વર્તમાન ભારત સરકાર ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બનાવે છે. અને યોજના થકી સીધી આર્થિક સહાય આપે છે. ખેડૂતો માટે PM Kisan Yojana બનાવવામાં આવેલ છે. આ યોજના આખા વિશ્વની પ્રચલિત યોજના છે. પીએમ કિસાન યોજના દ્વારા ખેડૂતોને DBT (Direct Benefit Transfer) દ્વારા વાર્ષિક રૂપિયા 6000/- સહાય આપવામાં આવેલ છે.
હમણાં ૨૮ ફેબ્રુઆરી 2023 ના રોજ 13 મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. જે લાભાર્થીઓને સહાય જમા થઈ નથી તેઓ PM Kisan e-KYC કરાવી દેવું. વધુમાં પીએમ કિસાન યોજના હેઠળ 13 મા હપ્તાની સહાય ચેક કરવા માટે PM Kisan Yojana List 2023 ઓનલાઈન મૂકાયેલ છે. જેની માહિતી આજે આપણે આ આર્ટિકલ દ્વારા મેળવીશું.
PM Kisan Yojana List 2023
PM Kisan Yojana નો લાભ આપવા માટે PM Kisan પોર્ટલ બનાવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે Online Registration કરાવવાનું હોય છે. જેમાં સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થયા બાદ તેનું PM Kisan Yojana List ઓનલાઈન મૂકાય છે. આ યાદીમાં સમાવેશ થયેલ તમામ ખેડૂતોને સહાય મળે છે. આ યોજના હેઠળ દર ત્રણ માસે 2000/- ની સહાય આપવામાં આવે છે. કુલ મળીને ખેડૂતોના એકાઉન્ટમાં વાર્ષિક રૂ.6000/- ની સહાય DBT દ્વારા ચૂકવાય છે.
Important Point
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
આર્ટિકલનું નામ | PM Kisan Yojana List 2023 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતોને ખેતી કરવા માટે અને સીધી આર્થિક સહાય આપવી |
કોણે સહાય મળે?લાભાર્થી | આ યોજનાની પાત્રતા ધરાવતા તમામ કિસાનો |
કેવી રીતે ચેક કરી શકાય? | ઓનલાઈન પદ્ધતિ દ્વારા |
PM Kisan Installment | 13 th Installment |
PM e-Kyc Direct New Links | e-KYC Process |
Official Website | https://pmkisan.gov.in/ |
આ પણ વાંચો: BOB e-Mudra Loan Apply Online કરીને રૂપિયા 50000/- ની લોન મેળવો.
ખેડૂતો માટે મહત્વનો મેસેજ
પીએમ કિસાન યોજના એ આખા વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજના તરીકે નામના મેળવી છે. PM Kisan 13th Installment ની સહાય જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ 13 મા હપ્તાના કુલ 8 કરોડ ખેડૂત પરિવારો આપવામાં આવી. આ સહાય કુલ 16 હજાર કરોડ ચૂકવવામાં આવેલ છે.
આ પણ વાંચો: Aadhaar Card Download Online PDF । આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?
13 મા હપ્તાની સહાય કેવી રીતે ચેક કરવી? તેની
PM Kisan Portal પર જે લાભાર્થીઓને મળવાપાત્ર છે, તેવા ખેડૂતોની યાદી Online મૂકાયેલ છે. આ ખેડૂતોની યાદી BENIFICIARY LIST ઓનલાઈન ચેક પણ કરી શકાય છે. પીએમ કિસાન યોજના હેઠળ 13 મા હપ્તાની સહાય કેવી રીતે ચેક કરવી, તેની માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google માં “PM-Kisan” ટાઈપ કરો.
- ત્યારબાદ પી.એમ.કિસાનની Official Website પર જાઓ.
- હવે તેના હોમ પેજ પર “Farmers Corner” દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે Farmer Corner માં દેખાતા “Beneficiary List” પર ક્લિક કરો.
- “Beneficiary List” ક્લિક કરતાં નવું પેજ ખૂલશે.
- આ પેજમાં State, District, Sub-District, Block અને Village પસંદ કરો.
- છેલ્લે, તમામ વિગતો પસંદ કર્યા બાદ “Get Report” પર ક્લિક કરો.
- “Get Report” પર ક્લિક કરતાં જે લાભાર્થીઓ આવશે તેમને 13 મા હપ્તાની મળેલ હશે.
Read More: PAN AADHAAR Link Status Check |પાન કાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિં? તે ચેક કરો.
How to Check PM Kisan Yojana 13th Payment Status
કિસાનોના બેંક એકાઉન્ટમાં DBT Scheme દ્વારા રૂપિયા 2000/- ની સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ 13 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ “PM Kisan Portal” ખોલો.
- જેમાં હોમ પેજ પર “Farmers Corner” માં જાઓ.
- જેમાં “Beneficiary Status” નામનું મેનુ દેખાશે, તેના પર ક્લિક કરો.
- હવે લાભાર્થીનો મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર ત્યાંના બોક્સમાં દાખલ કરો.
- ઉપરની તમામ વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
- છેલ્લે, જો તમારા ખાતામાં સહાય જમા થઈ હશે તો તેની તમામ વિગતો બતાવશે.
Read More: પાન કાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? જાણો પૂરી માહિતી
PM Kisan Yojana નો 13 મા હપ્તાની સહાય બેંક એકાઉન્ટમાં જમા ના થઈ હોય તો શું કરવું?
પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ હોય, અને તેમ છતાં સહાય તમારા બેંક ખાતામાં જમા ના થઈ હોય? તમારે તો શું કરવું? આવો પ્રશ્ન તમારા મનમાં થતો હશે. આ સમસ્યાના સમાધાન માટે તમે સીધા પીએમ કિસાન હેલ્પલાઈન પર ફોન કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા ગ્રામ્ય વિસ્તારમાં આવતા “ગ્રામ સેવક” પાસેથી માહિતી મેળવી શકો છો. PM Kisan Helpline No. નીચે મુજબ આપેલા છે.
સંપર્કની વિગતો | હેલ્પલાઈન નંબર |
PM-Kisan Helpline No. | 155261 / 011-24300606 |
PM Kisan Yojana Toll Free Number | 1800-11-5526 |
PM Kisan Email Id | pmkisan-ict@gov.in |
FAQ
a. ખેડૂતોને લાભ આપવા માટે PM Kisan Yojana માટે https://pmkisan.gov.in/ નામની વેબસાઈટ છે.
a. પીએમ કિસાન યોજના હેઠળ દર ત્રણ માસે રૂ.2000/- ની સહાય આપવામાં આવે છે. વાર્ષિક કુલ રૂ.6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.
a. હા.! બિલકુલ ચેક કરી શકાય. ખેડૂતો PM Kisan Yojana List ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ચેક કરી શકે છે.