પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021 | PM Kisan Samman Nidhi Yojana

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી PDF | PM Kisan Samman Nidhi Yojana Form PDF | PM Kisan Status Check 2021 9th Installment List | PM Kisan beneficiary status 2021 list | PM Kisan Samman Nidhi Yojana Form in Gujarat

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ગરીબ કિસાનો માટે અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના દ્વારા ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અતંગર્ત નાના અને સીમાં ખેડૂતોને  લાભ આપવામાં આવે છે, જેથી ખેડૂત ભાઈઓ સારી ગુણવત્તાના બિયારણ અને ખાતરીની ખરીદી કરી શકે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના મુદ્દાઓ

    PM-Kisan Samman Nidhi Yojana 2021

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આરંભ ભારત સરકારશ્રી દ્વારા 1 ફેબ્રુઆરી 2019 ના રોજ ચાલુ કરવામાં આવી હતી. જેનો લાભ દેશના ગરીબ કિસાનને લાભ મળવાપાત્ર થશે. આપને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવવા માટે નિયત દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સન્માનની રકમ એમના બેંક અથવા પોસ્ટ ખાતામાં સીધા DBT મારફતે જમા કરવામાં આવે છે.

    પીએમ કિસાન યોજનાની પાત્રતા

           ભારત સરકાર દ્વારા Pradhan mantri kisan samman nidhi scheme 2021 માટે પાત્રતા નક્કી કરેલ છે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને નીચે મુજબની પાત્રતા હોવી જોઈએ.

    • પીએમ કિસાનએ સેન્‍ટ્રલ યોજના છે. આ યોજનામાં ભંડોળ 100% ભારત સરકારનું છે.
    • PM Kisan Yojana અંતર્ગત નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આપવામાં આવે છે.
    • જે ખેડૂત પરિવારોને 2 હેકટર પાસે જમીન સંયુક્ત અથવા માલિકી ધરાવતા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળે છે.

    ખેડૂત કુટુંબની વ્યાખ્યા

    ભારત સરકાર દ્વારા કુંટુંબની નક્કી કરેલ છે. જેમાં પતિ, પત્ની અને સગીર બાળકો (18 વર્ષથી ઓછી વયના) કે જેઓ કોઈપણ વ્યક્તિગત કે સંયુકત રીતે ખેડાણ લાયક જમીન ધરાવતા હોય. જે સામૂહિક રીતે, સંબંધિત રાજ્ય કે સંઘપ્રદેશના જમીન રેકર્ડ અનુસાર 2 હેક્ટર સુધીની પોતાની ખેતીલાયક જમીન ધરાવતું હોય.

    Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
    Join Our WhatsApp Group | Sarkari Yojana Gujarat WhatsApp Group

    પીએમ કિશાનમાં સહાયનું ધોરણ

    Pradhan mantri kisan samman nidhi yojana Gujarat માં લાભાર્થીને ખેડૂત કુટુંબને દર વર્ષે રૂ.6000/- ચૂકવવામાં આવે છે. આ સહાય DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે. જે ત્રણ સમાન હપ્તામાં દર ચાર (4) માસએ ચૂકવવામાં આવે છે. પીએમ કિસન યોજના અન્‍વયે પ્રથમ હપ્તા તરીકે તારીખ-01/12/2018 થી 31/03/2019 ના રોજ ચૂકવાયેલ.

    PM Kisan Samman Nidhi Yojana 2021

    યોજનાનું નામપીએમ કિસાન સન્માન નિધિ યોજના
    ભાષાગુજરાતી અને English
    બજેટ2019-2020
    ઉદ્દેશખેડૂતોની આવક વધારવા માટે
    લાભાર્થીદેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
    સહાયની રકમ6000 વાર્ષિક
    અધિકૃત વેબસાઈટhttps://pmkisan.gov.in/  

    યોજનાનો લાભ કોણે મળવાપાત્ર નથી

    પીએમ કિસાન ખેડૂત યોજનાનો લાભ નાના અને સીમાંત ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજના માટે ભારત સરકારએ પાત્રતા નક્કી કરેલ છે. આ યોજનાનો લાભ ક્યા-ક્યા નાગરિકોને મળશે નહીં તેની વિગતો નીચે મુજબ છે.

    • વર્તમાન અને ભૂતપૂર્વ તમામ પ્રકારના બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓને મળશે નહીં.
    • હાલમાં કે ભૂતકાળમાં મંત્રીશ્રી/રાજ્યકક્ષાના મંત્રીશ્રી, લોકસભા, રાજ્યસભા કે વિધાનસભા કે જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓને આ યોજનાનો લાભ મળશે નહીં.
    • કેન્‍દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ, મંત્રાલયો કે તેની ક્ષેત્રીય કચેરીમાં સેવા કાર્યરત કે નિવૃત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને PMKSY નો લાભ મળશે નહીં. (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4 અને ગ્રુપ-D સિવાયના)
    • તમામ વય નિવૃત પેન્‍શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ.10,000/- કે તેથી વધુ પેન્‍શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4 અને ગ્રુપ-D સિવાયના) એમને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે નહીં.
    • છેલ્લા આકારણી વર્ષમાં ઈન્‍કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડૉક્ટર, એન્‍જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્‍ટન્‍ટ અને આર્કીટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય તેવા વ્યવસાય ધરાવતા હોય એમને મળશે નહીં.

    PM Kisan Yojana Online Registration

    નવા ખેડૂત ખાતેદારોએ આ યોજનાનો લાભ લેવા માટે Online ફોર્મ ભરવાનું રહેશે. New Farmer Registration – PM Kisan માટે ગ્રામ પંચાયત માટે VCE પાસેથી ઓનલાઈન અરજી કરાવી શકાશે. ગ્રામ પંચાયત ખાતેથી VCE નવા ખેડૂતોને આ યોજનાનું https://www.digitalgujarat.gov.in/ મારફતે ઓનલાઈન અરજી કરશે.

    New Farmer Registration - PM Kisan | PM Kisan Yojana Registration 2021 Apply Online Form | PM Kisan Online | PM Kisan Samman Nidhi Yojana Online
    Source :- Digital Gujarat Portal Website

    પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ડોક્યુમેન્‍ટ

    ભારત સરકાર  આ યોજનાનો લાભ લેવા માટે દસ્તાવેજો નક્કી કરેલા છે. Documents Required for PM Kisan Samman Nidhi Registration નીચે મુજબ છે.

    • 8-અ નો ઉતારો
    • 7/12  નો ઉતારો
    • આધારકાર્ડ
    • જો આધારકાર્ડ ન હોય તો એનરોલમેન્‍ટ નંબર, ડ્રાઈવીંગ લાઈસન્‍સ, ચૂંટણીકાર્ડ, નરેગા જોબ પૈકી એકની નકલ
    • બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્‍સલ ચેક
    Join Ourt Telegram Channel
    Sarkari Yojana Gujarat Telegram Channel

    PM Kisan Beneficiary Status

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી કર્યા બાદ લાભાર્થી ખેડૂત પોતાની જાતે Application Status જાણી શકે છે. પોતાની અરજીની સ્થિતિ જાણવા માટે નીચે મુજબના પ્રક્રિયા કરવાની રહેશે.

    • ત્યારબાદ Beneficiary Status પર ક્લિક કરો.
    PM Kisan beneficiary status 2021 list | Pm kisan beneficiary Status | PM Kisan Samman Nidhi Yojana Form in Gujarat | 
PM-KISAN Beneficiary List
    Source : https://pmkisan.gov.in/ Official Website
    1. નવું પેજ ખૂલ્યા બાદ આધારકાર્ડ નંબર, એકાઉન્‍ટ નંબર અને મોબાઈલ નંબરથી સર્ચ કરી શકાશે.

