ખેડૂતોને ખૂબ ઉપયોગી એવી યોજના એટલે Pashu Sanchalit Vavaniyo 2024. પશુ સંચાલિત વાવણીયો ખેતી કામમાં ઉપયોગી થાય છે. આ યોજના હેઠળ સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. ખેડૂતોના વિકાસ માટે અને ખેડૂતોના ખેત પેદાશોનું ઉત્પાદન વધારવા માટે સ્સતત પ્રયત્નશીલ રહેતી હોય છે.
Advertisement
રાજ્યમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતો સરળતાથી ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતીની યોજનાઓ વગેરે તમામ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી અને લાભ મેળવી શકે છે. જેમાં ખેડૂતોને વાવણી કરવા માટે, ખેડાણ કરવા માટે, કે અન્ય ઉપયોગ માટે સાધનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. જેથી ખેડૂતો ઓછા ભાવે ખરીદી કરીને ખેતીમાં અવનવી પદ્ધતિનો ઉપયોગ કરી શકે.
Pashu Sanchalit Vavaniyo 2024
ખેતીવાડી વિભાગ દ્વારા Pashu Sanchalit Vavaniyo 2024 નામની યોજના બહાર પાડવામાં આવેલ છે. પશુ સંચાલિત વાવણીયો સાધન સહાય પશુપાલકો તથા ખેડૂતોને આપવામાં આવે છે. આ યોજનાનો લાભ કોણે મળે ?, કેવી રીતે મળશે? તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની તમામ માહિતી મેળવીશું.
Important Point
યોજનાનું નામ | Pashu Sanchalit Vavaniyo 2024 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેત મજૂરોને રાહત દરે સાધન સહાય |
લાભાર્થી | નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને |
સહાયની રકમ | કુલ ખર્ચના 40 અને 50% અથવા રૂપિયા 8000 અને 10,000 (દસ હજાર) બે માંથી જે ઓછું હોય તે (જ્ઞાતિ મુજબ) |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
Advertisement
Read More: Aadhar Card Loan : ઘરે બેઠા આધાર કાર્ડ દ્વારા રૂપિયા 50,000/- સુધીની લોન મેળવો,અહીંથી અરજી કરો.
પશુ સંચાલિત વાવણીયો યોજનાનો હેતુ
રાજ્યમાં જંગલીય, પર્વતીય વિસ્તારમાં કે અન્ય કોઈપણ સ્થળો પર વસવાટ કરતા હોય અને જેઓ પશુ સંચાલિત ખેતી કરતા હોય તેઓને સાધન સહાય આપવાનો ઉદ્દેશ છે. નાના, સીમાંત અને મહિલા ખેડૂતો જો પશુ આધારિત વાવણી કરતા હોય તો પશુ સંચાલિત વવાણિયો આપવામાં આવે છે. આ યોજનામાં અંદાજિત 40 થી 50 % સુધીની સાધન સહાય આપવામાં આવે છે.
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા
આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- અરજદાર નાના, સીમાંત અને મહિલા ખેડૂત હોવો જોઈએ.
- ખેડૂત અરજદાર આર્થિક રીતે નબળા, OBC, એસ.સી. એસ.ટી, જનરલ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
- ખેડૂત જમીન રેકોર્ડ અથવા ટ્રાઈબલ લેન્ડ કે વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો.
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
- દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
પશુ સંચાલીત વાવણીયો મેળવવાની કેટલીક શરતો
- ikhedut પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- આ યોજનાનો લાભ નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને મળશે.
- લાભાર્થી ખેડૂતે વિભાગ દ્વારા પેનલમાં સમાવેશ કરેલ હોય, તેવા ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
Read More: Tadpatri Sahay Yojana 2024 | તાડપત્રી સહાય યોજના હેઠળ રૂ.1875/- ની સહાય મળશે.
પશુ સંચાલિત વાવણીયો હેઠળ મળવાપાત્ર લાભ
રાજ્યના નાના,સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતોને જાતિ આધારિત આ યોજનામાં લાભ આપવામાં આવશે. આ યોજનામાં અંદાજિત ખર્ચના 40 અને 50% અથવા રૂપિયા 8000 અને 10,000 (દસ હજા) બે માંથી જે ઓછું હોય તે લાભાર્થીને મળવાપાત્ર થશે. રાજ્યમાં જ્ઞાતિ અને યોજના હેઠળ મળવાપાત્ર સબસીડીની વિગતો નીચે મુજબ છે.
સ્કીમ- AGR 2 (FM) મહિલા, નાના અને સીમાંત ખેડૂતો માટે | આ સ્કીમમાં સમાવેશ થનાર લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે. અન્ય ખેડૂતો માટે:- કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 8,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે. |
સ્કીમ- AGR 3 (FM) અનુસુચિત જન જાતિના ખેડૂતો માટે | આ ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે. |
સ્કીમ- AGR 4 (FM) અનુસુચિત જાતિના ખેડૂતો માટે | આ જ્ઞાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 બન્નેમાંથી જે ઓછું હોય તે મળશે. |
SMAM | નાના / સિંમાંત/ મહિલા/ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે. અન્ય ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૮૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે. |
યોજનાનો લાભ લેવા માટેના ડોક્યુમેન્ટ
આઈ-ખેડૂત પોર્ટલ દ્વારા વર્તમાન વર્ષમાં સરકારની નવી યોજનાઓના ઓનલાઇન અરજીઓ ચાલુ થયેલ છે. જેમાં આ સહાય યોજના માટે Online Form ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂર પડશે.
1. આધારકાર્ડની નકલ
2. ikhedut portal 7 12 8a ની નકલ
3. રેશનકાર્ડની નકલ
4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ (જો હોય તો)
5. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
6. જમીનના 7/12 અને 8-અ માં સંયુક્ત ખાતેદારના કેસમાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
How to Online Apply Pashu Sanchalit Vavaniyo 2024 | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
પશુ સંચાલિત વાવણીયો યોજનાનો લાભ લેવા માટે ikhedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતોએ ગ્રામ પંચાયતમાંથી, તાલુકાઓની કચેરીમાંથી, ઓનલાઈન વર્ક તથા કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Application કરાવી શકશે.
- સૌપ્રથમ ‘ગુગલ સર્ચ એન્જિન” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં વિભાગની અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- Khedut Yojana માટેની વેબસાઈટ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ ક્રમ નંબર-૧૩ પર “પશુ સંચાલિત વાવણીયો” પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં “Pashu Sanchalit Vavaniyo 2024” માં “અરજી કરો” તેના પર Click કરીને વેબસાઈટખોલવાની રહેશે.
- નવા પેજ પર તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો પહેલાં રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ ઓનલાઈન અરજીની કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને Online Application કરવી.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ધ્યાનપૂર્વક ભર્યા બાદ Application Save કરવી.
- ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા પછી ઓનલાઈન અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહીં.
- ખેડૂત ઓનલાઇન અરજી નંબરના આધારે યોજનાની પ્રિન્ટ મેળવી શકશે.
ikhedut portal Application Status
લાભાર્થી ખેડૂત દ્વારા કરેલ અરજીના આધારે જાતે ikhedut application status check કરી શકે. સ્ટેટસ ચેક કરવા માટે નીચેની લિંક દ્વારા જાણી શકાશે.
ikikhedut portal print
રાજ્યના ખેડૂતો દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ હોય તેની પ્રિન્ટ મેળવી શકે છે. આ પ્રિન્ટના આધારે ભવિષ્યમાં યોજનાનો લાભ મેળવી શકે છે.