WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Post Office Monthly Income Scheme - MIS | પોસ્ટ ઓફિસની માસિક

Post Office Monthly Income Scheme – MIS ।પોસ્ટ ઓફિસની માસિક આવકની સ્કીમ

Short Brief: MIS Post Office Monthly Income Scheme | પોસ્ટ ઓફિસની દર માસિક આવકની સ્કીમ । How to Open MIS Post Office | Monthly Income Scheme | Post Office Saving Scheme

દેશમાં બચત માટે અલગ અલગ યોજનાઓ ચાલે છે. જેમ કે સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્‍શન યોજના, LIC ની વિવિધ સ્કીમો, કિસાન માન-ધાન યોજના વગેરે. રાષ્ટ્રના નાગરિકો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સલામત સ્થળે રોકાણ કરવું ખૂબ અગત્યનું છે. આજે અમે તમને Post Office Monthly Income Scheme – MIS  એવી સ્કીમ વિશે જણાવીશું, જ્યાં રોકાણ કરવાથી તમને અન્ય વિકલ્પો કરતા વધારે નફો મળશે.

MIS Post Office Monthly Income Scheme

ભારતીય ટપાલ વિભાગની આ સ્કીમ છે. આ યોજના તમારી બચત મૂડીને સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત, તમને તેના દ્વારા દર મહિને સારી આવક પણ થાય છે. પોસ્ટ ઓફિસની માસિક આવક સ્કીમ (POMIS)એ રોકાણના શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે. MIS એવી સ્મોલ સેવિંગ યોજના છે, જેમાં તમારા રૂપિયાનું રોકાણ કરવા પર તમને દર મહિને કમાણી મળતી રહે છે. પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં એકવાર રોકાણ કરવાથી તમને દર મહિને વ્યાજ મળે છે.

આ સ્કીમનો ભારતના કોઈપણ નાગરિક લાભ લઇ શકે છે અને તમારી થાપણ હંમેશા સલામત રહે છે. તેમાં તમને Bank FD અથવા ડેટ ઈન્સ્ટુમેન્ટ કરતાં વધુ સારું વળતર મળે છે. તમે દર મહિને નિશ્ચિત આવક મળતી રહે છે અને તે બાદ યોજના પૂરી થતાં તમને તમારી તમામ મૂડી પરત મળે છે, જેને તમે ફરીથી આ યોજનામાં રોકાણ કરીને માસિક આવક મેળવી શકો છો.


Highlights of MIS

આર્ટીકલનું નામપોસ્ટ ઓફિસની માસિક આવકની સ્કીમ
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટીકલનો હેતુંબચત સાથે માસિક આવક
વિભાગનું નામભારતીય પોસ્ટ વિભાગ
યોજનાનું નામPost Office Monthly Income Scheme (MIS)
કેટલો વ્યાજદર મળે?માસિક 6.6 ટકા વ્યાજ
આ યોજનામાં વ્યાજ ગણતરી
કેવી રીતે ગણાય?
માસિક
પોસ્ટ ઓફિસ સત્તાવાર
વેબસાઈટ
Click Here
Home PageClick Here
Highlights

Read More: ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરો. । PF Balance Balance Without Internet

Also Read More: Pradhan Mantri UJALA Yojana 2022 |પ્રધાનમંત્રી ઉજાલા યોજના ગુજરાત

Also Read More: ખેડૂતોને વાહન ખરીદવા કિસાન પરિવહન યોજના હેઠળ રૂપિયા 75,000 મળશે સહાય 


પોસ્ટ ઓફિસની માસિક આવકની યોજના

        ભારતીય પોસ્ટ નાગરિકોને માસિક આવક મેળવવા માટે આ યોજના (MIS)  ઓફર કરે છે, જે રોકાણકારોને નિયમિત માસિક પેન્શન સુનિશ્ચિત કરે છે. આ ચોક્કસ યોજનામાં એક સાથે એક જ રકમનું રોકાણ કરવાની જરૂર છે. લોકપ્રિય યોજનામાં રોકાણ પણ પાકતી મુદતના લાભો આપે છે. આ યોજના હેઠળ તમે વ્યક્તિગત ખાતું અથવા સંયુક્ત ખાતું ખોલાવી શકો છો.

પોસ્ટ ઓફિસમાં રૂપિયા 1000 ની રકમ સાથે ખાતું ખોલાવી શકાય છે અથવા 100 ના ગુણાંકમાં રૂપિયા કરી શકાય છે. એક વ્યક્તિ એક જ ખાતામાં 4.5 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 9 લાખ જમા કરાવી શકે છે. ખાતું ખોલવાની તારીખથી પરિપક્વતા સુધી એક મહિના પૂર્ણ થયા બાદ વ્યાજ ચૂકવવામાં આવે છે.

MIS સ્કીમની અગત્યની બાબતો

  • આ યોજનાનો લાભ લેવા માટે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.
  • આ સ્કીમનો લાભ લેવા અરજી ફોર્મ ભરો. અથવા સત્તાવાર વેબસાઈટ પરથી પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરો.
  • તમારે 2 પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ આપવાના રહેશે.
  • આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ અથવા પાસપોર્ટ અથવા મતદાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી કોઈપણ એક ઓળખપત્ર આપવાનું રહેશે.
  • વ્યક્તિએ નોમિનીનું નામ પણ આપવું જોઈએ.
  • આ ખાતું ખોલવા માટે જરૂરી ઓછામાં ઓછા 1000 રૂપિયા છે, જે રોકડ અથવા ચેક દ્વારા ચૂકવી શકાય છે.
  • વધારે માહિતી તમને નજીકની પોસ્ટ ઓફિસમાંથી પણ મળી શક્શે.

