Pradhan Mantri Mudra Loan Yojana Online Apply | સરકારી લોન યોજના | પીએમ મુદ્રા યોજના | Pradhan Mantri Mudra Yojana Application Form Online | મુદ્રા લોન ફોર્મહેઠળ 50,000 થી 10 લાખ સુધી લોન મળશે
ભારત અને ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને નવા ધંધા-વ્યવસાય ચાલુ કરવા માટે ઘણું બધુ પ્રોત્સહાન આપે છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તથા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વગેરે ચલાવવામાં આવે છે. એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા E Kutir Portal વિવિધ લોન યોજનાઓ લોન્ચ કરવામાં આવેલ છે. જેવી કે ગ્રામોદ્યોગ લોન યોજના, શ્રી વાજપાઈ બેન્કેબલ લોન યોજના વગેરે ચાલે છે. વધુમાં, Adijati Vikas Vibhag દ્વારા પણ સ્વરોજગારી હેતુ લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે તબેલા માટે લોન યોજના, ટ્રેકટર લોન યોજના, બ્યુટી પાર્લર લોન યોજના વગેરે. મિત્રો, આજે આ આર્ટિકલના માધ્યમ દ્વારા નવો ધંધો ચાલુ કરવા માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી Pradhan Mantri Mudra Loan Yojana વિગતવાર માહિતી મેળવીશું.
Pradhan Mantri Mudra Loan Yojana 2022
દેશમાં નવા ઉદ્યોગ સાહસિકો દ્વારા નવા ધંધા ચાલુ કરવા માટે સરળતાથી લોન મળે તે ખૂબ જરૂરી છે. ભારત સરકારે નાણાંની સહાયથી સરળ મળી રહે તે હેતુથી Pradhan Mantri Mudra Yojana (PMMY) નામની યોજના રજુ કરી છે. આ યોજના હેઠળ કંપનીઓ મુદ્રા લોનના રૂપમાં નાણાંકીય સહાય મેળવી શકે છે. PM Mudra Loan Yojana નો લાભ કોણ-કોણ લઈ શકે, તેના માટે શું-શું ડોક્યુમેન્ટ જોઈએ વગેરે તમામ માહિતી આ આર્ટિકલના માધ્યમ દ્વારા મેળવીશું.
પીએમ મુદ્રા યોજનાનો હેતુ
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દેશના નાગરિકો પોતાના નવા ધંધા, ઉદ્યોગ કે વ્યવસાય ચાલુ કરવા માંગતા હોય, તો તેમને સરળતા લોન મળી રહે તે સુનિશ્વિત થાય. આ યોજના હેઠલ દેશની અધિકૃત બેંકો દ્વારા લોન ગ્રાહકોને લોન મળી રહે તે મુખ્ય હેતુ સાથે આ યોજના અમલી બનાવેલ છે.
સુક્ષ્મ,લઘુ, અને મધ્યમ ઉદ્યોગો (MSME’s) દેશના અથતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે. PM Mudra Loan નીચે મુજબના ઉલ્લેખિત હેતુઓને પરિપૂર્ણ કરીને MSME’s ને મદદ કરે છે.
- નાગરિકોને નવો ધંધો શરૂ કરવો
- હાલના વ્યવસાયનું વિસ્તરણ અને વૃધ્ધિ
- તાલીમ પામેલા તેમજ સક્ષમ કર્મચારીઓની ભરતી
- નવા મશીનરીની ખરીદી
- વ્યવસાય માટે કાર્યકારી મૂડી મેળવવી
- કોમર્શિયલ સાધનોની ખરીદી
Important Point Of PM Mudra Loan Yojana
યોજનાનું નામ | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજના કોણે ચાલુ કરી | કેન્દ્ર સરકાર દ્વારા |
યોજનાનો ઉદ્દેશ | દેશના નાગરિકોને નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ ચાલુ કરવા માટે આ લોન આપવામાં આવે છે. |
લાભાર્થી | દેશના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ |
યોજના હેઠળ લોનની રકમ | પીએમ મુદ્રા લોન યોજના હેઠળ રૂ. 50,000 થી 10 લાખ સુધી લોન મળવાપાત્ર થાય છે. |
Pm Mudra Yojana Helpline Number | 1800 180 1111 / 1800 11 0001 |
Official Website | Click Here |
Online Apply | Apply Now |
Pm Mudra Yojana Application Form | Download Here |
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શું છે ?
Pradhan Mantri Mudra Loan Yojana દેશના નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને તેમને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના ચાલુ કરવામાં આવેલી છે. આ યોજના 8 મી એપ્રિલ, 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. નાની-નાની કંપનીઓને ભંડોળ પૂરૂં પાડવા માટે પીએમ મુદ્રા લોન અમલી બનાવેલ છે.
