[સોલાર યોજના] PM Kusum Yojana in Gujarati | પીએમ કુસુમ યોજના

Kusum Yojana Online | સોલાર પંપ યોજના 2022 | પીએમ કુસુમ યોજના ઓનલાઇન | PM-Kusum Yojana Online Registration 2022

PM Kusum Yojana 202 દેશના અને રાજ્યના ખેડૂતો માટે નવી યોજના લોન્ચ કરવામાં આવી છે. ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે સૌર ઊર્જા દ્વારા ચાલતા સોલાર પંપની ખરીદી અને ઉપયોગ વધે તે અંત્યત જરૂરી છે. વધુમાં ડીઝલ દ્વારા ચાલતા પંપનો વપરાશ ઘટે તેવા વિશે ઉદ્દેશ્ય સાથે પીએમ કુસુમ યોજના દાખલ કરેલી છે. આ યોજના હેઠળ કિસાનો પોતાની જમીન પર સોલાર પેનલ લગાવી શકે છે. પ્રિય વાંચકો, આજે આર્ટિકલ દ્વારા આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

PM-Kusum Yojana 2022 શું છે?

     કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે આ યોજના લોન્ચ કરવામાં આવેલી છે. પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન હેઠળ, સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ સેટ સબસીડી પર આપવામાં આવશે. જે ખેડૂતોને સિંચાઈમાં મદદરૂપ થશે અને ખેડૂતોને સૌર ઊર્જા પેદા કરવામાં ઉપયોગી થશે. PM-Kusum સૂર્ય ઊર્જાથી સિંચાઈ, ખેડૂતોનું રક્ષણ અને વધારાની કમાણી માટે આ યોજના ઉપયોગી થશે.

Important Point of PM-Kusum Yojana in Gujarati

આર્ટિકલનું નામપ્રધાનમંત્રી કુસુમ યોજના
યોજના ચાલુ થયાનું વર્ષ2022
યોજનાનો ઉદ્દેશ્યસૌર ઉર્જા પેદા કરીને ખેડૂતોને આવકમાં વધારો કરવાનો.
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા ખેડૂતો
શરૂઆત કોના દ્વારા થશે.જે તે રાજ્ય સરકાર
વિભાગકૃષિ અને ઉર્જા વિભાગ
અરજી પ્રક્રિયાઓનલાઈન
Important Point of PM-Kusum Yojana in Gujarati

Read More:- મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

Also Read More:- DGVCL Bill Check Online Payment : તમારું બિલ ચેક કરો.

Also Read More:- અગ્નિપથ યોજના 2022 | Agneepath Yojana In Gujarati

પી.એમ. કુસુમ યોજનાના વિવિધ વિભાગો

       દેશના અને રાજ્યના કિસાનો માટે ઘણી યોજના અમલી બનાવેલ છે. ગુજરાતના ખેડૂતોને યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓના ઓનાલાઈન ફોર્મ ભરાય છે. કુસુમ યોજના અલગ-અલગ વિભાગો પાડવામાં આવેલા છે. જે નીચે મુજબ છે.

PM Kusum Yojana- A

       અન્નદાતા થી ઉર્જાદાતા માટેના આ વિભાગ કાર્યરત છે.

    ● ખેડૂતો પોતાની બિનઉપજાઉ જમીન ઉપર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરીને, કમાણી કરી શકે છે.

    ● આ વિભાગ હેઠળ, ખેડૂતો 25 વર્ષ સુધી સૌરઊર્જા ઉત્પન્ન કરીને વીજ વિતરણ કંપનીને વેચવાની સુવિધા આપવામાં આવે છે.

અન્ય વ્યક્તિના શબ્દો, વિચારો, માહિતી અથવા રચનાત્મક કાર્યનો ઉપયોગ કરવોની મંજૂરી છે, પરંતુ ફક્ત જો તમે મૂળ લેખકને સ્વીકારો અને ક્રેડિટ આપો ત્યાં જ શાખ બાકી છે. જો તમે નહીં કરો, તો તમે તેમના કામની ચોરી કરી રહ્યા છો.

Kusum Yojana-B

   આ વિભાગ હેઠળ ખેડૂતોને આહવાન કરવામાં આવે છે કે, ડીઝલને બદલે સોલાર પંપ સ્થાપિત કરવા કહ્યું છે.

    ● ખેતીવાડી વીજ કનેકશન ન હોય ત્યાં સોલાર પંપ લગાવવા માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે.

    ● ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધીની સબસીડી આપવામાં આવે છે.

    ● આ સબસીડી 75 હો.પા. સુધી મર્યાદામાં આપવામાં આવે છે.

    ● આ વિભાગમાં વન વિસ્તારના ખેડૂતો માટે GERC ના ધોરણો મુજબ, માત્ર ફીકસ્ડ કોસ્ટ મુજબનો ફાળો ભરપાઈ કરવાનો રહેશે.

    ● કૃષિ વીજ જોડાણ માટેની આદિજાતિ (TASP) યોજનાના અરજદારોને કોઈ ફાળો ભરપાઈ કરવાનો રહેશે નહીં.

પીએમ કુસુમ યોજના -સી

      ખેડૂતો માટેની યોજનામાં પીએમ કુસુમ યોજના-સી વિભાગ છે. આ વિભાગમાં બે પેટા વિભાગ છે.

    ● એક વિભાગમાં વ્યક્તિગત સ્તરે પંપ સોલરાઈઝેશન માટેની છે.

    ● જેમાં હયાત ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધી સબસીડી આપવામાં આવશે.

