Pashupalan Yojana Gujarat 2022 | ikhedut Portal । આઈ ખેડૂત પશુપાલન યોજના 2022 | ખેડૂતલક્ષી યોજના | ખાણદાણ યોજના 2022 | મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય
પશુપાલન અને ખેડૂત એક સિક્કાની બે બાજુ છે. ગુજરાત સરકાર પણ ખેડૂતો અને પશુપાલકોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. કૃષિ સહકાર, ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા પશુપાલન યોજના 2022 માહિતી મેળવી શકે છે. આ પોર્ટલ પર ખેડૂત યોજના, ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરેની Online Arji કરી શકે છે. આ આર્ટિકલ દ્વારા પશુપાલન વિભાગની પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય વિશે માહિતી આપીશું. Pashu Khandan Sahay Yojana 2022 માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મેળવીશું.
Pashu Khandan Sahay Yojana 2022
ગુજરાતમાં દિન-પ્રતિદિન પશુપાલનનો વ્યાપ વધે તે ખૂબ જરૂરી છે. જેના માટે સરકારશ્રી દ્વારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે. પશુપાલકો પોતાની ગાયો અને ભેંસોને પૌષિટક આહાર આપતા હોય છે. આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં પશુદાણ મેળવી શકે છે. ગાભણ પશુઓને ખાણદાણ મળી રહે તે માટે Pashu Khandan Sahay Yojana 2022 બહાર પાડેલી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. આ યોજના હેઠળ પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાયઆપવામાં આવશે.
પશુ ખાણદાણ સહાય નો હેતુ
ગુજરાત રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને, તેગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે. પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાણ સહાય આપવાનું નક્કી કરેલ છે.
ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.
Important Point of Pasu KhanDan Yojana
યોજનાનું નામ | પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250કિલોગ્રામ ખાણદાણ સહાય |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને, પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો |
સહાય | મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે. |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
એપ્લિકેશનનું માધ્યમ | Online |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | તા 01/05/2022 થી 31/05/2022 સુધી |
પશુ ખાણદાણ સહાયની પાત્રતા
પશુપાલન વિભાગ દ્વારા KhanDan Sahay Yojana માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- લાભાર્થી પશુપાલક હોવો જોઈએ.
- પશુપાલક પાસે પોતાની ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
- પશુપાલકોના ગાય-ભેંસ ગાભણ હોવા જોઈએ.
- લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.
- પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે.
- I-khedut Portal હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે, અગાઉ ક્યારે લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહેશે.
- I-Khedut પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે.
- રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના -@Loan Scheme | Kisan Credit Card Yojana 2022
PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થઈ
PM Kisan Kyc by Mobile દ્વારા કેવી રીતે કરવું ? |PM Kisan e-KYC Process
Document Required Of Pashudhan Sahay Yojana 2022
I-ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે. પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
1. આધારકાર્ડની નકલ
2. જો ખેડૂત લાભાર્થી S.C જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
3. જો ખેડૂત લાભાર્થી S.T જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
5. રેશનકાર્ડની નકલ (Ration Card)
6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
7. આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ
8. કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
9. છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો
10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો
11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
12. મોબાઈલ નંબર
Water Soluble Khatar Sahay Yojana | વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના
પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
ગુજરાત રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. જે પશુપાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તેમને ikhedut portal 20212 ની આ યોજનાનો લાભ મળશે.આ યોજના હેઠળ જ્ઞાતિ મુજબ સ્કીમ અલગ-અલગ છે. જ્ઞાતિઓ વાઈઝ લાગુ પડતી સ્કીમમાં મળવાપાત્ર વિગતો નીચે મુજબ છે.
- પશુપાલક દીઠ 250 કિલોગ્રામ પશુ ખાણ દાણ 100 % લેખે સહાય આપવામાં આવે છે.
- વાર્ષિક પ્રતિ પશુ દીઠ, પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ 1 (એક) જ વખત સહાય મળવા પાત્ર રહેશે.
