Advertisement
PM Kisan Yojana Update 2022 | પીએમ કિસાન યોજના | PM Kisan Yojana KYC Update 2022 |
Advertisement
પીએમ કિસાન યોજના ના સમાચાર
મિત્રો આપણો દેશ ખેતીપ્રધાન છે. ખેડૂતોનો વિકાસ થશે તો દેશનો પણ વિકાસ ઝડપથી થશે. આ બાબતને ધ્યાનમાં રાખીને કિસાનો માટે વિવિધ યોજનાઓ અમલી બનાવેલ છે. PM Kisan Samman Nidhi Yojana હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં 2000 જમા કરવામાં આવે છે. ભવિષ્યમાં જુલાઈ થી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં 12 માં હપ્તાના પૈસા જમા કરવામાં આવશે. સૂત્રો મુજબ એવું પણ જાણવા મળેલ છે કે, સપ્ટેમ્બરન અંત સુધીમાં કિસાન સન્માન નિધિ મળી શકે છે.
PM Kisan Yojana kYC Latest Update 2022
ભારત સરકાર દ્વારા દેશના કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક રૂપિયા 6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સન્માન રકમથી ખેડૂતોને ઘણો બધો લાભ પણ મળે છે. ગઈ 31 May 2022 માં સરકાર દ્વારા કિસાનોને બે હજાર રૂપિયાનો 11 મો હપ્તો જમા કરાવામાં આવેલ છે. હવે ખેડૂતોને 12 હપ્તા માટે રાહ જોવાની રહેશે.
દર ચાર મહિને આપવામાં આવે છે 2000 નો હપ્તો
પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને દર ચાર મહિને, સીધા એમના બેંક ખાતામાં બે હજાર રૂપિયા જમા કરવામાં આવે છે. હવે, ખેડૂતોને જુલાઈ થી સપ્ટેમ્બર સુધીના સમયગાળાના 12 માં હપ્તાના પૈસા આપવામાં આવશે.
આગામી 12 હપ્તાનો લાભ લેવા માટે આ કામ ફરજિયાતપણે કરવું.
PM Kisan Yojana નો લાભ લેવા માટે e-KYC કરવું ખૂબ જ જરૂરી છે. જો ઈ-કેવાયસી નહીં કરાવેલ હોય તો આગામી 12 માં હપ્તાના રૂપિયા મળશે નહીં. જેથી દેશના તમામ કિસાનોઓએ પોતાનું e-KYC કરી લેવું જોઈએ. જેની તારીખ વધારીને 31 July કરવામાં આવેલ છે.
વધુમાં, આ યોજનાનો ખોટો લાભ લેનાર લાભાર્થીઓને નોટીસ પણ આપવામાં આવી રહી છે. એમને ઝડપથી પૈસા પાછા આપવા માટે જાણ કરવામાં આવેલ છે.
Highlight of PM Kisan Yojana 2022
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
યોજનાની પેટા માહિતી | પીએમ કિસાન ઈ–કેવાયસી |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ | દેશના ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/– ની આર્થિક મદદ |
યોજના હેઠળ મળવાપાત્ર લાભ | ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની સીધી બેંક ખાતામાં સહાય મળે છે. |
Official Website | Click Here |
Read More:- સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2022 For ST
Also Read More:- PM Kusum Yojana In Gujarati | પીએમ કુસુમ યોજના
Also Read More:- મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
પીએમ કિસાન ekyc માટે નવી લિંક જાહેર થયેલ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાનો જાતે ekyc કરી શકે તે ખૂબ જરૂરી છે. ભારત સરકાર દ્વારા PM Kisan ekyc માટે નવી લિંક જાહેર કરવામા આવેલ છે. જેમાં જઈને ઘરે બેઠા જાતે પોતાના મોબાઈલ કે લેપટોપ દ્વારા ઈ-કેવાયસી કરી શકે છે. જે નીચે મુજબ પ્રોસેસ આપેલી છે.
● સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google Chorme માં PM Kisan ટાઈપ કરવાનું રહેશે.
● જેમાં ગુગલ સર્ચ રિઝલ્ટમાં ઘણા બધા પરિણામ બતાવશે.
● જેમાં PM Kisan Yojana ની અધિકૃત વેબસાઈટ ખૂલવાની રહેશે.
● આ ઓફિશિયલ વેબસાઈટમાં હોમ પેજ પર Farmer Corner માં જઈને e-KYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ, વેબસાઈટ પર નવું પેજ ખુલશે જેમાં OTP Based Ekyc કરી શકો છો.
● જે કિસાનનું PM eKYC કરવાનું હોય તેનો આધારકાર્ડ નંબર નાખીને Search બટન પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ ખેડૂતને Aadhar Cardમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે નાખવાનો રહેશે.
● જેમાં Aadhaar Registered Mobile નાખ્યા બાદ “Get Mobile OTP” પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ રજીસ્ટર થયેલા Mobile પર OTP આવશે જેને દાખલ કરવાનો રહેશે.
● Aadhaar Registered Mobile નો OTP દાખલ કર્યા બાદ ફરીથી, જે મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક થયેલો હશે તેના પર OTP આવશે, જે દાખલ કરીને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
● છેલ્લે, EKYC is Sucessfully Submitted. એવું મેસેજ આવશે.જેથી તમારું સફળતાપૂર્વક ઈકેવાયસી થઈ ગયેલ હોય તે જણાવશે.
પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઈન નંબર
PM Kisan Yojana Toll Free Number | 011–24300606 |
પીએમ કિસાન હેલ્પલાઈન નંબર | 155261 |
પીએમ કિસાન યોજના ઈમેઈલ આઈડી | pmkisan-ict@gov.in |
Read More: માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2022 Online Form
Also Read More:- UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો
FAQ
PM Kisan Yojana માં Ekyc એ Aadhar Verify ની પ્રક્રિયા છે.
દેશના કિસાનો માટે PM Kisan Yojana Beneficiary Status જણાવા માટે પીએમ કિસાન યોજના પરથી ઓનલાઈન ચેક કરી શકે છે.
અધિકૃત વેબસાઈટની સલાહ: તમને તમારા મોબાઇલ નંબરનું KYC પૂર્ણ કરવાનું કહેતા ફ્રોડ સંદેશાઓથી સાવધાન રહો. ઈમેલ અથવા SMS દ્વારા મળેલી શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં. OTP અને અન્ય નાણાકીય માહિતી જેવી ગોપનીય માહિતીની ચોરી કરવા માટે છેતરપિંડી કરનારાઓ તમારા ઉપકરણને પ્રતિબિંબિત કરી શકે છે.