    PM Kisan Status Check 2021

            પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે લાભાર્થીઓને દર વર્ષે 6000 ચૂકવવા આવે છે. ભારત સરકાર દ્વારા 2 માસે 2000 હપ્તા પેટે નાખવામાં આવે છે. આ હપ્તાની રકમ DBT દ્વારા ખાતામાં જમા થઈ કે નહીં તે જોવા માટે કચેરી કે બેંક સુધી જવાની જરૂર નથી. કારણ કે આ સુવિધા PM-KISAN Official Website પરથી જાણી શકાય. પોતાની સહાયની રકમ પોતાના મોબાઈલ,કોમ્પ્યુટર કે લેપટોપના માધ્યમથી જાતે જોઈ શકાય છે. જે પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે.

    1. સૌથી પહેલાં ભારત સરકારની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ ખોલાવી.

    PM Kisan status 2021  | Pm kisan beneficiary List | PM Kisan Samman Nidhi Yojana Form in Gujarat | 
PM Kisan Samman NIdhi
    Source : PM Kisan Official Website

    2. વેબસાઈટ ખોલ્યા બાદ Beneficiary Status પર ક્લિક કરવું.

    3. ત્યારબાદ ઉપર મુજબની સ્ક્રીન ખુલશે.

    4. જેમાં સહાયની રકમ આપ આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે.

    PM Kisan Status Check Link |
PM Kisan Samman Nidhi 9th Installment Status Check |
PM Kisan Samman Nidhi Beneficiary List |
Direct Link To Check PM Kisan Status
    Source PM Kisan Official Website

    5. ઉપર ત્રણમાંથી એકની વિગત નાખવામાં આવશે તો  PM Kisan Samman Nidhi Yojana ની સહાય ચેક કરી શકાય.

    PM Kisan Application Form PDF

    આ યોજનાનો લાભ લેવા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા નિયત નમૂનમાં અરજી ફોર્મ તૈયાર કરેલ છે. જેમાં એકરારનામુ પણ આપેલું છે. જેના પર લાભાર્થી દ્વારા સહી કરવાની રહેશે અને આ અરજી ફોર્મ સંબંધિત વિસ્તારની ગ્રામ પંચાયત અને તલાટી પાસે જમા કરવાનું રહેશે.

    PM Kisan Helpline Number

    આ યોજનાનો લાભ 2 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા હોય તો મળવાપાત્ર છે. જો તમે કોઈની જમીનની વાવણી કરતા હોય અથવા ખેતમજૂરી કરતા હોય તો PMKSY નો લાભ મળશે નહીં. ભારત સરકાર દ્વારા સન્માન નિધિ પેટે રૂ.2000 નાખવામાં આવે છે જો તમને આ સહાયની રકમ જમા ન થઈ હોય તો નીચે આપેલ હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકો છો.

    PM Kisan  Sanman Nidhi Yojana Landline Numbers: 011—23381092, 23382401

    PM Kisan Yojana Toll Free Number: 1800-115-5266

    પીએમ કિસાન યોજના વિશે પ્રશ્નોત્તરી (FAQ)

    કેન્‍દ્ર અને ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાસ સન્માન નિધી યોજના વિશે ખેડુતોને મૂંજવતા પ્રશ્નો વિશે એક યાદી બનાવેલ છે. આ યાદી ગુજરાતીમાં બનાવવા માટે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સહયોગ આપેલ છે. PM-Kisan યોજના વિશે પ્રશ્નોતરી નીચે મુજબ છે.