    ● જે 75 હો.પા. સુધી મર્યાદિત રહેશે.

    ● 25 વર્ષ સુધી સ્વ-વપરાશ પછી, વધારાની સોલાર ઉર્જા  વીજ વિતરણ કંપનીને વેચી વધારાની આવક મેળવી શકાશે.

    ● ફીડર લેવસ સોલરાઈઝેશન આ બીજો પેટા વિભાગ છે.

    ● દિવસ દરમિયાન ખેડૂત ભાઈઓને ખેતી કામ માટે પૂરતો વીજપુરવઠો આપવામાં આવે છે.

    ● સસ્તી અને ગ્રીન એનર્જીથી ખેતરોમાં હરિયાળી આવશે, જેથી ખેડૂતોમાં ખુશહાલી આવશે.

લખાણ ચોરી કરતા હોય તેમના માટે:તમે મારું લખાણ & માહિતીની ચોરી કરી શકશો, પરંતુ મારા આગળના વિચારોને નહીં.

Required Documents for PM Kusum Yojana

    પીએમ કુસુમ યોજના 2022 હેઠળ ખેડૂતોને લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.

    ● ખેડૂતનું આધારકાર્ડ

    ● બેંક ખાતાની પાસબુક

    ● જમીનની 7/12 & 8-અ ની નકલ

    ● Declaration Form

Read More:- માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2022 Online Form

Also Read More:- PGVCL Bill Check Online | પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ

Also Read More:- E Samaj Kalyan Portal Yojana List 2022 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલની યોજનાઓની યાદી

પીએમ કુસુમ યોજના ઓનલાઇન | PM-Kusum Yojana Online Registration 2022
Image of PM Kusum Yojana in Gujarati

PM Solar Panel પર 90 ટકા સુધી વળતર

    પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતો સૌર ઊર્જા ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન પર Solar Panel લગાવવા માટે ફક્ત 10 ટકા રકમ ભરવાની રહેશે. રાજ્ય સરકારો અને ભારત સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં 60 % સુધી સબસીડીની રકમ આપે છે. જેમાં કેન્દ્ર અને રાજ્યો તરફથી સમાન યોગદાન આપવાની શરત સામેલ છે. વધુમાં, બેંક તરફથી 30 ટકા ફી લોનની જોગવાઈ છે. આ લોનને ખેડૂતો તેમની આવકમાંથી સરળતાથી ભરી શકે છે.

કુસુમ યોજના માટે નોંધણી

     દેશમાં ઘણા રાજ્યમાં પાણીની ખૂબ તંગી હોય છે. જેથી ઉનાળામાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ પણ ઓએડા થાય છે. જેના કારણે ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી કુસુમ યોજના શરૂ કરેલી છે.

    ● આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને મફત વીજળી આપવાનો છે.

    ● કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતીમાં સિંચાઈ કરવા માટે, સોલાર પેનલની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

    ● આ યોજના હેઠળ ખેડૂતોને ડબલ લાભ થશે અને પોતાની આવકમાં નોંધપાત્ર વધારો થશે.

    ● ખેડૂતો દ્વારા વધુ વીજળી ઉત્પાદન થશે તો તેને વીજ કંપનીઓના ગ્રીડમાં મોકલવામાં આવશે.

    ● કેન્દ્ર સરકારની કુસુમ યોજના વિશે વધુ માહિતી માટે https://mnre.gov.in/ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.

પીએમ કુસુમ હેલ્પલાઈન નંબર

        આ યોજનાની વધુ માહિતી માટે નજીકની વીજ કંપનીની ઓફિસ ખાતે રૂબરૂ મુલાકાત લઈને મદદ મેળવી શકો છો. તેમ છતાં નીચેની હેલ્પલાઈન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.

અધિકૃત વેબસાઈટClick Here
પીએમ કુસુમ હેલ્પલાઈન નંબર

Gujarat Vij Company List

ગુજરાત રાજ્યમાં 5 કંપનીઓ વીજ પૂરવઠાનું વિતરણ કરે છે. જે નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.

Gujarat Vij Company List  Website Links
Uttar Gujarat Vij Company Limited (UGVCL)Click Here
Madhya Gujarat Vij Company Limited (MGVCL)Click Here
Pakshin Gujarat Vij Company Limited (DGVCL )Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL)Click Here
Torrent powerClick Here
Gujarat Vij Company List

FAQ

પીએમ કુસુમ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?

કુસુમ યોજનાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે.

PM-Kusum Yojana નો ઉદ્દેશ્ય શું છે?

ખેડૂતોને સૌર ઉર્જા ઉત્પાદન કરતા તથા ખેડૂતોની આવક બમણી કરવા માટે આ યોજના અમલી બનાવેલ છે.

ખેડૂતોને કેટલા હો.પા. મર્યાદામાં સોલાર પંપના મળવા પાત્ર થાય?

આ યોજના હેઠળ 75 હો.પા. સુધી મર્યાદામાં સોલાર પંપ મળવાપાત્ર થશે.

મિત્રો, તમને આ યોજનાનો આર્ટિકલ ગમ્યો હોય તો SHare કરજો, Like કરજો અને જો તમે વિવિધ યોજનાના ઓનલાઈન અરજી કરવા માંગત હોવ તો અમારા “Cyber Cafe Near Me” પેજની ચોક્ક્સ મુલાકાત લેજો અને જો કોઈ પ્રશ્ન હોય તો અમને Contact Us માં પૂછજો. આભાર

4 thoughts on “[સોલાર યોજના] PM Kusum Yojana in Gujarati | પીએમ કુસુમ યોજના”

Leave a Comment