શું તમારા એકાઉન્ટમાં પીએમ કિસાન યોજનાના રૂ.2000 જમા થયા નથી?, તો અહિં કોલ કરો.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ત્રણ માસે 2000/- ની સહાય આપવામાં આવે છે. અને વાર્ષિક રૂપિયા 6000/- ની સહાય પણ આપવામાં આવે છે. તાજેતરમાં PM Kisan 13th Installment જાહેર કરવામાં આવ્યો છે. જે ખેડૂતોના ખાતામાં જમા થવાનું ચાલુ થઈ ગયેલ છે. જો જમા ના થયા હોય તો સૌપ્રથમ પીએમ કિસાન ઈ-કેવાયસી કરી લેવું જોઈએ. તેમ છતાં જો રૂપિયા 2000/- જમા ના થયા હોય તો આ આર્ટિકલ તમને મદદ કરશે.
PM Kisan 13th Installment
PM Kisan Yojana હેઠળ 13 મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. આ હપ્તો માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ હપ્તામાં કુલ 8 કરોડ ખેડૂત પરિવારોને લાભ આપવામાં આવેલ છે. જેમાં કુલ 16,000 કરોડ ની આર્થિક સન્માન રાશિ DBT દ્વારા ખેડૂતોના એકાઉન્ટમાં જમા કરવામાં આવેલ છે.
Highlight Point
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 |
આર્ટિકલનું નામ | PM Kisan Yojana Money not Credited in Your Account |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | દેશના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા |
ક્યા લાભાર્થીઓને મળે | દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો |
સહાય જમા થવાની રીત | DBT (Direct Benefit Transfer) |
પીએમ કિસાન યોજનાની સહાય જમા ના થઈ હોય તો તેના માટે સંપર્ક નંબર | 1800115526 |
PM Kisan Helpline Number | 155261 |
PM Kisan Contact Number | 011-23381092 |
અધિકૃત વેબસાઈટ | https://pmkisan.gov.in/ |
Read More: મફત સિલાઈ મશીન યોજના । Free Silai Machine Yojana 2023
ખેડૂતો 13 મા હપ્તાની સહાય જમા થઈ છે કે નહિં? તે ઓનલાઈન ચેક કેવી રીતે કરવું.?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ઓનલાઈન ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.
- સૌપહેલાં Google માં “PM Kisan” ટાઈપ કરો.
- ત્યારબાદ PM Kisan Portal ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- તેના હોમ પેજ પર “Farmers Corner” દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે તેમાં “Beneficiary Status” નામનો વિલક્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
- જેમાં ખેડૂત લાભાર્થીનો પોતાનો રજીસ્ટર મોબાઈલ અને રજીસ્ટ્રેશન નંબર બોક્સમાં દાખલ કરો.
- ઉપરની તમામ વિગતો દાખલ કરીને “Get Data” પર ક્લિક કરો.
- છેલ્લે, જો તમારા એકાઉન્ટમાં પીએમ કિસાન યોજના 13 મા હપ્તાની સહાય જમા થઈ છે કે નહિં તેની તમામ વિગતો બતાવશે.
પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો ખાતામાં જમા ના થયો હોય તો શું કરવું?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા હોવ, અને તેમ છતાં સહાય તમારા એકાઉન્ટમાં જમા ના થઈ હોય? તો શું કરવું? આવા પ્રશ્નો તમારા મનમાં ઉદભવતા હોય છે. આ સમસ્યાના સમાધાન માટે તમે સીધા હેલ્પલાઈન પર ફોન કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે રૂબરૂ તપાસ કરી શકો છો. નીચેની વિગતો નીચેના કોષ્ટકમાં આપેલી છે.
વિગતો | નંબર |
PM Kisan Helpline | 155261 |
PM Kisan Yojana Toll Free Number | 1800-11-5526 |
PM Kisan Email Id | pmkisan-ict@gov.in |
વધુમાં ખેડૂતો પોતાનું PM Kisan e-KYC તાત્કાલિક કરાવી લે. વધુમાં PM-Kisan Portal પર Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana તથા UID Never Enable For DBT In PM Kisan Yojana નામની એરર આવતી હોય તો સુધારી લેવી.
Read More: Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
a. આ યોજનાનો લાભ દેશના નાના અને સીમાંત ખેડૂતોને આપવામાં આવે છે.
a. આ યોજના હેઠળ દર ત્રણ મહિને રૂ.2000/- ની સહાય આપવામાં આવે છે.
a. જો તમારા એકાઉન્ટમાં સહાય જમા ના થઈ હોય તો તેના અધિકૃત ઓફિશિયલ હેલ્પલાઈન પર કોલ કરી શકો છો. તેમજ તમારા જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની રૂબરૂ મુલાકાત કરી શકો છો.