Advertisement
Short Briefing : કેવી રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માટે ઓનલાઇન અરજી કરવી? । How to Online Apply Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | e-Samaj Kalyan Portal Scheme
Advertisement
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના, નવો વ્યવસાય કે ધંધો કરવા માટે માનવ ગરિમા યોજના ઓનલાઈન ચાલે છે. દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરુ યોજના તથા વિદેશ અભ્યાસ કરવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને “વિદેશ અભ્યાસ લોન યોજના” હેઠળ લાભ આપવામાં આવે છે. પરંતુ આજે આપણે જે લોકો પાસે ઘર નથી, કે ઝુંપડાઓમાં રહે છે, તેમને પાકું મકાન મળી રહે તે માટે ચાલતી યોજના વિશે વાત કરીશું. આજે પાણે નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા ચાલતી “પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023” વિશે વિગતવાર માહિતી મેળવીશું.
Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023
ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં આર્થિક રીતે નબળા અને પછાત વર્ગો માટે Director Developing Castes Welfare દ્વારા પણ અલગ-અલગ યોજના ઓનલાઈન e-Samaj Kalyan Portal પર ચાલે છે. જેમાં ઘરવિહોણા કે ઝૂંપડામાં રહેતા લોકો માટે Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 બહાર પાડવામાં આવેલ છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવા, કેવી રીતે અરજી, તેના માટે શું-શું પાત્રતા કરેલી છે, તેના ક્યાં-ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું.
યોજનાનો ઉદ્દેશ્ય
નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ(EWS), વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ ઉદેશ્ય છે. આ યોજના હેઠળ ઘર વિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને Awas Yojana નો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.
Key Points Of Pandit Din Dayal Aavas Yojana
યોજના | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ઓ.બી.સી અને વિચરતી વિમુકત જ્ઞાતિના લાભાર્થીઓને ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આવાસ પૂરું પાડવું. |
લાભાર્થી | ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) અને વિચરતી વિમુકત જ્ઞાતિઓના પાત્રતા નાગરિકોને |
મળવાપાત્ર લોન | આ યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે. |
Govt.Official Website | Department of Social Justice & Empowerment’s Website |
Online Apply Website | e-Samaj Kalyan Online Apply |
Read More: Pashupalan Yojana Gujarat List 2023 | આઈ ખેડૂત પશુપાલન યોજના 2023
લાભાર્થીઓની પાત્રતા
આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ.
- લાભાર્થી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ.
- અરજદાર વિચરતિ વિમુકત જ્ઞાતિનો હોવો જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- (છ લાખ) કરતાં ઓછી હોય તેવા લાભાર્થીઓને મળવાપાત્ર થાય છે.
- ઘર વહોણા અરજદારોને ગામડામાં અને શહેરોમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓનેઆ યોજનાનો લાભ આપવામાં આવશે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો
પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેટ હોવા જોઈએ. અરજદારો દ્વારા આ ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી વખતે અપલોડ કરવાના રહેશે. જેની યાદી નીચે મુજબ છે.
- લાભાર્થીનો તાજેતરનો પાસપોસ સાઈઝનો ફોટો
- અરજદારની જાતિનો દાખલો
- આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.પરંતુ જો શિક્ષિત હોય તો લીવીંગ સર્ટીફીકેટ (L.C) રજૂ કરવાનું% રહેશે.
- આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળીનું બિલ/ લાઈસન્સ/ ભાડાકરાર/ ચૂંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક રજૂ કરવાનું રહેશે.)
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
- જમીન માલિકીનું આધાર કે ડોક્યુમેન્ટ
- ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે મકાન સહાય મંજુર કરવા માટે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPL નો દાખલો (હોય તો)
- પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો)
- જો લાભાર્થી વિધવા હોય તો “વિધવા અંગેનું પ્રમાણપત્ર”
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
- બેંક ખાતાની પાસબુક / કેન્સલ ચેક
મળવાપાત્ર લાભ અથવા સહાયની રકમ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામક વિચરતિ વિમુકત વિભાગ કાર્યરત છે. જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.
હપ્તાની સંખ્યા | મળવાપાત્ર રકમ (રૂપિયામાં) |
પ્રથમ હપ્તામાં | 40,000/- સહાય |
બીજા હપ્તા પેટે | 60,000/- ની સહાય |
ત્રીજા હપ્તા પેટે | 20,000/- ની સહાય મળવાપાત્ર |
Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023
How to Online Apply Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023
SJE Gujarat દ્વારા e-Samaj Kalyan Portal બનાવવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે Online Apply કરવાનું થાય છે. આ મકાન સહાયનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
- સૌપ્રથમ Google Search ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે.
- હવે સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
- જેમાં “Director Developing Castes Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ નવા પેજમાં અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાંથી નંબર-11 પર આવેલી ” પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમે e samaj kalyan registration ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં તમારે નામ, જાતિ, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા કેપ્ચા કોડ નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
- નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.
- Citizen Login માં Pandit Dindayal Awas Yojana Online Apply પર ક્લિક કરવાનું રહેશે.
Online Application
- ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે.
- ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.
- ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.
- છેલ્લે, પ્રિન્ટ એપ્લિકેશન સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.
આ પણ વાંચો: SBI E-Mudra Loan Apply Online 2023: રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.
Important Link
Govt. Official Website | SJE Gujarat |
Your Application Status | e-Samaj Kalyan Status |
New User? Please Register Here! | e Samaja Kalyan New User? |
Citizen Help Manual | Download Citizen Help Manual |
Home Page | Click Here |
FAQ
જવાબ: આ યોજનાનો લાભ નિયામક વિકસિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે.
જવાબ: ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકસતિ જાતિના ઘરવિહોણા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આ આવાસ યોજનાનો લાભ મળે.
જવાબ: આ આવાસ યોજનામાં લાભાર્થીને કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- નો લાભ મળે.
જવાબ: આ યોજનાનો લાભ મેળવવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની હોય છે.
વિકલાંગ વ્યકતી માટે સરકાર રે કોઈ પણ મકાન સહાય નથી બનાવી
પરંતુ આ સહાય યોજનામાં “દિવ્યાંગતાનું પ્રમાણપત્ર” જોડવાથી પ્રાથમિકતા મળવાની શક્યતાઓ રહેલી છે.
I learned alot form reading your post..i also provide the same information to people through my website.
i hope you will also fully support me in this. so that we can convey information to
the people and benifit them .keep supporting ..thanks for the information.
Thank You and Approved.
pandit dindayal avas mate ni navi online arji kyare saru thase ?
તાજેતરમાં જ આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાવવાના બંધ થયા.
i am providing information about government job and results but i love your concept to help peoples by sharing governments scheme. i love your idea
પ્લોટ જ ન હોય તો ક્યાં મકાન બનાવવું
29-6-2022- ના રોજ ફોર્મ ભરેલ છે. ક્યારે પાસ થશે. અરજી પણ complete ભરેલ છે.
આપની અરજીનું સ્ટેટસ તમે જાતે પણ ઓનલાઈન ચેક કરી શકો છો.
Jaydip parmar dakor
Iam very poor family and we need house