MUDRA Full Form આ મુજબ થાય છે કે, Micro Units Development & Refinance Agency. મુખ્યત્વે નફો અને બિન-લાભકારી ક્ષેત્ર બંને કંપનીઓને ધિરાણમાં મદદ કરે છે. PM Mudra Loan મેળવવા ઈચ્છતી કંપનીઓ કે વ્યક્તિઓને રૂ. 50,000 થી રૂ.10,00,000/- સુધીની નાણાંકીય મદદ મેળવી શકો છો.
List of Gujarat Government Schemes 2022 | સરકારી યોજનાઓની યાદી
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટેની પાત્રતા
પીએમ મુદ્રા લોન યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
● ભારતીય નાગરિક આ યોજના માટે પાત્રતા ધરાવે છે.
● લાભાર્થીનો ક્રેડીટ સ્કોર સારો હોવો જોઈએ.
● લોન લેનાર અન્ય બેંકોમાંથી ડિફોલ્ટર ન હોવો જોઈએ
● પીએમ મુદ્રા લોન હેઠળ લોન મેળવતા પહેલા રોકાણ કઈ જગ્યાએ કરશો અને કેટલું કરશો તે બેંકે લેખિતમાં બતાવવું પડશે.
● અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
● લાભાર્થી પાસે પાનકાર્ડ હોવું જોઈએ.
● અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
● છેલ્લા 3 વર્ષનું Income Tax Returns
Manav Kalyan Yojana Online Form 2022 Gujarat| માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ
Pradhan Mantri Mudra Loan Yojana Instarest Rate
Mudra Loan Interest Rate બેંક દીઠ અલગ અલગ હોય શકે છે. લાભાર્થીઓને આ લોન યોજના હેઠળ અંદાજિત 7.30 ની આસપાસ કે વધુ હોય શકે છે.
બેંકનું નામ | વ્યાજદર |
SBI | Linked to MCLR |
ICICI Bank | ICICI bank ની માર્ગદર્શિકા મુજબ |
IDBI Bank | IDBI ની માર્ગદર્શિકા મુજબ |
UCO Bank | અંદાજિત 8.85% p.a. |
Bank of Baroda | અંદાજિત 9.65% p.a. |
Indian Overseas Bank | Indian Overseas bank ની માર્ગદર્શિકા મુજબ |
Union Bank of India | અંદાજીત 7.30% p.a. |
Canara Bank | Canara bank ની માર્ગદર્શિકા મુજબ |
Central Bank | Central bank ની માર્ગદર્શિકા મુજબ |
Bank of Maharashtra | અંદાજિત 9.25% p.a. |
Oriental Bank of Commerce | Oriental bank ની માર્ગદર્શિકા મુજબ |
પ્રધાનમંત્રી મુદ્રા લોન હેઠળ ઉદ્યોગોનો પ્રકાર
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ નવા ધંધા અને ઉદ્યોગોને ચાલુ કરવા તથા પ્રોત્સહન આપવા માટે આપવામાં આવે છે. નીચે દર્શાવેલ ઉદ્યોગો Pradhan Mantri Mudra Loan Scheme માટે એપ્લિકેશન કરી શકે છે.
- દુકાનદારો (Shopkeepers)
- વ્યાપાર વિક્રેતાઓ (Business Vendors)
- ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગ (Food Production industry)
- કૃષિ ક્ષેત્ર (Agriculture Sector)
- નાના ઉત્પાદકો (Small scale manufacturers)
- સમારકામની દુકાનો (Repair Shops)
- હસ્ત કલાકારો (Handicraftsmen)
- સેવા આધારિત કંપનીઓ (Service Based Companies)
- ટ્રક માલિકો (Truck Owners)
- સ્વ-રોજગાર ઉદ્યોગ સાહસિકો (Self-employed entrepreneurs)
પ્રધાનમંત્રી મુદ્રા લોનની વિશેષતાઓ
Pradhanmantri Mudra Loan Yojana ની નીચે જણાવેલ વિશેષતાઓ છે. જેને કારણે આ યોજનાને સરકારની અન્ય યોજનાઓ કરતાં અલગ પાડે છે.
- આ લોન યોજના દ્વારા મેળવેલી રકમનો ઉપયોગ કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરી શકાય છે.
- ઉત્પાદન, વેપાર અને સેવાઓમાં રોકાયેલા ઉદ્યોગોને સેવા આપવાનો છે.
- હાલની અને નવી કંપનીઓ બંને પ્રકારની Mudra Loan માટે એપ્લિકેશન કરી શકે છે.
- PM Mudra Website અને Mudra Mobile App દ્વારા નાગરિકો સીધી Online Apply કરી શકે છે.
- PMMY મુદત 3 થી 5 વર્ષ સુધીની હોય છે.
