Potato Digger Machine Scheme Gujarat – @ i kedut  | પોટેટો ડીગર યોજના

Gujarat Government Agriculture Scheme | બટાકા કાઢવાનું મશીન સહાય । ikhedut Portal Registration Online | Potato Digger Machine Subsidy Scheme Gujarat | Ikhedut Subsidy Scheme

શાકભાજીઓમાં બટાકાને રાજા કહેવામાં આવે છે. બટાકાની ખેતી દેશના મોટાભાગના રાજ્યમાં થાય છે. બટાકા રવિ સિઝનના પાક  તરીકે ઓળખવામાં આવે છે. બટાકામાં કાર્બોહાઈડ્રેડ, મેગ્નીશિયમ, વિટામીન C, વિટામીન B-6 કેલ્શિયમ, પોટેશિયમ સહિત ઘણા બધા મિનરલ્સ જોવા મળે છે. જેથી બટાકાની ખેતી કરવી તે ઘણી લાભદાયક છે. ગુજરાતમાં બટાકાની ખેતી કરવા ખેડૂતો વધુમાં વધુ પ્રોત્સાહિત થાય તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને સાધન સહાય આપવામાં આવે છે. જેમકે રોટાવેટર સહાય યોજના, કલ્ટીવેટર સહાય યોજના, દવા છાંટવાનો પંપ વગેરે. બટાકાનું ઉત્પાદન વધે તે ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગ દ્વારા પોટેટો ડીગર મશીન યોજના બહાર પાડવામાં આવેલ છે. તો ચાલો Patato Digging Machine Scheme વિશે વિસ્તૃત માહિતી મેળવીશું.

Potato Digger Machine Scheme Gujarat 2022

ગુજરાતના કૃષિ અને સરકાર વિભાગ દ્વારા ખેત ઉત્પાદન વધારવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. ખેતીવાડી વિભાગ દ્વારાએ બટાકાની ખેતી વધુમાં વધુ થાય તે માટે ખેડૂતોને સાધન સહાય આપવામાં આવે છે. Potato Digger Machine Yojana દ્વારા ગુજરાતના ખેડૂતોને બટાકા કાઢવાનું મશીન સબસીડી પર આપવામાં આવે છે.

Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
Join Our WhatsApp Group | Sarkari Yojana Gujarat WhatsApp Group

પોટેટો ડીગર યોજનાનો હેતુ

Kheti Vadi Vibhag દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલી બનાવવામાં આવેલ છે. ગુજરાતમાં ખેડૂતો બટાકાના પાકનું વધુ વાવેતર કરે તે ખૂબ જરૂરી છે. બટાકાની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. બટાકાની ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે પોટેટો ડીગર મશીન સબસીડી પર આપવામાં આવે છે.

Important Point of Potato Digging Machine Scheme

યોજનાનું નામપોટેટો ડીગર યોજના ૨૦૨૨
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા
ખર્ચ ઘટાડવા માટે આધુનિક ઓજાર પર સબસીડી પૂરી પાડવી
લાભાર્થીગુજરાતના જમીન ધારક ખેડૂતોને
સહાયની રકમઆ યોજના હેઠળ અલગ-અલગ સ્કીમમાં જ્ઞાતિવાર
લાભ આપવામાં આવે છે. દા.ત- ટ્રેકટર (35 BHP થી વધ થી ચાલતા
પોટેટો ડીગર માટે કુલ ખર્ચના 50 % અથવા  રૂપિયા 40,000/-  
હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે.
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
ઓનલાઈન અરજી કેવી રીતે કરવીClick કરો.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ21/03/2022

પોટેટો ડીગર યોજનાની પાત્રતા

iKhedut Portal 2022 પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં Potato Digging Machine Scheme માં ખેડૂતોને આધુનિક ખેત ઓજારની ખરીદી પર સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાત રાજયનો વતની હોય અને ખેડૂત હોય તેમને લાભ મળશે.
  • Potato Digging Yojana નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે પોટેટો ડીગર યોજના ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂતોઓએ khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
  • પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.

