WhatsApp ગ્રૂપમાં જોડાવો!
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 | Pradhan Mantri Kisan Samman Nidhi Yojana in Gujarati

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 | pradhan mantri Kisan Samman Nidhi Yojana in gujarati

Short Briefing: પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ | PM Kisan Samman Nidhi Yojana Beneficiary List 2023 | PM Kisan beneficiary status 2023 list |પીએમ કિસાન યોજના 2023 | PM Kisan Samman Nidhi Yojana Form in Gujarat

કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમ કે કિસાન માન-ધાન યોજના, ખેડૂત પેન્‍શન યોજના વગેરે. ગુજરાત સરકાર દ્વારા તો ikhedut Portal બનાવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. પરંતુ આજે આપણે Pradhan Mantri Kisan Samman Nidhi Yojana in Gujarati વિશે વિગતવાર માહિતી મેળવીશુંં.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના દ્વારા આર્થિક રીતે નબળાં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અતંગર્ત નાના અને સીમાં ખેડૂતોને  લાભ આપવામાં આવે છે, જેથી ખેડૂત ભાઈઓ સારી ગુણવત્તાના બિયારણ અને ખાતરીની ખરીદી કરી શકે. આ યોજના હેઠળ પીએમ કિસાન યોજના 13 મા હપ્તા સુધી સહાય ચૂકવણી કરવામાં આવેલ છે. આગામી 14 મા હપ્તાની સહાય ચૂકવણી માટે તૈયાર પણ ચાલુ કરવામાં આવી રહી છે.

pradhan mantri Kisan Samman Nidhi Yojana in gujarati

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આરંભ ભારત સરકારશ્રી દ્વારા 1 ફેબ્રુઆરી 2019 ના રોજ ચાલુ કરવામાં આવી હતી. જેનો લાભ દેશના આર્થિક રીતે નબળાં ખેડૂતો લાભ મળવાપાત્ર થશે. આપને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવવા માટે નક્કી થયેલા ડોક્યુમેન્‍ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સન્માનની રકમ એમના બેંક અથવા પોસ્ટ ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે જમા કરવામાં આવે છે.

પીએમ કિસાન યોજનાની પાત્રતા

       ભારત સરકાર દ્વારા Pradhan Mantri Kisan Samman Nidhi Yojana 2023 માટે પાત્રતા નક્કી કરેલ છે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને નીચે મુજબની પાત્રતા હોવી જોઈએ.

  • પીએમ કિસાન એ કેન્‍દ્ર સરકારની યોજના છે. આ યોજનામાં ભંડોળ 100% કેન્‍દ્ર સરકારનું છે.
  • PM Kisan Yojana અંતર્ગત નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આપવામાં આવે છે.
  • જે ખેડૂત પરિવારોને 2 હેકટર પાસે જમીન સંયુક્ત અથવા માલિકી ધરાવતા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળે છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતના કુટુંબની વ્યાખ્યા

ભારત સરકાર દ્વારા કુંટુંબની નક્કી કરેલ છે. જેમાં પતિ, પત્ની અને સગીર બાળકો (18 વર્ષથી ઓછી વયના) કે જેઓ કોઈપણ વ્યક્તિગત કે સંયુકત રીતે ખેડાણ લાયક જમીન ધરાવતા હોય. જે સામૂહિક રીતે, સંબંધિત રાજ્ય કે સંઘપ્રદેશના જમીન રેકર્ડ અનુસાર 2 હેક્ટર સુધીની પોતાની ખેતીલાયક જમીન ધરાવતું હોય.

PM Kisan Yojana માં સહાયનું ધોરણ

Pradhan mantri kisan samman nidhi yojana Gujarat માં લાભાર્થીને ખેડૂત કુટુંબને દર વર્ષે રૂ.6000/- ચૂકવવામાં આવે છે. આ સહાય DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે. જે ત્રણ સમાન હપ્તામાં દર ચાર (4) માસએ ચૂકવવામાં આવે છે. પીએમ કિસન યોજના અન્‍વયે પ્રથમ હપ્તા તરીકે તારીખ-01/12/2018 થી 31/03/2019 ના રોજ ચૂકવાયેલ. અત્યાર સુધીમાં PM Kisan 13th Installment સુધી ચૂકવણી કરવામાં આવેલ છે.

Highlight Point of PM Kisan Samman Nidhi Yojana

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશખેડૂતોની આવક વધારવા માટે
લાભાર્થીદેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમ6000 વાર્ષિક
સહાય ક્યારે ચૂકવાય છે?દર ચાર મહિને રૂ.2000/- ની ચૂકવણી થાય છે.
સહાયની રકમ કેવી રીતે
ચૂકવણી કરવામાં આવે છે?
DBT (Direct Benefit Transfer) દ્વારા
અધિકૃત વેબસાઈટhttps://pmkisan.gov.in/  

Read More: ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023


યોજનાનો લાભ કોણે મળવાપાત્ર નથી?