- Enterprises ને PM Mudra Loan Scheme દ્વારા મેળવેલા ભંડોળનો ઉપયોગ સાધનોની ખરીદી, મશીનરી ખરીદવા, સ્ટાફની ભરતી વગેરે માટે ઉપયોગ કરવાની સંપૂર્ણ સ્વતંત્ર છે.
- Mudra Loan યોજના હેઠળ ત્રણ યોજનાઓ છે.
Pradhanmantri Mudra Yojana ના લાભ
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ ઘણા બધા લાભો થાય છે. જેમાંથી કેટલાક લાભો નીચે મુજબ આપેલા છે.
- દેશના કોઈપણ નાગરિક પોતાનો નાનો વ્યવસાય ચાલુ કરવા માટે PMMY અંતર્ગત લોન મેળવી શકે છે.
- આ યોજના હેઠળ દેશના નાગરિકો પોતાનો વ્યવસાય ચાલુ કરવા માટે ગેરંટી વગરની લોન આપવામાં આવશે.
- મુદ્રા લોન યોજના મેળવેલ લોનમાં ચૂકવવાની સમય મર્યાદા 5 વર્ષ વધારી શકાય છે.
- લોન મેળવાનારને એક મુદ્રા કાર્ડ આપવામાં આવશે. જેનો ઉપયોગ કારોબારી ખર્ચ કરી શકે છે.
- Mudra Loan interest rate ખૂબ જ ઓછો છે.
Types of Mudra Loans
PM Mudra Loan ત્રણ પ્રકારે આપવામાં આવે છે. (1) Shishu Mudra Loan Yojana (2) Kishor Mudra Loan Yojana (3) Tarun Mudra Loan Yojana. કંપનીના વિકાસના સ્તર અને નાણાંકીય જરૂરીયાતોને આધારે આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પીએમ મુદ્રા લોન મંજૂર થઈ જાય, પછી આ નાણાંકીય ભંડોળની મૂડીની જરૂરિયાતો, પગાર, વધારાના સંચાલન ખર્ચ વગેરે અલગ અલગ કરી શકાય છે. આ ત્રણેયને MUDRA LOAN તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે Mudra Loan Products ને વિગતવાર જાણીએ.
શિશુ લોન યોજના (Shishu Loan Yojana)
આ લોન યોજનામાં સુક્ષ્મ અથવા નાના વ્યવસાયના માલિકોને સૌથી વધુ ફાયદો છે. કારણ કે, તેઓ રૂ.50,000/- સુધીની લોન માટે એપ્લિકેશન કરી શકે છે. જે કંપનીઓને તેમનો નવો વ્યવસાય શરૂ કરવો છે તેમના માટે આ શિશુ લોન યોજના ખૂબ સારી રહેશે. આ કેટેગરીમાં સફળતાપૂર્વક અરજી કરવા માટે વ્યવસાયકારોએ ખરીદી માટે જરૂરી મશીનરીના પ્રકાર અને જથ્થાની માહિતી આપવાની રહેશે. આ ઉપરાંત, મશીનરી સપ્લાયરની વિગતો પણ આપવી પડતી હોય છે. ટૂંકમાં આ લોન મંજૂર થવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે. આ Shishu Loan Yojana પર કોઈ પ્રોસેસિંગ ફી થશે નહી.
આના માટે નીચે પ્રમાણેના Documents જરૂર પડતી હોય છે.
- મશીનરી તેમજ સાધનો સહિત તમામના Quotation.
- ખરીદીની વિગતો
- મશીનરી અને સાધનો પૂરા પાડનાર સપ્લાયર્સની વિગતો
કિશોર લોન યોજના (Kishor Loan Yojana)
PM MUDRA YOJANA હેઠળ કિશોર યોજના દ્વારા જે વ્યવસાય માલિકો પોતાનો વ્યવસાયની સ્થાપના કરવા માંગતા હોય, તેમના માટે શ્રેષ્ઠ છે. અરજદારો કિશોર લોન યોજના હેઠળ રૂ.50,000/- થી રૂ.5,00,000/- સુધીની લોનની રકમ માંગી શકે છે. Pradhanmantri Mudra Loan હેઠળ Kishor Loan Yojana માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે.
- છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ (જો હોય તો)
- છેલ્લા 2 વર્ષની બેલેન્સ શીટ
- Memorandum of Association (MOA) (જો હોય તો)
- Articles of Association (AOA) (જો હોય તો)
- અંદાજિત લોનના સમયગાળા પૂરતું બેલેન્સ શીટ
- Income Tax Returns & Sales Returns
- Report of all Business.