આ યોજના હેઠળ કેટલી રકમ જમા કરી શકાય ?

        તમે પોસ્ટ ઓફિસની MIS Scheme માં એક સાથે રકમ જમા કરી શકો છો. તમારા માટે માસિક આવકની વ્યવસ્થા કરી શકો છો. જો તમારું ખાતું સિંગલ છે તો તમે વધુમાં વધુ રૂ. 4.5 લાખ સુધી રકમ જમા કરાવી શકો છો. તે જ સમયે, સંયુક્ત ખાતામાં મહત્તમ 9 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. આ યોજનામાં બાળકોના નામે ખાતું પણ ખોલવામાં આવી શકાય છે. જો કે, આ માટે માતાપિતા અથવા વાલીએ તેની સંભાળ લેવી પડશે. પછીથી, જ્યારે બાળક 10 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તે પોતે જ એકાઉન્ટ ચલાવી શકે છે.

કેવી રીતે 5 હજાર આ યોજના હેઠળ મેળવી શકાય?

આ યોજનામાં રોકાણ પર 6.6% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો તમે એક જ ખાતા હેઠળ રૂ. 4.5. લાખનું રોકાણ કરો છો, તો હવે તમને વર્તમાન વ્યાજના દર પ્રમાણે વાર્ષિક રૂ. 29700 મળશે. બીજી બાજુ, જો તમે સંયુક્ત ખાતા હેઠળ 9 લાખનું રોકાણ કરો છો, તો તમને 59,400 વર્ષનું વ્યાજ મળશે. એટલે કે, દર મહિને 4,950 રૂપિયાનું વળતર મળવાપાત્ર થાય.

પાકતી મુદત

આ યોજના માટે પાકતી મુદત 5 વર્ષ સુધીની છે. 5 વર્ષ પછી તમે ફરીથી આ યોજનામાં તમારી મૂડી રોકાણ કરી શકો છો.

પોસ્ટ ઓફિસની માસિક આવકની સ્કીમમાં ધ્યાનમાં રાખવાની બાબત

        પાકતી મુદત પહેલાં તમારે નાણાં પાછા લેવા હોય, તો આ સુવિધા તમને એકાઉન્ટને 1 વર્ષ પૂર્ણ થવા પર મળે છે. એકાઉન્ટ ખોલવાની તારીખથી 1 વર્ષથી 3 વર્ષ જૂનું એકાઉન્ટ થવા પર તેમાં જમા કરેલી રકમમાંથી 2% બાદ કરીને બાકીની રકમ પાછી મેળવી શકાય છે. જો તમારું એકાઉન્ટ 3 વર્ષથી વધુ જૂનું છે, તો તમને તેમાં જમા થયેલ રકમના 1% કાપીને બાકીની રકમ તમને પાછી આપી દેવામાં આવે છે.


Post Office Helpline

વિભાગ અને મંત્રાલયનું નામભારતીય પોસ્ટ વિભાગ
સરનામુંPostal Directorate
Dak Bhavan
New Delhi
110001
Toll Free Number1800 266 6868
Join with us Whats App GroupClick Here…
Home PageClick Here…
Post Office Helpline

Read More: SBI E-Mudra Loan Apply Online | ઈ-મુદ્રા લોન

Also Read More: PM KUSUM Scheme In Gujarati | પ્રધાનમંત્રી કુસુમ યોજના

MIS Post Office Monthly Income Scheme | પોસ્ટઓફિસની દર માસિક આવકની સ્કીમ
Image of Post Office Monthly Income Scheme – MIS

FAQ’s

MIS Post Office Monthly Income Scheme શું છે ?

પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે. પછી અરજી ફોર્મ નજીકની પોસ્ટ ઓફિસમાંથી પણ મળી શક્શે. જરૂરી કાગળો સાથે જમા કરાવી ખાતુ ખોલાવી શકાય.

MIS સ્કીમ ડીપોઝીટ પર કેટલા ટકા વ્યાજ આપવામાં આવે છે ?

પોસ્ટ વિભાગની વેબસાઈટ અનુસાર હાલ MIS Scheme  પર 6.6 ટકા વ્યાજ આપવામાં આવે છે.

 Post Office Monthly Income Scheme- MIS માં રોકાણ કરવા માટે સેવિંગ ખાતું હોવું જરૂરી છે ?

હા, Post Office Monthly Income Scheme- MIS માં રોકાણ કરવા માટે બચત ખાતું હોવું જરૂરી છે.

MIS Post Office Monthly Income Scheme કેટલા રૂપિયાથી શરૂ કરી શકાય છે ?

દેશના નાગરિકો ઓછામાં ઓછા 1000 રૂપિયાથી શરૂ કરી શકાય છે.


1 thought on “Post Office Monthly Income Scheme – MIS ।પોસ્ટ ઓફિસની માસિક આવકની સ્કીમ”

Leave a Comment

close button