંધીઓને ઓનલાઈન કંકોત્રી પણ લોકો મોકલી રહ્યા છે. આવી તકનો લાભ લઈને સાયબર ગુનાઓ કરતાં ગુનેગારો “Online Marriage Invitation Card Apk” બનાવેલ છે. આ APK ફાઈલનો ઉપયોગને તમારા મોબાઈલમાં Install કરવાથી તમારા મોબાઈલના તમામ ડેટા સાયબર ગુનેગાર પાસે એક્સેસ મળી જાય છે. જેનાથી સાયબર ગુનેગાર કરતાં લોકો તમારા Gpay, Phonepe, UPI તથા બેંક એકાઉન્ટ પર નજર રાખી શકે છે. આગળ જતાં તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે. જે તમને બહુ મોટું નુકશાન આપે છે.
આર્ટિકલનું નામ | ઓનલાઈન “આમંત્રણ કાર્ડ” થી થઈ રહ્યા છે, નવા સાયબર ક્રાઈમ. |
સાયબર ગુનાની ફરિયાદ માટે હેલ્પલાઈન | 1930 |
સાયબર ગુનાઓ બાબતનો વિભાગ | ગૃહ વિભાગ |
ઓફિશિયલ વેબસાઈટ | https://cybercrime.gov.in/ |
Read More: Matdar Yadi Sudharna Gujarat 2024 : મતદારયાદી સુધારણા કાર્યક્રમ
સાયબર ક્રાઈમ માટે કેવી-કેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે?
સાયબર ક્રાઈમ કરવા માટે ગુનેગારો વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. જેના માટે સૌથી પહેલાં સતર્ક રહેવાની જરૂર છે. નીચે મુજબની અવનવી પદ્ધતિઓ દ્વારા સાયબર ગુનાઓ બની રહ્યા છે.
- હાલમાં આમંત્રણ પત્રિકાની APK ફાઈલ બનાવીને .
- મફત રિચાર્જ જેવી Link તથા APK ફાઈલ બનાવીને
- તમે મંગાવેલ ઓનલાઈન પ્રોડ્ક્ટ બાબતે કોલ કરીને તથા મેસેજ પર લિંક મોકલીને
- ઓનલાઈન ઓફર માટે APK File તથા Link દ્વારા તમને ક્લિક કરાવશે.
- તમારું બેંક એકાઉન્ટ્માં ATM લોક થઈ ગયેલ છે, જેને અનલોક કરવા OTP આપો તેવા ફોન કરીને
- સોશિયલ મિડીયા પર શેરબજારમાં ઓછા રોકાણ થી વધારે કમાઈ આપવા માટેની લિંક દ્વારા ગુનાઓ થાય છે.’
- ઓનલાઈન નકલી પોલીસ બનીને તમને ડરાવવાનો કે ધમકાવવાનો પ્રયત્ન કરીને સાયબર ગુનાઓ થઈ રહ્યા છે.
Read More: Kuvarbai Nu Mameru Yojana 2024 | કુંવરબાઈનું મામેરું યોજના 2024 હેઠળ રૂ. 12,000/- ની સહાય મેળવો.
સાયબર ગુનાઓ આપણી સાથે ન બને તેના માટે શું શું કરવું?
સાયબર ગુનાનો ભોગ ન બનાવવા માટે ખાસ તો સાવચેતી રાખવી પડે. જે નીચે મુજબની છે.
- અજાણી લિંક કે APK File ને મોબાઈલમાં સેવ કરવી નહીં.
- પૈસાની લાલચમાં કોઈને પણ OTP આપશો નહિં.
- અજાણ્યા QR Code ને Scan કરશો નહિં.
- ઘરે બેસી પૈસા કમાવાની લાલચ આપતી કૉલ્સ અને મેસેજથી સાવધાન! કોઈ અજાણ્યા લિંક પર ક્લિક ન કરો! 🎯
- 📞 ફેક કોલ્સથી સાવધાન! તમે તમારી બેંકની કોઈપણ ખાનગી માહિતી શેર ન કરો. વિશ્વાસમાં આવીને તમારું નુકસાન ન કરાવો.
- સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના સરકારી ઈ-મેઈલ આઈ.ડી. જેવું ખોટું ભળતું ઈ-મેઈલ આઈ.ડી. બનાવી બેંક ખાતાઓ અનફ્રીજ કરવા બનાવટી નોટીસ કરતી ગેંગ.
- ઈન્ટરનેટ અને ફોન પર કોઈ તમને OTP, APK ફાઇલ ઈન્સ્ટોલ કરવા કે વિડીયો કોલ કરવા કહે તો, સાવધાન રહો! તમારું ભલું ઈચ્છતા છે એવું લાગતું હોય, તેવું હોવું જરૂરી નથી. છેતરપિંડીમાં ન ફસાઓ!
- ઓનલાઇન છેતરપિંડીથી બચવા માટે સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને કોઈ અજાણ્યો કોલ આવે અને તમારાથી પૈસા માગવામાં આવે, તો તરત જ પોલીસનો સંપર્ક કરો.
- કસ્ટમ અધિકારી બોલુ છું તમારા પાર્સલમાં ડ્રગ્સ મળેલ છે હવે તમે ડીજીટલ એરેસ્ટ છો. આવા કોલ પર વિશ્વાસ કરશો નહીં અને તુરંત પોલીસને જાણ કરો.