તરૂણ લોન યોજના (Tarun Loan Yojana)
તરૂણ લોન યોજના દ્વારા જે વ્યવસાય માલિકો પોતાનો વ્યવસાય ચાલુ છે, તેમના માટે સારી છે. Tarun Loan Yojana હેઠલ અરજદારો રૂ.10,00,000/- સુધીની લોનની રકમ માંગી શકે છે. આ લોન યોજના હેઠળ તરૂણ યોજના માટે નીચે મુજબના Documents જરૂર પડતી હોય છે.
- છેલ્લા 2 વર્ષનું બેલેન્સ શીટ
- Report of all Business.
- Memorandum of Association (MOA) (જો હોય તો)
- Articles of Association (AOA) (જો હોય તો)
- છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ (જો હોય તો)
- અંદાજિત લોનના સમયગાળા પૂરતું બેલેન્સ શીટ
- ચાલુ નાણાંકીય વર્ષના વેચાણનો હિસાબ
- Income Tax Returns & Sales Returns
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- સરનામું દર્શાવતું આઈડી પ્રૂફ
- જાતિ અંગનું પ્રમાણપત્ર
Document Required for PM Mudra Loan
Pradhan Mantri Mudra Loan Yojana માટે Application કરતી વખતે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય છે.
- આધારકાર્ડ
- અરજદારનું પાનકાર્ડ
- સરનામું દર્શાવતો દસ્તાવેજ
- પાસપોર્ટ સાઇઝના ફોટા
- ધંધાના સ્થળના સરનામાનો પુરાવો
- ધંધાના લાયસન્સના પુરાવા
- મશીનરી તેમજ સાધનો સહિત તમામ ખરીદીઓના Quotation
- ઈન્કમ ટેક્ષ રિર્ટનના દસ્તાવેજો
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2022 માટે અરજી કેવી રીતે કરવી?
● પીએમ મુદ્રા લોન યોજનાનો લાભ મેળવવા માંગતા લાભાર્થીઓ નજીકની સરકારી બેંક, ખાનગી બેંક, ગ્રામીણ બેંક અથવા વેપારી બેંકોમાં અરજી કરી શકે છે.
● ત્યારબાદ જે તે બેંકમાં જઈને application form જમા કરવાનું હોય છે.
● એપ્લીકેશન ફોર્મ ભર્યા બાદ માંગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ જોડીને આપવાના રહેશે.
● બેંક દ્વારા તમારા ડોક્યુમેન્ટ અને અરજીની તપાસણી કર્યા બાદ લોન મંજુર કરવામાં આવશે.
Pradhanmantri Mudra Loan Yojana Online Apply
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ઓનલાઈન પણ કરી શકાય છે. નીચે આપેલા પગલાંને અનુસરીને પીએમ મુદ્રા લોન માટે ઓનલાઈન અરજી કરી શકાય.
- સૌપ્રથમ Google માં જઈને PM Mudra Loan યોજના ટાઈપ કરવું.
- જેમાં સર્ચ રિઝલ્ટમાંથી અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
- આ અધિકૃત વેબસાઈટ પરથી https://www.mudra.org.in/ એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરો અથવા તો ઓનલાઈન પણ અરજી કરી શકો છો.
- નામ, સરનામુ, મોબાઈલ નંબર,KYC વિગતો ચોક્કસ વિગતો સાથે આ ફોર્મ ભરો.
- જરૂરી Documents લગાવી કે અપલોડ કરી અરજીફોર્મ સબમિટ કરવાની જરૂર છે.
- બેંક દ્વારા વધારાની પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે.(બેંકવાઈઝ અલગ અલગ હોઈ શકે છે.
- ત્યારબાદપસંદ કરેલ બેંક ડોક્યુમેન્ટની ચકાસણી કરશે.
- વેરિફિકેશન થઈ ગયા બાદ લોનની રકમ આપના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
Important links of PM Mudra Loan Scheme
Subject | Links |
Official Website | Click Here |
Mudra Loan Login Page | Click Here |
How to Mudra Loan Apply Online | Click Here |
Mudra FAQ | Click Here |
Mudra Loan Yojana Toll Free Number | Click Here |
Home Page | Click Here |
FAQs of MUDRA Loan Yojana
હા, તમે PM Mudra Yojan અધિકૃત Website https://www.mudra.org.in/પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.
દેશના નાગરિકોને આ લોન યોજના હેઠળ રૂ. 50,000 થી 10 લાખ સુધી લોન મળે છે.
એકવાર લોન મંજુર થઈ ગયા પછી સરળતાથી ક્રેડિટ ઉપાડવા માટે આ કાર્ડ બનાવવામાં આવ્યું છે.
ના, પીએમ મુદ્રા લોન યોજના હેઠળ લોન મેળવવા માટે કોઈ કોલેટરલ અથવા થર્ડ પાર્ટી સિક્યોરિટીની જરૂર પડતી નથી.
8 thoughts on “Pradhan Mantri Mudra Loan Yojana | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના”