Short Briefing: પાવર ટીલર ખરીદી સહાય યોજના 2024 | ikhedut Yojana | Power Tiller subsidy In Gujarat | ગુજરાત સબસીડી યોજના | Power Tiller Sahay Yojana Above 8 BHP
Advertisement
પ્રધાનમંત્રી દ્વારા દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતોને સીધી આર્થિક મદદ કરવા માટે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારો પણ અલગ-અલગ યોજનાઓ બહાર પાડતી હોય છે. ગુજરાતમાં ખેડૂતો માટે, પશુપાલકો માટે, બાગાયતી કે મત્સ્ય પાલનની યોજનાઓ ikhedut Portal પર ઓનલાઈન મૂકવામાં આવે છે.
આઈ ખેડૂત પોર્ટલ વિવિધ વિભાગોની યોજનાની માહિતી મુકવામાં આવે છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે વિભાગની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી Power Tiller Sahay Yojana Above 8 BHP સહાય યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
Power Tiller Sahay Yojana 2024 Above 8 BHP
ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ દ્વારા ખેત ઉત્પાદન વધારવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીમાં ઝડપથી પાક ફેરબદલી તથા ખેડાણ માટે ઘણા બધા ખેતીના સાધનો માટે સહાય આપવામાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ દ્વારા પાવર ટીલર સહાય યોજના 8 BHP થી વધુ હેઠળ કેટલી સબસીડી આપવામાં આવે છે?, કયાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે તે વગેરે વિશે માહિતી મેળવીશું.
Highlight Point of Power Tiller Sahay Yojana 2023
યોજનાનું નામ | પાવર ટીલર સહાય યોજના 8 BHP થી વધુ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ | ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા ખર્ચ ઘટાડવા માટે આધુનિક ઓજાર પર સબસીડી પૂરી પાડવી |
લાભાર્થી | ગુજરાતના જમીન ધારક ખેડૂતોને |
સહાયની રકમ | આ યોજના હેઠળ અલગ-અલગ સ્કીમમાં જ્ઞાતિવાર લાભ આપવામાં આવે છે. |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી | Click કરો. |
Advertisement
પાવર ટીલર સહાય યોજનાનો હેતુ
Kheti Vadi Vibhag દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલી બનાવવામાં આવેલ છે. ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડવા, ઝડપથી પાકની ફેરબદલી માટે પાવર ટીલર મશીન માટે સબસીડી આપવાનું નક્કી કરેલું છે.
Read More: Pashu Sanchalit Vavaniyo 2024 | પશુ સંચાલિત વાવણીયો હેઠળ રૂ.10,000/- સુધી સહાય મેળવો.
યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા
iKhedut Portal 2024 પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં Power Tiller Sahay Yojana 2024 Above 8 BHP માં ખેડૂતોને આધુનિક ખેત ઓજારની ખરીદી પર સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- ગુજરાત રાજયનો વતની હોવો જોઈએ.
- રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
- Power Tiller Yojana નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે આ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
- અરજદાર નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
- ખેડૂતોઓએ khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહ
- ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
- પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
Read More: Aadhar Card Loan : ઘરે બેઠા આધાર કાર્ડ દ્વારા રૂપિયા 50,000/- સુધીની લોન મેળવો,અહીંથી અરજી કરો.
પાવર ટીલર સહાય યોજનામાં મળવાપાત્ર લાભ
Government of Gujarat ની આ સબસિડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ આધુનિક ખેત ઓજારની ખરીદી પર subsidy આપવામાં આવે છે. આ યોજનામાં જ્ઞાતિ અને ટ્રેક્ટરમાં પાવર ટીલર સહાય યોજનાની ક્ષમતા મુજબ લાભ મળવાપાત્ર થાય છે. જે નીચે મુજબ છે.
ક્રમ | સ્કીમ | મળવાપાત્ર લાભ |
1 | HRT-14(MIDH-TSP) | અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં 50 ટકા સુધી સહાય, મહત્તમ રૂ. 0.60 લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે |
2 | HRT-2 | સામાન્ય ખેડુતને ખર્ચના 40 ટકા મુજબ રૂ. 0.45 લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે. |
3 | HRT-3(અનુસુચિત જનજાતિ માટે ) | અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં 50 ટકા સુધી સહાય, મહત્તમ રૂ. 0.60 લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે. |
4 | HRT-4(અનુસુચિત જાતિ માટે ) | અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં 50 ટકા સુધી સહાય, મહત્તમ રૂ. 0.60 લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે. |
5 | HRT-9 | સામાન્ય ખેડુતને ખર્ચના 40 ટકા મુજબ રૂ. 0.45 લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે. |
6 | HRT-13(MIDH-SCSP) | અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં 50 ટકા સુધી સહાય, મહત્તમ રૂ. 0.60 લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે. |
Read More: Khetiwadi Yojana Gujarat 2024 List : ખેતીવાડી ની યોજનાઓની યાદી ૨૦૨૪ મેળવો.
Required Document Of Power Tiller Sahay Yojana Above 8 BHP| ક્યાં-ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ?
ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. પાવર ટીલર સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
- અરજદાર ખેડૂતની જમીનની નકલ 7-12
- એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
- એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
- ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
Read More: Tadpatri Sahay Yojana 2024 | તાડપત્રી સહાય યોજના હેઠળ રૂ.1875/- ની સહાય મળશે.
How To Online Apply Power Tiller Machine Scheme Gujarat 2023 | કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?
ખેડૂતોને ટ્રેક્ટર આધારિત ચાલતા પાવર ટીલર મશીન સહાય મળશે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે Ikedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર સાહસિક પાસેથી Online Arji કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.
- ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
- Google Search પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજના” ખોલવીની રહેશે.
- જે ખોલ્યા બાદ વર્ષ-2024-25 ની કુલ 45 યોજનાઓ બતાવશે.
- જેમાં ક્રમ નંબર-14 પર “પાવર ટીલર (૮ BHP થી ઓછા)” માં પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં પાવર ટીલર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Ikhedut Portal Status । કેવી રીતે સ્થિતિ જોવી?
i-ખેડૂત પોર્ટલ પર અરજીની સેવાઓ ઓનલાઈન થયેલ છે. ખેડૂત લાભાર્થી દ્વારા કરેલી ઓનલાઈન એપ્લિકેશનનું Status જાણી શકે છે. “અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો” ની સુવિધા દ્વારા પોતાની અરજીની શું સ્થિતી છે તેની માહિતી મેળવી શકે છે.
Follow us
Whats App Group | Click Here |
Telegram Channel | Click Here |
Facebook Page | Click Here |
Twitter Page | Click Here |
Home Page | Click Here |
Read More: રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.
જવાબ: ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા, અનામત જ્ઞાતિના, સામાન્ય ખેડૂતો અને મોટા ખેડૂતોને પોટેટો ડીગર મશીન સહાયનો લાભ આપવામાં આવે છે.
જવાબ: સામાન્ય ખેડુતને ખર્ચના 40 ટકા મુજબ રૂ. 0.45 લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય અને અનુ. જન જાતિ/ અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં 50 ટકા સુધી સહાય મળવાપાત્ર થાય છે.