Pragati Scholarship Scheme For Girl Diploma Student | પ્રગતિ સ્કોલરશીપ ડિપ્લોમા વિદ્યાર્થીનીઓ માટે । 2.00 લાખ શિષ્યવૃતિ | Pragati Scholarship Scheme For Girl Degree Student | ડિગ્રી વિદ્યાર્થીઓ માટે પ્રગતિ સ્કોલરશીપ
Advertisement
રાષ્ટ્રના વિકાસ માટે સ્ત્રી અને પુરુષ બન્નેનું યોગદાન આવશ્યક છે. રાજકીય, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સ્ત્રી અને પુરુષનો એકસમાન વિકાસ થાય ત્યારે દેશ ઝડપથી વિકાસ હાંસલ કરી શકે છે. આ ઉદ્દેશને પહોંચી વળવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકારો વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલમાં મૂકે છે. મહિલા સશકિતકરણ, મહિલાઓની સુરક્ષા, સ્ત્રીઓ સમાજમાં સન્માનભેળ જીવન માટે તથા શિક્ષણનો વ્યાપ વધારવા માટે ઘણી સરકારી યોજનાઓ કાર્યરત છે. જેમ કે મહિલા સ્વાવલંબન યોજના, વન સ્ટોપ સેન્ટર, 181 મહિલા હેલ્પલાઈન, વિધવા સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના, છોકરીઓને મફત શિક્ષણ, વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ વગેરે આપવામાં આવે છે.
AICTE Prgati-National Scholarship Portal
ભારત સરકારના Ministry of Human Resource Development, MHRD હેઠળ કાર્યરત AICTE દ્વારા ટેકનીકલ શિક્ષણને વેગ આપવા માટે ઘણી યોજનાઓ અને સ્કોલરશીપ અમલમાં મૂકવામાં આવેલ છે. AICTE નું પૂરુંનામ All India Council for Technical Education છે. જે મહિલા શિક્ષણનો વ્યાપ વધારવા કામ કરે છે. જે માટે Pragati Scholarship Scheme બહાર પાડવામાં આવી છે. પ્રગતિ સ્કોલરશીપનો ઉદ્દેશ સ્ત્રીઓના ટેકનિકલ શિક્ષણ આપીને સશકત, કૌશલ્ય વધારવા તથા સારું ભવિષ્ય બનાવવાનો છે.
Pragati Scholarship નો ઉદ્દેશ
સ્ત્રીઓના સશકિતકરણ માટે શિક્ષણ મેળવી તે જરૂરી છે. જેમાં ટેકનિકલ શિક્ષણ મેળવી મહિલાઓ પણ રાષ્ટ્રના વિકાસને વેગવંતુ બનાવે તેવી આશા છે. જેને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા Pragati Scholarship Yojana આપવામાં આવે છે. આ સ્કોલરશીપ ડિપ્લોમા અને ડિગ્રીનો અભ્યાસ કરતી છોકરીઓને આર્થિક સહાયરૂપે આપવામાં આવે છે. જેથી સ્ત્રીઓ વધુમાં વધુ ટેકનિકલ શિક્ષણ સફળતાપૂર્વક મેળવીને સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે.
Pragati Scholarship Eligibility
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા Degree અને Diploma અભ્યાસક્રમમાં શિક્ષણ મેળવતી છોકરીઓને આ સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના માટે કેટલીક નિયમો અને પાત્રતા નક્કી કરેલ છે. જે નીચે મુજબ છે.
- આ સ્કોલરશીપ ફક્ત મહિલાઓને આપવામાં આવે છે.
- Degree / Diploma Course ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર મહિલા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.
- અથવા કોઈપણ AICTE દ્વારા માન્ય સંસ્થામાંથી Lateral Entry દ્વારા Degree / Diploma Course ના બીજા વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તો મળવાપાત્ર થશે.
- જો એક પરિવારમાં વધુમાં વધુ 2 છોકરીઓને લાભ માટે માન્ય ગણાશે.
- કુટુંબની વાર્ષિક આવક 8 લાખ રૂપિયા થી વધુ હોવી જોઈએ નહીં.
પ્રગતિ સ્કોલરશીપ માટે અનામત
AICTE Pragati scholarship form માટે અનામત ભારત સરકારના નિયમોનુસાર રહેશે.
- અનામતની જોગવાઈ કેન્દ્ર સરકાર (Government of India) ના નિયમો મુજબ રહેશે.