    • PM-KISAN યોજના એટલે શું?
      • પીએમ-કિસાન યોજના એટલે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના.
    • રાજ્યમાં આ યોજનાનો અમલ ક્યારથી ગણાશે?
      • રાજ્યમાં આ યોજના તારીખ-01/12/2018 થી અમલમાં ગણાશે.
    • PM Kisan યોજનાનો ઉદ્દેશ શું છે?
      • ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડુતોને મદદરૂપ થવાના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 100% કેન્‍દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે.
    • યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
      • રાજ્યમાં ખેડાણ લાયક જમીન ધરાવતા હોય તેવા ખેડૂત કુટુંબ આ યોજનાનો લાભ લઈ શકે છે.
    • ખેડૂત કુટુંબને કેટલી સહાય આપવામાં આવે છે?
      • ખેડૂત કુટુંબને દર વર્ષે રૂ.6000/- ત્રણ સરખા હપ્તામાં DBT દ્વારા લાભાર્થીના ખાતામાં ચૂકવવામાં આવે છે. જેનો પહેલો હપ્તો તા-01/12/2018 થી 31/03/2019 આપેલ હતો.
    • આ યોજનાની અમલીકરણ પધ્ધ્તિ શું છે?
      • PM Kishan યોજનાના અમલીકરણ માટે ખેડૂતની ડેટા એન્‍ટ્રી કરવી. ત્યારબાદ એકરારનામું, ગ્રામસભામાં મંજૂરી, ગ્રામસભામાં મંજૂરીના આધારે પોર્ટલ પર યાદીને આખરી કરવાની રહેશે. ત્યારબાદ યાદીનું સબમિશન થશે જેનું જિલ્લા કક્ષાએથી યાદીનું ભારત સરકારશ્રીના પોર્ટલમાં સબમિશન કરવવાનું રહેશે. પછી તેને રાજ્ય કક્ષાએથી યાદી ભારત સરકારશ્રીના પોર્ટલમાં સબમિશન કરવાનું રહેશે.
    • આ યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવી?
      • PM Kisan Sanman Nidhi Yojana નો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીએ https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    • આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે.
      • આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ કક્ષાએ વિલેજ કોમ્પ્યુટર એન્‍ટરપ્રિનીયોર(VCE) મારફતે ઓનલાઈન કરવાની રહેશે.
    •  યોજનાનો લાભ લેવા માટે ખેડુતે ક્યા-ક્યા ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.
      • PM-Kisan samman nidhi નો લાભ લેવા માટે જમીન ધરાવતા હોય તેની વિગતો, 7/12 અને 8-અ નો ઉતારા, આધારકાર્ડ, મોબાઈલ નંબર, બેંક એકાઉન્‍ટની વિગતો વગેરે
    • ઓનલાઈન અરજી કર્યા બાદ લાભાર્થીએ શું કરવાનું રહેશે?
      • PM Kisan Online અરજી સબમિટ કર્યા બાદ લાભાર્થીએ ફોર્મ અને એકરારનામાની પ્રિન્‍ટ લઈને સહી કર્યા બાદ, ડોક્યુમેન્‍ટ સાથે નજીકના ડેટા એન્‍ટ્રી કેન્‍દ્ર તથા તલાટીને પાસે જમા કરવાના રહેશે.
    • PM Kisan Beneficiary Status મોબાઈલ દ્વારા ચેક થઈ શકે?
      • હા, ખેડૂત લાભાર્થી દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ સફળતાપૂર્વક ભારત સરકાર દ્વારા મંજુર કરેલ છે કે નહીં તે મોબાઈલ દ્વારા જાણી શકાય છે. લાભાર્થી દ્વારા અરજીની સ્થિતિ જાણવા માટે ભારત સરકાની વેબસાઈટ પરથી જાણી શકાશે, તેમ છતાં આ વેબસાઈટમાં Direct Links To Check PM Kisan Beneficiary Status આપેલી છે જેના પર ક્લિક કરીને જાણી શકાશે.
    • યોજના અંતર્ગત પીએમ કિસાનના જમા થયેલ સહાય ઘરે બેઠા પોતાના મોબાઈલથી જાણી શકાય?
      • PM Kisan Status Check 2021 9th Installment List પોતાના મોબાઈલ દ્વારા જાણી શકાય છે. જેના માટે અધિકૃત વેબસાઈટ અને આ વેબસાઈટની સીધી link પરથી જાણી શકાશે.

    11 thoughts on “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2021 | PM Kisan Samman Nidhi Yojana”

    Leave a Comment