ગુજરાત રાજ્ય સરકાર દરેક નાગરિકો અને વર્ગો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. social justice and empowerment department દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના ઓનલાઈન ફોર્મ e-Samaj Kalyan Portal પર ભરાય છે. જ્યારે કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા Manav Kalyan Yojana 2023 ના ઓનલાઈન ફોર્મ ચાલુ કરવામાં આવેલા છે.
આ યોજના અંતર્ગત હાલમાં કુલ 27 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. આ અગાઉ આપણે બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ સહાય યોજના વિશે માહિતી મેળવી હતી. હવે આપણે સખીમંડળને આપવામાં આવતી પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના વિશે માહિતી મેળવીશું.
Paper Cup And Plate Making Machine Sahay Yojana
સમાજના પછાત અને આર્થિક રીતે નાગરિકોને નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જરૂરી છે. એટલા માટે માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે અને શું મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેવી રીતે અરજી કરવાની રહેશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.
પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના હેઠળ સાધન સહાય આપવાનો હેતુ (Perpose)
રાજ્યના તમામ નાગરિકો સ્વ-રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. Manav Kalyan Yojana Online હેઠળ અલગ-અલગ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો, મહિલાઓ અને વિવિધ સખીમંડળો વગેરે પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે ખૂબ જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા સખીમંડળોને પેપર કપ અને ડીશ બનાવવા માટેના મશીનો/સાધનો આપવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ Paper Cup And Plate Making Machine આપવામાં આવે છે. જેથી ગ્રામ્ય વિસ્તારની સખી મંડળની મહિલાઓ નવો વ્યવસાય કરી શકે.
Highlight Point
આર્ટિકલનું નામ | પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના |
મુખ્ય યોજનાનું નામ | Manav Kalyan Yojana Gujarat |
પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે? | માનવ કલ્યાણ યોજના 2023 |
આ યોજનાના હેઠળ શું લાભ મળે? | આ યોજના હેઠળ સખી મંડળોને પેપર કપ અને ડીશ બનાવવા મશીનની સહાય આપવામાં આવે છે. |
Paper Cup And Plate Making Machine Sahay Yojana કેટલી રકમની સહાય મળશે? | આ સહાય અન્વયે રૂપિયા 48000/- ની પેપર કપ અને ડીશ બનાવવા મશીન આપવામાં આવે છે. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | નક્કી થયેલી આવક મર્યાદા ધરાવતા તથા BPL કાર્ડ ધરાવતા સમાજના નબળા વર્ગને |
મળવાપાત્ર સહાય | રૂપિયા 48000/- ની પેપર કપ અને ડીશ બનાવવા મશીન |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
Official Website | http://www.cottage.gujarat.gov.in/ |
Online Application Website | https://e-kutir.gujarat.gov.in/ |
e-Kutir Portal પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | e-Kutir Online Process |
પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?
માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ લાભાર્થીઓને અલગ-અલગ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં પેપર કપ અને ડીશ બનાવવા મશીન યોજના હેઠળ સખીમંડળોને નવો ધંધો ચાલુ કરવા માટે “પેપર કપ અને ડીશ બનાવવા મશીન” સહાયરૂપે આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 48000/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.
Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.
Paper Cup And Plate Making Machine Sahay Yojana PDF Form કેવી રીતે મેળવવું?
Commissioner of Cottage and Rural Industries દ્વારા અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.
Documents Required Of Paper Cup And Plate Making Machine Sahay Yojana
માનવ કલ્યાણ યોજના હેઠળ અલગ-અલગ સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. પેપર કપ અને ડીશ બનાવવા મશીન મેળવવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.
- સખીમંડળ યોજના હેઠળ સ્થાપના કરેલ હોય તેના પ્રમાણપત્રો
- સખીમંડળની બેંક પાસબુક
- સખીમંડળમાં સમાવેશ મહિલાઓની વિગતો
- સખીમંડળનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
- પ્રમુખનું આધારકાર્ડ આધારકાર્ડની નકલ
Important Links
Read More: How To Link Aadhaar With PAN Card Online | પાન કાર્ડ સાથે આધાર લિંક કરવું ફરજિયાત
How To Online Apply Paper Cup And Plate Making Machine Sahay Yojana । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?
Manav Kalyan Yojana Online Form અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે ઈ-કુટીર પોર્ટલ પર Online Application કરવાની હોય છે. e-Kutir Portal પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.
- સૌથી પહેલાં Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website “e-Kutir Portal” ખૂલશે.
- ઈ-કુટીર પોર્ટલ પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના” પહેલી યોજના દેખાશે.
- E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023 નામની અલગ-અલગ યોજના બતાવશે..
- જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
- હવે ખાસ સખીમંડળના ડોક્યુમેન્ટના આધારે ”પેપર કપ અને ડીશ બનાવવા મશીન યોજના” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
- પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય માટે સખીમંડળના રજીસ્ટ્રેશન તથા અન્ય તમામ વિગતો દાખલ કરવાની રહેશે.
- અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
- ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
Read More: કુંવરબાઈનું મામેરું યોજના 2023| Kuvarbai Nu Mameru Yojana Online Form
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.
જવાબ: રાજ્યના પાત્રતા ધરાવતા સખીમંડળોને આ યોજના હેઠળ પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન સહાય આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 48000/- થાય છે.
જવાબ: રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. ગુજરાત રાજ્યના પછાત અને આર્થિક વર્ગના નાગરિકો નવો ધંધો અને વ્યવસાય ચાલુ કરવા માટે સક્ષમ છે. પરંતુ નાણાંકીય સ્થિતિ સારી હોતી નથી. તેથી સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત સરકારના કમિશ્નર અને કુટિર ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ સખીમંડળો નવો ધંધો-વ્યવ્સાય ચાલુ કરી શકે તે માટે પેપર કપ અને ડીશ બનાવવા મશીન યોજના બહાર પાડવામાં આવેલ છે.
જવાબ: પેપર કપ અને ડીશ બનાવવા મશીન માટે આર્થિક રીતે પછાત વર્ગની અને પાત્રતા ધરાવતી મહિલાઓ કે જેમણે સખીમંડળ બનાવેલ છે. તેવા સખીમંડળો આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
જવાબ: લાભાર્થીઓ આ યોજનાની વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ “જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર”નો સંપર્ક કરી શકાશે.
Mujhe silai machine ki arji online karni hai
માનવ કલ્યાણ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી દો.
Paper Cup And Plate Making Machine Sahay Yojana”