Potato Digger Machine Yojana  માં મળવાપાત્ર લાભ

Government of Gujarat ની આ સબસિડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ આધુનિક ખેત ઓજારની ખરીદી પર subsidy આપવામાં આવે છે. આ યોજનામાં જ્ઞાતિ અને ટ્રેક્ટરમાં પોટેટો ડીગર મશીનની ક્ષમતા મુજબ લાભ મળવાપાત્ર થાય છે. જે નીચે મુજબ છે.

આ સ્કીમમાં અલગ-અલગ ટ્રેક્ટર અને પોટેટો ડીગર મશીન માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો – ઈ-શ્રમના ફાયદા અને ખેડૂતોએ કેવી રીતે કઢાવવું.

Potato Digger Machine AGR 3 (FM) Scheme & AGR 4 (FM)

  • આ સ્કીમમાં અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટેની છે. આ સ્કીમમાં ટ્રેકટર/પાવર ટીલર 20 BHP સુધીથી ચાલતા હોય એમના માટે છે. આ સ્કીમમાં કુલ ખર્ચના 50 % અથવા રૂ. 30,000/- આ બંનેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • આ ટ્રેકટર 20 થી વધુ અને 35 BHP  સુધીથી ચાલતા  કુલ ખર્ચના 50 % અથવા રૂપિય 40,000/-  હજાર બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • આ ટ્રેકટર 35 BHP થી વધુથી ચાલતા પોટેટો ડીગર મશીનમાં કુલ ખર્ચના કુલ ખર્ચના 50 % અથવા રૂપિયા 40,000 એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
Potato Digger Machine Yojana | Potato Digger Machine Scheme | i kedut  | 
potato harvester Subsidy Scheme in Gujarat | gujarat government agriculture scheme |
Potato Digging Machine Scheme Gujarat

Potato Digging Machine AGR 2 (FM) Scheme & SMAM

  • સામાન્ય ખેડૂતો માટેની આ સ્કીમ છે. આ સ્કીમમાં ટ્રેકટર/પાવર ટીલર 20 B.H.P સુધીથી ચાલતા હોય એમને  કુલ ખર્ચના 40 % અથવા રૂ.24,000 એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
  • આ સ્કીમમાં ટ્રેકટર 20 થી વધુ અને 35 BHP સુધીથી ચાલતા હોય તેમને કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 32,000/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
  • આ સ્કીમમાં ટ્રેકટર 35 BHP થી વધુથી ચાલતા હોય તેમને કુલ ખર્ચના 40 % અથવા રૂપિયા 35,000 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે.
  • અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના,સિમાંત અને મહિલા ખેડૂતો માટે આ સ્કીમમાં લાભ મળશે. જેમાં ટ્રેકટર/પાવર ટીલર 20 BHP સુધી થી ચાલતા હોય એમને કુલ ખર્ચના 50 % અથવા રૂપિયા 30,000/- એ બે માંથી જે ઓછુ હોય તેનો લાભ મળશે.
  • ખેડૂતનું ટ્રેકટર 20 થી વધુ અને 35 BHP સુધીથી ચાલતા હોય એમને કુલ ખર્ચના 50 % અથવા રૂપિય 40,000 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે અને 35 BHP થી વધુ ચાલતા ટ્રેકટર માટે કુલ ખર્ચના 50 % અથવા રૂપિયા 40,000 આ  બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.