- જો કોઈપણ અનામત કેટેગરી (ST/SC/OBC) માં ખાલી જગ્યા હોય તો તે જગ્યાને જનરલ કેટેગરીમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
સ્કોલરશીપનું નામ | Pragati Scholarship 2021-2022 |
વિભાગ | All India Council of Technical Education |
લાભાર્થી | Girl Students |
આવક મર્યાદા | 8 લાખ સુધી કુટુંબની આવક મર્યાદા |
ઓનલાઈન અરજી | AICTE Pragati Scholarship Apply Online |
અધિકૃત સરકાર | https://scholarships.gov.in/ |
સ્ટેટ્સ ચેક | National Scholarship Portal Application Status Click Here |
મેરીટ લિસ્ટ | Pragati Scholarship Merit List 2021 – 2022 |
આગળના વર્ષના સ્કોલરશીપ ચાલુ(Renewal) | National Scholarship Portal Renewal 2021-22 |
ડિગ્રી માર્ગદર્શિકા | Pragati Scholarship Guidelines for Degree Students |
ડિપ્લોમા માર્ગદર્શિકા | Pragati Scholarship Guidelines for Diploma Students |
Advertisement
National Scholarship Portal Selection Criteria
ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીનીઓને પ્રગતિ સ્કોલરશીપ માટે કેટલાક નિયમો અને પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- મહિલા ઉમેદવારો પંસદગી qualifying examination ના મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.
- સ્કોલરશીપનું વિતરણ અને મેરીટ લિસ્ટનું નિર્માણ રાજ્યોના આધારે કરવામાં આવશે.
- જો એક કરતાં વધારે ઉમેદવારોને qualification marks સરખા હોય તો તે સમયે પસંદગીની પ્રક્રિયા Elder Age ના આધારે કરવામાં આવશે.
- જો elder age માં પણ સરખા હોય અને મેરીટનું નિર્ધારણ ના થઈ શકે તો કુટુંબની વાર્ષિક આવકને ધ્યાને લેવામાં આવશે.
Number of Scholarship
AICTE –Pragati Scholarship Scheme For Girl Students Diploma/Degree માટે સ્કોલરશીપ કેટલા વિદ્યાથીઓને આપવામાં આવશે તેની સંખ્યા નક્કી થયેલી છે. આ સ્કોલરશીપ વાર્ષિક આપવામાં આવે છે.
- ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર 5000 વિદ્યાર્થીઓને પ્રગતિ સ્કોલરશીપ આપવામાં આવશે.
- ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર 5000 વિદ્યાર્થીઓને પ્રગતિ સ્કોલરશીપ આપવામાં આવશે.
- જો આ બંને Course માં આવશ્યક યોગ્યતા ઉમેદવાર નહિં મળે તો Scholarships ને Diploma / Degree માં ટ્રાન્સફર કરવામાં આવશે.
- Annexure-A મુજબના રાજ્યોમાં 5,000 છોકરીઓને સ્કોલરશીપ આપવામાં આવશે.
- Annexure-A ના નંબરમાં ભારતના 13 રાજ્યમાંથી કે કેન્દ્રશાસિત પ્રદેશમાં મહિલા વિદ્યાર્થીઓને જો પ્રગતિ સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરેલ હશે તો સ્કોલરશીપ આપવામાં આવશે.
Diploma Course | 5000 Scholarships |
Degree Courses | 5000 Scholarships |
Pragati Scholarship Documents List
ભારત સરકાર દ્વારા NSP દ્વારા ઓનલાઈન અરજી સ્વીકરવામાં આવે છે. National Scholarship Portal Documents List ઓનલાઈન અરજી કરવા માટે જાહેર કરેલ છે. તો ડિપ્લોમા અને ડિગ્રીની વિદ્યાર્થીનીઓને નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરીને Online Form ભરવાનું રહેશે.
- Pragati Scholarship 2021-22 Application Form
- કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીથી ઉપરના અધિકારીનું)
- માર્કશીટ ધોરણ-10 / 12 અને અન્ય
- એડિમિશન લેટર
- કોલેજના ડાયરેકટર / આચાર્ય / સંસ્થાના વડા
- ટ્યુશન ફીની પાવતી
- આધારકાર્ડ
- બેંક પાસબુક (આધારકાર્ડ સાથે લિંક કરેલ હોવી જોઈએ.)
- ST/SC/OBC જાતિના પ્રમાણપાત્ર
- Declaration by Parents
- સ્કોલરશીપ માટે યોગ્યતા માટે National Scholarship Portal (NSP) ની અધિકૃત વેબસાઈટ https://scholarships.gov.in/ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- પ્રગતિ સ્કોલરનું ઓનલાઈન અરજી કરતાં પહેલાં aicte pragati scholarship guidelines ને ધ્યાનપૂર્વક વાંચી લેવી. જેથી સફળતાપૂર્વક અરજી થઈ જાય.
National Scholarship Portal Amount of Pragati Scholarship
પ્રગતિ સ્કોલરશીપ હેઠળ ડિપ્લોમા અને ડિગ્રી સહાયની રકમ DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવવામાં આવે છે. જેમાં નીચે માટે પ્રગતિ સ્કોલરશીપ આપવામાં આવે છે.
- મહિલાઓને ટેકનિકલ શિક્ષણ માટે કોલેજ ફી માટે, કોમ્પ્યુટર ખરીદી માટે, સ્ટેશનરી, બુક, સાધનો વગેરે માટે આપવામાં આવે છે.
- હોસ્ટેલ ચાર્જ અને મેડિકલ ચાર્જ માટે આ સહાય આપવામાં આવતી નથી.
