Short Briefing: PM Kisan eKYC Online ઘરે બેઠા કેવી રીતે કરવું? । 13 મા હપ્તાના રૂપિયા 2000 મેળવવા માટે e-KYC ફરજિયાત કરવાનું રહેશે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાનોને આર્થિક સહાય આપવામાં આવે છે. લાભાર્થી ખેડૂતોને આગામી 13 માં હપ્તાના સહાય આપવાનું આયોજન પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. PM Kisan eKYC કેવી રીતે કરવું? તેના માટે તમામ માહિતી મેળવીશું.
What is PM Kisan eKYC?
પીએમ કિસાન યોજના ખેડૂતો માટેની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000/- ની સહાય આપવામાં આવે છે. આ સહાય DBT (Direct Benefit Transfer) દ્વારા ઓનલાઈન ખેડૂતોના બેંક કે પોસ્ટ એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. લાભાર્થી ખેડૂતનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટને એકબીજા સાથે લિંક કરવાની પ્રક્રિયા છે. જેનાથી લાભાર્થીઓની સાચી અને સચોટ ઓળખ થઈ શકે છે.
PM Kisan Yojana 2023
આ હેઠળ ખેડૂતોને દર ત્રણ માસે રૂપિયા 2000/- ના ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની સહાય આપવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા આ સહાય મેળવતા તમામ ખેડૂત મિત્રોને ઈ-કેવાયસી માટે જાહેરાત કરેલ છે. તમામ ખેડૂત લાભાર્થીઓએ આધાર લીંક અને સિડિંગ કરાવવું જરૂરી છે. આ Aadhar Card Link કરવાની પ્રોસેસ ખેડૂતો ઓનલાઇન જાતે પણ કરી શકે છે. વધુમાં Common Service Center (CSC) તથા પોસ્ટ ઓફિસ ખાતેથી પણ કરાવી શકાશે.
Important Point of PM Kisan eKYC
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
યોજનાની પેટા માહિતી | PM Kisan eKYC કેવી રીતે કરવું? |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | દેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા |
લાભાર્થી | આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો |
Official Website | https://pmkisan.gov.in/ |
આ પણ વાંચો: વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2022-23 ફરીથી ડિજીટલ ગુજરાત સ્કોલરશીપની ઓનલાઈન ચાલુ.
આ પણ વાંચો: Aadhaar Card Update Online: ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ મા સુધારો કરો.
How to eKYC of PM Kisan
લાભાર્થી ખેડૂતોઓએ આધારકાર્ડ તેમના મોબાઈલ નંબર સાથે રજીસ્ટર થયેલ હોય તો સરળતાથી ઈ-કેવાયસી કરી શકે છે. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતે eKYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- સ્ટેપ્સ-001 સૌથી પહેલાં તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google ખોલીને PM Kisan Yojana ટાઈપ કરો.
- સ્ટેપ્સ-002 હવે ટાઈપ કરવાથી PM Kisan Official Website ખૂલશે.
- સ્ટેપ્સ-003 જેના Home Page par જઈને “Farmer Corner” પર જાઓ.
- સ્ટેપ્સ-004 હવે Farmer Corner માં eKYC મેનુ હશે તેના પર ક્લિક કરો.
- સ્ટેપ્સ-005 જેમાં “OTP Based Ekyc” નામનું નવું મેનું ખૂલશે. તેના પર ક્લિક કરો.
- સ્ટેપ્સ-006 હવે નવું પેજ ખુલશે, તેમાં લાભાર્થી ખેડૂતનો આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
- સ્ટેપ્સ-007 કિસાને પોતાનો આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.
- સ્ટેપ્સ-008 રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર પર આવેલ OTP આવશે તે બોક્ષમાં નાખવાનું રહેશે.
- સ્ટેપ્સ-009 ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
- સ્ટેપ્સ-010 ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે Link કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
- સ્ટેપ્સ-011 તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.
- સ્ટેપ્સ-012 છેલ્લે સ્ક્રીન પર Successful eKYC થયેલ હોય તેવો મેસેજ આવશે.
આ પણ વાંચો : આયુષ્માન ભારત યોજના યાદી 2023 | Ayushman Bharat Yojana 2023 List
આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
ઘણીવાર એવું બને છે કે, ખેડૂત લાભાર્થીઓ દ્વારા આધારકાર્ડમાં મોબાઈલ નંબર એન્ટ્રી ન કરેલ હોય છે. આ કિસ્સામાં e-KYC કેવી રીતે કરવું? એક મોટી સમસ્યા છે. પરંતુ આજે અમે તેની માહિતી આપીશું. જો તમે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવેલ નથી અને તમારે પીએમ કિસાન યોજના માટે e-KYC કરાવી શકો છો.
જ્યારે ખેડૂતના આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય અને eKYC કરાવવું છે, તો તમારે નજીકના Common Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે pm kisan yojana e-KYC કરાવી શકો છો.
આ પણ વાંચો : પીએમ કિસાન પોર્ટલના આ ખેડૂતોને જ પૈસા મળશે, તમારું નામ અહીંથી ચેક કરો.
ખેડૂતોઓએ 28 ફેબ્રુઆરી 2023 પહેલાં લાભાર્થીઓએ Aadhar Link અને Seeding કરાવવું પડશે.
ખેડૂતો દ્વારા આ યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઈન e-KYC કરવું પડશે. જો ભારત સરકારની ઓફિશિયલ વેબસાઈટ પરથી eKYC નહીં કરેલ હોય તો આગામી સહાય બંધ થઈ જશે. જો ખેડૂત લાભાર્થીઓ દ્વારા 28 ફેબુઆરી 2023 પહેલાં આધાર લિંક અને સિડીંગ કરાવવું જરૂરી છે. જો નહીં કરાવેલ હોય તો સહાય મળશે નહિં.
આ પણ વાંચો : BOB Bank Account Open: ઘરે બેઠા ઓનલાઈન ખોલો ઝીરો બેલેન્સ એકાઉન્ટ
FAQ’S- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ યોજના હેઠળ ખેડૂતોઓએ 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં e-KYC કરવાનું રહેશે.
જવાબ: ખેડૂત લાભાર્થીઓએ PM Kisan ekyc કરવા માટે ભારત સરકારની આ https://pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકશે.
જવાબ: હા, ખેડૂતોઓએ આ e-KYC કરવા માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.
જવાબ: જો લાભાર્થીઓએ પોતાના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો કોમન સર્વિસ સેન્ટર (CSC) સાથે રૂબરૂ જઈને e-KYC કરાવી શકે છે.
PM KISAN માં ઘડીએ ઘડીએ KYC માથા નો દુખાવો છે એ જંઝટ વગર આ હપ્તા દરેક ખેડુત ના ખાતા માં પડવા જોઈએ.અને 28/ફેબ્રુઆરી ૨૦૨૩ ની સમય મર્યાદા KYC માટે એ પણ ખોટુ છે. સર્વર ની જંઝટ વિગેરે ના લઈ છૂટછાટ રાખવી જ જોઈએ. આ અમારી માંગણી છે. આભાર
Mara khata ma 2020 thi atyar sushi ma aek pan hapto padiyo nathi badhu j redy chhe karan janavaso