Online Registration Process of Pashu Khandan Sahay Yojana 2022
પશુપાલનની યોજનાનો પશુપાલકોને લાભ આપવામાં આવે છે. પશુપાલકો i-khedut Portal પરથી Online Application કરવાની રહેશે છે. પશુપાલકો આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે. પશુ ખાણદાણ સહાય યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Step By Step માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે રિઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- Ikhedut Portal ખોલ્યા બાદ ”યોજના” પર ક્લિક કરવું.
- તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-2 પર પશુપાલનની યોજનાઓ” ખોલવું.
- “Pashupalan Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ પશુપાલનની યોજનાઓ બતાવશે.
- જેમાં “જ્ઞાતિવાઈઝ ” પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય” યોજનાઓ બતાવશે.
- “જેમાં તમે જે જ્ઞાતિમાં આવતા હોય તે જ્ઞાતિની યોજનાની સામે “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
Online After Process
- લાભાર્થીએ Online Arji કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
- પશુપાલકોઓએ પોતાની પ્રિન્ટ મેળવ્યા બાદ સંબંધિત અધિકારીઓના સહી-સિક્કા કરાવવાના રહેશે.
- છેલ્લે, ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
- આમ, સફળતાપૂર્વક ઓનલાઈન થયેલી ગણાશે.
નોંધ:- લાભાર્થી દ્વારા સહી/અંગુઠાનું નિશાન કરેલ અરજી સાથે સાચા અને પુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો જ અરજી સંબધિત અધિકારી /ઓફીસ દ્વારા ઓનલાઈન ઇનવર્ડ લેવામાં આવશે. પરંતુ લાભાર્થી દ્વારા ઓનલાઈન ખોટા / અપૂરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો આવી અરજી ઓનલાઈન ઇનવર્ડ થશે નહી. આવા સંજોગોમાં બાકીના / સાચા ડોક્યુમેન્ટ અરજી કર્યાનાં સાત દિવસમાં સંબધિત ઓફિસમાં લાભાર્થીએ રજૂ કરવાનાં રહેશે.
Ikhedut Portal Application Status
ikhedut Portal પર પશુપાલકો વિવિધ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. Online Arji કર્યા બાદ Status જાણવું હોય તો તેના માટે કચેરી રૂબરૂ જવાની જરૂર નથી. રાજ્યના લાભાર્થીઓ પોતાના મોબાઈલ દ્વારા Application Status જાણી શકે છે.
Pasupalan Yojana Application Print
પશુપાલક દ્વારા કરેલ khedut portal પર ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ જાતે પ્રિન્ટ કાઢી શકે છે.પશુપાલકોઓએ કાઢીને નજીકના દૂધ-ઉત્પાદક મંડળીના તથા સંબંધિત અધિકારીશ્રી પાસે સહી-સિક્કા કરાવવાના રહેશે. નીચે આપેલા બટન પરથી Application Print મેળવી શકાશે.
Important Links of Pashu Khan-Dan Sahay Yojana
Subject | Links |
Ikhedut Portal | Click Here |
Ikhedut Status | Click Here |
Animal Husbandry Gujarat Website | Click Here |
Join Our Telegram Channel | Join Now |
Join Our District Whatsapp Group | Join Now |
Home Page | Click Here |
FAQ’s of Pashu KhanDan Sahay Yojana 2022
ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુ ખાણદાણ યોજના ચલાવવામાં આવે છે.
પશુપાલકોને ગાભણ પશુઓને ખાણદાણ સહાય યોજના હેઠળ કુલ 250 કિલોગ્રામ પશુ ખાણ દાણ આપવામાં આવે છે. આ ખાણદાણ પર 100% સહાય રાજ્ય સ્રકાર ચૂકવણી કરશે.
રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ મેળવવા માટે i-khedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
ખાણદાણ સહાય યોજનાનો લાભ ગુજરાતના પશુપાલકોને આપવામાં આવે છે.
3 thoughts on “મફત 250 કિલો-પશુ ખાણદાણ સહાય । Pashu Khandan Sahay Yojana 2022”