Paddy Transplanter Sahay Yojana । પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના

ખેતીવાડી ની યોજનાઓ જેવી કે રોટાવેટર સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના, ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ની વિગતવાર માહિતી મેળવી. આ યોજનો દ્વારા સરકાર ખેડુતની આવક વધારવા માટે અવિતર પણે કામ કરી રહી છે.

જો તમે પણ ડાંગરની ખેતી કરો છો તો આ આર્ટીકલ તમારા જેવા ખેડૂત મિત્રો માટેજ છે. હાલમાં સરકાર દ્વારા પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના ચલાવવામાં આવે છે. આજના આ આર્ટીકલમાં આપણે Paddy Transplanter Sahay Yojana વિષે વિગતવાર માહિતી મેળવીશું.  

Paddy Transplanter Sahay Yojana

Paddy Transplanter Sahay Yojana ડાંગરની ખેતી કરતાં ખેડૂતો માટેની યોજના છે. આ યોજના હેઠળ ડાંગર ધરુને ટ્રાન્સ પ્લાન્ટ કરવા માટે પેડી ટ્રાન્સ પ્લાન્ટર ની સહાય આપવામાં આવે છે. પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજનામા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.   

યોજનાનો હેતુ

જે ખેડૂત ડાંગરની ખેતી કરે છે. તેમના માટે આ યોજના ખાસ છે. ડાંગરની ખેતી કરતાં ખેડૂત સૌપ્રથમ ડાંગરનું ધરુવાડિયું બનાવે છે. પછી ધરુને ટ્રાન્સ પ્લાન્ટ કરવા માટે પેડી ટ્રાન્સ પ્લાન્ટરની જરૂર પડે છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતને પેડી ટ્રાન્સ પ્લાન્ટરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.   

Highlight Point

યોજનાનું નામપેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ ખેડૂતને પેડી ટ્રાન્સ પ્લાન્ટરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?ખેડૂતને પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે. 
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ04/07/2023
Highlight Point

Read More:- Vidhva Sahay Yojana Gujarat Online Application | ગુજરાત વિધવા સહાય યોજના



Read More:- સાત ફેરા સમૂહ લગ્ન યોજના  | Saat Fera Samuh Lagan Yojana


યોજનાની પાત્રતા અને નિયમો

પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.   

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે.
  • ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

        4 હાર થી 16 હાર સુધીના પેડી ટ્રાન્સ પ્લાન્ટર હોય છે. આ માટે અલગ- અલગ સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

સામાન્ય વર્ગના ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ૪ હાર ના પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧.૨૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ૪ થી વધુ અને ૮ હાર ના પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૪.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ૮ થી વધુ અને ૧૬ હાર ના પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૬.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

સામાન્ય વર્ગના નાના/ સિમાંત અને મહિલા ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ૪ હાર ના પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.  
  • ૪ થી વધુ અને ૮ હાર ના પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૫.૦૦ લાખ એ બે માંથી જે ઓછુહોય તે મળવા પાત્ર છે.
  • ૮ થી વધુ અને ૧૬ હાર ના પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮.૦૦ લાખ એ બે માંથી જે ઓછુહોય તે મળવા પાત્ર છે. 

અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ૪ હાર ના પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે. 
  • ૪ થી વધુ અને ૮ હાર ના પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૫.૦૦ લાખ એ બે માંથી જે ઓછુહોય તે મળવા પાત્ર છે. 
  • ૮ થી વધુ અને ૧૬ હાર ના પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે. 

અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ૪ હાર ના પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે. 
  • ૪ થી વધુ અને ૮ હાર ના પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૫.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે. 
  • ૮ થી વધુ અને ૧૬ હાર ના પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે. 

Paddy Trans Planter Sahay Yojana | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?   

પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂત લાભાર્થી પાસે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  •  Anyror Gujarat પરથી ડાઉનલોડ કરેલા 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર
Paddy Transplanter Sahay Yojana । પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના

How To Online Apply Paddy Trans Planter Sahay Yojana | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે khedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. ખેડૂતો કોઈપણ computer ની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. તથા ખેડૂતો જાતે ઘરે બેઠા Online અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.  

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજના” ખોલવું.
  • જેમાં ક્રમ નંબર-8 પેડી ટ્રાન્સ પ્લાન્ટર પર ક્લિક કરવું.
How To Online Apply Paddy Trans Planter Sahay Yojana | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
  • જેમાં પેડી ટ્રાન્સ પ્લાન્ટર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.   
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. 

Read More:- Flour Mill Sahay Yojana: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે.


FAQ

1. પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજનાનો હેતુ શું છે?

Ans. આ યોજનાનો હેતુ એ ખેડૂતને પેડી ટ્રાન્સ પ્લાન્ટરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.

2. પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Ans. પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ  https://ikhedut.gujarat.gov.in/ છે.

3. પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 04/07/2023 છે.  

 

Leave a Comment