આ પણ વાંચો – ખેડૂત લક્ષી યોજનાની માહિતી

Required Document Of Potato Digger Machine Scheme Gujarat  2022

ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. પોટેટો ડીગર યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  • ખેડૂતની જમીનની નકલ 7-12
  • એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  • એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

આ પણ વાંચો- તાડપત્રી સહાય યોજના

Online Apply Potato Digger Machine Scheme Gujarat 2022

ખેડૂતોને ટ્રેક્ટર આધારિત ચાલતા પોટેટો ડીગર મશીન સહાય મળશે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે I kedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર સાહસિક પાસેથી Online Arji કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

  • ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
ikhedut Portal 2022 | આઈ ખેડૂત પોર્ટલ | i kedut | 
potato digging machine scheme gujarat government
Gujarat ikhedut Portal
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “KhetiVadi Ni Yojana” ખોલવીની રહેશે.
  • જેમાં “ખેતીવાડીની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 49 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-22 પર “પોટેટો ડીગ” માં  પર ક્લિક કરવાની રહેશે.

ikhedut portal gujarat 2022 | potato digging machine scheme gujarat | potato digging machine scheme gujarat 2022 | potato digging machine scheme gujarat pdf
Image Credit :- Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
  • જેમાં પોટેટો ડીગર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
i kedut | 
potato digging machine scheme gujarat government | Potato Digger Machine Scheme Gujarat |  પોટેટો ડીગર યોજના | Ikhedut Portal Online
Image Credit :- Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
ikhedut | Potato Digger Machine Scheme Gujarat |  પોટેટો ડીગર યોજના | Potato Machine Scheme | agriculture Machine subsidy in gujarat
Image Credit :- Government Official Website (https://ikhedut.gujarat.gov.in/)
  • ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Ikhedut Empanelled Vendors

Agriculture, Farmers Welfare & Co-Operation Department દ્વારા ખેડૂતોની સુખાકારી માટે ખેડૂત યોજનાઓની ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની ચાલુ કરેલ છે. જેમાં યોજનાની સહાય બાબતે સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ઘણી વિશેષ માહિતી આ પોર્ટલ પર આપેલી છે. જેમાં “એમ્પેનલ્ડ વેન્ડર્સ જોવા” માટેની જે સુવિધા આપેલી છે તે ઘણી બધી સારી સેવા છે. ખેડૂતો એમ્પેનલ્ડ વેન્ડર્સ ઉત્પાદક અને ભાવ પ્રમાણે માહિતી મેળવી શકે છે. આ માહિતી જોવા નીચેના બટન પર ક્લિક કરો.

Ikhedut Portal Status

i-ખેડૂત પોર્ટલ પર અરજીની સેવાઓ ઓનલાઈન થયેલ છે. ખેડૂત લાભાર્થી દ્વારા કરેલી ઓનલાઈન એપ્લિકેશનનું Status જાણી શકે છે. ikhedut Portal status ની સુવિધા દ્વારા પોતાની અરજીની શું સ્થિતી છે તેની માહિતી મેળવી શકે છે. નીચે આપેલા બટન પર ક્લિક કરવાથી માહિતી મળશે.

FAQ’s of Potato Digger Machine Yojana
પોટેટો ડીગર મશીન શું છે?

બટાકાના વાવેતર પછી જમીનની અંદર રહેલા બટાકાને કાઢવા માટેનું મશીન છે.

પોટેટો ડીગર સહાય યોજનાનો લાભ કોણે-કોણે આપવામાં આવે છે?

ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા, અનામત જ્ઞાતિના, સામાન્ય ખેડૂતો અને મોટા ખેડૂતોને પોટેટો ડીગર મશીન સહાયનો લાભ આપવામાં આવે છે.

Potato Digging Machine scheme માં કેટલો લાભ મળે છે?

35 BHP થી વધુ ચાલતા ટ્રેકટર માટે કુલ ખર્ચના 50 % અથવા રૂપિયા 40,000 આ બે માંથી જે ઓછુ હોય તે Potato Digging Machine Scheme માટે લાભ મળે છે.

પોટેટો ડીગર સહાય યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે I-khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

1 thought on “Potato Digger Machine Scheme Gujarat – @ i kedut  | પોટેટો ડીગર યોજના”

Leave a Comment