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નાના અને સીમાંત ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજના માટે ભારત સરકારએ પાત્રતા નક્કી કરેલ છે. આ યોજનાનો લાભ ક્યા-ક્યા નાગરિકોને મળશે નહીં તેની વિગતો નીચે મુજબ છે.

  • વર્તમાન અને ભૂતપૂર્વ તમામ પ્રકારના બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓને મળશે નહીં.
  • હાલમાં કે ભૂતકાળમાં મંત્રીશ્રી/રાજ્યકક્ષાના મંત્રીશ્રી, લોકસભા, રાજ્યસભા કે વિધાનસભા કે જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • કેન્‍દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ, મંત્રાલયો કે તેની ક્ષેત્રીય કચેરીમાં સેવા કાર્યરત કે નિવૃત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને PMKSY નો લાભ મળશે નહીં. (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4 અને ગ્રુપ-D સિવાયના)
  • તમામ વય નિવૃત પેન્‍શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ.10,000/- કે તેથી વધુ પેન્‍શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-4 અને ગ્રુપ-D સિવાયના) એમને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે નહીં.
  • છેલ્લા આકારણી વર્ષમાં ઈન્‍કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડૉક્ટર, એન્‍જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્‍ટન્‍ટ અને આર્કીટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય તેવા વ્યવસાય ધરાવતા હોય એમને મળશે નહીં.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 | pradhan mantri Kisan Samman Nidhi Yojana in gujarati

How to Online Apply pradhan mantri Kisan Samman Nidhi Yojana in gujarati

નવા ખેડૂત ખાતેદારોએ આ યોજનાનો લાભ લેવા માટે Online ફોર્મ ભરવાનું રહેશે. New Farmer Registration – PM Kisan માટે ગ્રામ પંચાયત માટે VCE પાસેથી ઓનલાઈન અરજી કરાવી શકાશે.

  • સૌપ્રથમ તમારી ગ્રામ પંચાયતમાં જાઓ.
  • ત્યાં કામગિરી કરતાં VCE ને તમામ ડોક્યુમેન્‍ટ આપો.
  • ગ્રામ પંચાયત ખાતેથી VCE નવા ખેડૂતોને આ યોજનાનું https://www.digitalgujarat.gov.in/ મારફતે ઓનલાઈન અરજી કરશે.
  • ઓનલાઈન અરજી થયા બાદ તમને એક રિસિપ્ટ આપવામાં આવશે.
  • છેલ્લે, આ અરજી ક્રમાંકની પાવતી સાચવીને રાખવાની રહેશે.
New Farmer Registration - PM Kisan | PM Kisan Yojana Registration
Source :- Digital Gujarat Portal Website

Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023


documents required for pm kisan samman nidhi | પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ડોક્યુમેન્‍ટ

ભારત સરકાર  આ યોજનાનો લાભ લેવા માટે દસ્તાવેજો નક્કી કરેલા છે. Documents Required for PM Kisan Samman Nidhi Registration નીચે મુજબ છે.

  • જમીનનો 8-અ નો ઉતારો
  • 7/12  નો ઉતારો
  • આધારકાર્ડ
  • જો આધારકાર્ડ ન હોય તો એનરોલમેન્‍ટ નંબર, ડ્રાઈવીંગ લાઈસન્‍સ, ચૂંટણીકાર્ડ, નરેગા જોબ પૈકી એકની નકલ
  • બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્‍સલ ચેક

Read More: રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.


PM Kisan Beneficiary Status । લાભાર્થીઓની સ્થિતિ કેવી રીતે તપાસવી?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી કર્યા બાદ લાભાર્થી ખેડૂત પોતાની જાતે PM Kisan Beneficiary Status જાણી શકે છે. પોતાની અરજીની સ્થિતિ જાણવા માટે નીચે મુજબના પ્રક્રિયા કરવાની રહેશે.

  • ત્યારબાદ Beneficiary Status પર ક્લિક કરો.
PM Kisan beneficiary status 2021 list | Pm kisan beneficiary Status | PM Kisan Samman Nidhi Yojana Form in Gujarat | 
PM-KISAN Beneficiary List
Source : https://pmkisan.gov.in/ Official Website
  1. નવું પેજ ખૂલ્યા બાદ આધારકાર્ડ નંબર, એકાઉન્‍ટ નંબર અને મોબાઈલ નંબરથી સર્ચ કરી શકાશે.

Read More: માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2023


PM Kisan Status Check | સ્ટેટસ કેવી રીતે તપાસવું?

        પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે લાભાર્થીઓને દર વર્ષે 6000 ચૂકવવા આવે છે. ભારત સરકાર દ્વારા 4 માસે રૂપિયા 2000 હપ્તા પેટે નાખવામાં આવે છે. આ હપ્તાની રકમ DBT દ્વારા ખાતામાં જમા થઈ કે નહીં તે જોવા માટે કચેરી કે બેંક સુધી જવાની જરૂર નથી. કારણ કે આ સુવિધા PM-KISAN Official Website પરથી જાણી શકાય. પોતાની સહાયની રકમ પોતાના મોબાઈલ,કોમ્પ્યુટર કે લેપટોપના માધ્યમથી જાતે જોઈ શકાય છે. જે પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે.

1. સૌથી પહેલાં ભારત સરકારની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ ખોલાવી.

PM Kisan status 2021  | Pm kisan beneficiary List | PM Kisan Samman Nidhi Yojana Form in Gujarat | 
PM Kisan Samman NIdhi
Source : PM Kisan Official Website

2. વેબસાઈટ ખોલ્યા બાદ Beneficiary Status પર ક્લિક કરવું.

3. ત્યારબાદ ઉપર મુજબની સ્ક્રીન ખુલશે.

4. જેમાં સહાયની રકમ આપ આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે.


PM Kisan Status Check Link |
PM Kisan Samman Nidhi 9th Installment Status Check |
PM Kisan Samman Nidhi Beneficiary List |
Direct Link To Check PM Kisan Status
Source PM Kisan Official Website

5. ઉપર ત્રણમાંથી એકની વિગત નાખવામાં આવશે તો  PM Kisan Samman Nidhi Yojana ની સહાય ચેક કરી શકાય.

PM Kisan Application Form PDF

આ યોજનાનો લાભ લેવા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા નિયત નમૂનમાં અરજી ફોર્મ તૈયાર કરેલ છે. જેમાં એકરારનામુ પણ આપેલું છે. જેના પર લાભાર્થી દ્વારા સહી કરવાની રહેશે અને આ અરજી ફોર્મ સંબંધિત વિસ્તારની ગ્રામ પંચાયત અને તલાટી પાસે જમા કરવાનું રહેશે.


Read More: E Samaj Kalyan Portal Registration 2023 । ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?


PM Kisan Helpline Number

આ યોજનાનો લાભ 2 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા હોય તો મળવાપાત્ર છે. જો તમે કોઈની જમીનની વાવણી કરતા હોય અથવા ખેતમજૂરી કરતા હોય તો PMKSY નો લાભ મળશે નહીં. ભારત સરકાર દ્વારા સન્માન નિધિ પેટે રૂ.2000 નાખવામાં આવે છે જો તમને આ સહાયની રકમ જમા ન થઈ હોય તો નીચે આપેલ હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકો છો.

PM Kisan  Sanman Nidhi Yojana Landline Numbers: 011—23381092, 23382401

PM Kisan Yojana Toll Free Number: 1800-115-5266

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.PM-KISAN યોજના એટલે શું?

જવાબ: પીએમ-કિસાન યોજના એટલે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના.

2. રાજ્યમાં આ યોજનાનો અમલ ક્યારથી ગણાશે?

જવાબ: રાજ્યમાં આ યોજના તારીખ-01/12/2018 થી અમલમાં ગણાશે.

3. PM Kisan Yojana નો ઉદ્દેશ શું છે?

જવાબ: ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડુતોને મદદરૂપ થવાના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 100% કેન્‍દ્ર સરકાર દ્વારા ચાલતી યોજના છે.

4. ખેડૂત કુટુંબને કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ: ખેડૂત કુટુંબને દર વર્ષે રૂ.6000/- ત્રણ સરખા હપ્તામાં DBT દ્વારા લાભાર્થીના ખાતામાં ચૂકવવામાં આવે છે. જેનો પહેલો હપ્તો તા-01/12/2018 થી 31/03/2019 આપેલ હતો.

5. આ યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવી?

જવાબ: PM Kisan Sanman Nidhi Yojana નો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીએ https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

6. પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે.

જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ કક્ષાએ વિલેજ કોમ્પ્યુટર એન્‍ટરપ્રિનીયોર(VCE) મારફતે ઓનલાઈન કરવાની રહેશે.

7. પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડુતે ક્યા-ક્યા ડોક્યુમેન્‍ટ આપવાના રહેશે.

જવાબ: PM-Kisan samman nidhi નો લાભ લેવા માટે જમીન ધરાવતા હોય તેની વિગતો, 7/12 અને 8-અ નો ઉતારા, આધારકાર્ડ, મોબાઈલ નંબર, બેંક એકાઉન્‍ટની વિગતો વગેરે..

Leave a Comment

close button