WhatsApp ગ્રૂપમાં જોડાવો!
PM Kisan Samman Nidhi Beneficiary List 2023: આ ખેડૂત લાભાર્થીઓને આગામી 14 મા હપ્તાની સહાય મળશે નહિં- તમારું નામ તો નથી, તે ચેક કરો.

PM Kisan Samman Nidhi Beneficiary List 2023: આ ખેડૂત લાભાર્થીઓને આગામી 14 મા હપ્તાની સહાય મળશે નહિં- તમારું નામ તો નથી, તે ચેક કરો.

PM Kisan Samman Nidhi Beneficiary List 2023: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટેની યોજના છે. કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ અત્યારે સુધી 13 હપ્તા સુધી ચૂકવણી કરી દીધી છે. આ યોજના હેઠળ 14 મા હપ્તા માટે 2-2 હજાર રૂપિયા દર ચાર મહિને આપવામાં આવે છે. આવનારા સમયમાં પીએમ કિસાન યોજનાનો 14 મો હપ્તો જાહેર કરવામાં આવશે. પરંતુ આ પહેલા સરકારે પીએમ કિસાન યોજનામાંથી જે લોકોને ખોટી રીતે યાદીમાં સામેલ થયેલ છે. તેમને બાકાત કરવાની ઝુંબેશ હાથ ધરેલ છે. અયોગ્ય લાભાર્થીઓની ચકાસણી કરવામાં આવી રહી છે.

PM Kisan Samman Nidhi Beneficiary List 2023

        આ યોજના હેઠળ જમીન ધરાવતા ખેડૂતોને લાભ આપવામાં આવે છે. ખેડૂતોની જમીનની ચકાસણી દરમિયાન KYC જમા કરવાની હોય છે. જે અરજદારો KYC માં PM Kisan Samman Nidhi Yojana ની શરતોને પૂર્ણ કરતા નથી. તેઓને લાભાર્થીની યાદીમાંથી બાકાત રાખવામાં આવી રહ્યા છે. આવા અયોગ્ય લાભાર્થીઓને નોટિસ પણ મોકલવામાં આવી રહી છે, આ યોજનામાંથી અત્યાર સુધી લેવામાં આવેલા તમામ હપ્તાની સહાય પરત ન કરવા બદલ, વસૂલાત જારી કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે.

Highlight Point

યોજનાનું નામપીએમ કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલનું નામPM Kisan Samman Nidhi Beneficiary List 2023: આ ખેડૂત લાભાર્થીઓને આગામી 14 મા હપ્તાની સહાય મળશે નહિં- તમારું નામ તો નથી, તે ચેક કરો.
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક સહાય કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીને સહાય મળે?દેશના પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો
કેવી રીતે ચેક કરી શકાય?ઓનલાઈન પદ્ધતિ દ્વારા
PM e-Kyc Direct New Linkse-KYC Process
Official WebsitePM Kisan Portal

Read More: SBI E-Mudra Loan Apply Online 2023: રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.


અત્યાર સુધીમાં લાખો લોકોના અયોગ્ય નામો બહાર આવ્યા છે?

            સરકાર છેલ્લા ઘણા મહિનાઓથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓના ખેડૂતોની ચકાસણી અભિયાન ચલાવી રહી છે. અગાઉ પણ લાખો અયોગ્ય લોકોને યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા અને રિકવરી માટે નોટિસ મોકલવામાં આવી હતી. અત્યાર સુધીમાં સૌથી વધુ 21 લાખ લોકોના નામ એકલા ઉત્તર પ્રદેશમાંથી બહાર આવ્યા હતા, જેમણે ખોટો ફાયદો ઉઠાવ્યો હતો. આ સિવાય અન્ય ઘણા રાજ્યોમાં લાખો લોકોના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.


Read More: વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023


PM Kisan Yojana E-KYC કાર્યવાહી પૂર્ણ કરાવો

        ખેડૂત તરીકે આ યોજનાનો લાભ મેળવતા હોવ તો, અવશ્ય તમારું ઈ-કેવાયસી કરાવી લેવું જોઈએ. ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહિં કરાવો તો ખાતામાં 14 મો હપ્તો મોકલવામાં આવશે નહીં. આ માટે, તમારે PM કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ pmkisan.gov.in પર જવાનું રહેશે. તમારું નામની ખરાઈ કરવી પડશે. ત્યારબાદ તમારા e-KYC Document વેબસાઇટ પર જ અપલોડ કરવા પડશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પણ, જો કોઈ સમસ્યા હોય, તો તમે pmkisan-ict@gov.in ઈમેલ આઈડી અથવા PM Kisan Yojana Helpline Number પર સંપર્ક કરી શકો છો . આ હેલ્પલાઇન નંબરો 155261 અથવા 1800115526 (Tollfree) અથવા 011-23381092 છે.


PM Kisan Samman Nidhi Beneficiary List 2023

કેવી રીતે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી જોવી? |  PM Kisan Samman Nidhi Beneficiary List 2023

            PM-Kisan Portal પર પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી ઓનલાઈન મુકાય છે. આ ખેડૂત લાભાર્થીઓની યાદી Beneficiary List પોર્ટલ વખતોવખત અપલોડ થાય છે. આ યાદી મોબાઈલ દ્વારા કેવી રીતે ચેક કરવી, તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં તમારા કોમ્પ્યુટર કે મોબાઈલમાં Google Search  માં “પીએમ કિસાન” ટાઈપ કરો.
  • જેમાં PM-Kisan Yojana ની Official Website ખૂલશે.
  • હવે તેના હોમ પેજ પર “Farmers Corner” નામનું મેનુ દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે Farmer Corner માં દેખાતા “Beneficiary List”  પર ક્લિક કરો.

PM Kisan Beneficiary List

  • હવે Beneficiary List”   ક્લિક કરતાં એક નવો વિન્‍ડો ખૂલશે.
  • આ નવા પેજમાં રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • છેલ્લે, તમામ માહિતી પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો.

Read More: ખેડૂતોને ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે રૂ. 3 લાખની સહાય મળશે. । Dragon Fruit Farming Scheme


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.    પીએમ કિસાન યોજના માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ: પીએમ કિસાન યોજના માટે https://pmkisan.gov.in/ નામની અધિકૃત વેબસાઈટ છે.

2.    PM Kisan Yojana અંર્તગત કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ:    પીએમ કિસાન યોજના હેઠળ દર ચાર મહિને રૂ.2000/- ની સહાય આપવામાં આવે છે. વાર્ષિક કુલ રૂ.6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.

3.    PM Kisan Samman Nidhi Yojana હેઠળ લાભાર્થીઓને સહાય મળે છે કે નહીં તે કેવી ચેક કરી શકાય?

જવાબ: PM Kisan Samman Nidhi Beneficiary List 2023 દ્વારા સહાય મળશે કે નહિં? તે વિગતો જાણી શકશે.

Leave a Comment

close button