- ઉપરોક્ત ખર્ચની ચૂકવણી માટે કોઈ ડોક્યુમેન્ટ જોડાણ કરવાના રહેશે નહિં.
- વિદ્યાર્થીનીઓને પ્રગતિ સ્કોલરશીપ DBT દ્વારા જે-તે Students ના ખાતામાં જમા કરવામાં આવશે.
સ્કોલરશીપનું નામ | સમય મર્યાદા | સહાયની રકમ |
Pragati Scholarship for Diploma Courses | 3 વર્ષ (પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની માટે) 2 વર્ષ (બીજા વર્ષના વિદ્યાર્થીનીઓ માટે) | દર વર્ષે 50,000/-(પચાસ હજાર) કુલ 1.5 લાખ રૂપિયા |
Pragati Scholarship for Degree Courses | 4 વર્ષ (પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની માટે) 3 વર્ષ (બીજા વર્ષના વિદ્યાર્થીનીઓ માટે) | દર વર્ષે 50,000/- (પચાસ હજાર) કુલ 2.00 લાખ રૂપિયા |
State Wise Scholarship Distribution
કેન્દ્ર સરકારના AICTE દ્વારા ચાલતી પ્રગતિ સ્કોલરશીપમાં રાજ્યવાર Scholarship વિતરણ કરવામાં આવે છે. જેમાં ડિપ્લોમા / ડિગ્રી માટે સીટ ફાળવવામાં આવેલી છે. રાજ્યવાર ઓછામાં ઓછી 50 અને વધુમાં વધુ 800 વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ આપવામાં આવશે.
રાજ્ય | ડિપ્લોમા સ્કોલરશીપ | ડિગ્રી સ્કોલરશીપ |
બિહાર | 84 | 52 |
અરૂણાચલ પ્રદેશ | 318 | 566 |
દિલ્હી | 50 | 50 |
છતીસઢ | 62 | 62 |
ગુજરાત | 284 | 219 |
ચંદીગઢ | 50 | 50 |
ગોવા | 50 | 50 |
હરિયાણા | 191 | 134 |
હિમાચલ પ્રદેશ | 50 | 50 |
કર્ણાટક | 365 | 398 |
કેરાલા | 109 | 196 |
ઝારખંડ | 67 | 50 |
મધ્યપ્રદેશ | 192 | 285 |
મહારાષ્ટ્રા | 624 | 553 |
ઓડિશા | 205 | 134 |
પાંડુચેરી | 50 | 50 |
પંજાબ | 208 | 124 |
રાજસ્થાન | 170 | 152 |
તમિલનાડુ | 700 | 800 |
તેલાંગણા | 206 | 424 |
ઉત્તરપ્રદેશ | 700 | 422 |
ઉતરાખંડ | 81 | 50 |
પશ્વિમ બંગાળ | 184 | 129 |
કુલ સ્કોલરશીપ | 5000 | 5000 |
અગત્યની નોંધ:
ભારતના 13 રાજ્યમાંથી કે કેન્દ્રશાસિતમાંથી જેટલા પણ યોગ્ય વિદ્યાર્થીનીઓ દ્વારા Online Form Submit કરેલ હશે તેમને AICTE દ્વારા સ્કોલરશીપ આપવામાં આવશે.
1. આંદોમાન અને નિકોબાર ટાપુ(UT) |
2. દાદરા અને નગર હવેલી & દિવ અને દમણ |
3. જમ્મુ અને કાશ્મીર(UT) |
4. લદ્દાખ (UT) |
5. લક્ષદ્વીપ |
6. અરૂણાચલ પ્રદેશ |
7. આસામ |
8. મણિપુર |
9. મેઘાલય |
10. મિઝોરમ |
11. નાગાલેન્ડ |
12. સિક્કિમ |
13. ત્રિપુરા |
Pragati Scholarship 2021-22 Last Date
કાર્યક્રમ | તારીખ |
Scholarship Application Start Date | ઓગષ્ટ/સપ્ટેમ્બર-2021 |
Last Date for Application | 30-11-2021 |
Last date for Defective Verification | 15-12-2021 |
Last date for Institute Verification | 15-12-2021 |
Pragati Scholarship Renewals
પ્રગતિ સ્કોલરશીપ હેઠળ આગળના વર્ષમાં Scholarship મળે હોય તેવા ઉમેદવારોને રિન્યુ કરવાની રહેશે. ઉમેદવારોને national scholarship portal renewal કરવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો સ્કોલરશીપ મેળવતી મહિલા વિદ્યાથીઓ ચાલુ વર્ષમાં Fail થઈ જાય તો આગળના વર્ષમાં સ્કોલરશીપ મળવાપાત્ર થશે નહીં.
Pragati Scholarship Helpline Number
ભારત સરકાર દ્વારા ચાલતી પ્રગતી સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી બાબતે કે અન્ય કોઇ સમસ્યા હોય તો હેલ્પલાઈન જાહેર કરેલ છે. જે નીચે મુજબ છે.
- National Scholarship Portal Helpline – 0120-6619540
- Scholarship Queries – helpdesk@nsp.gov.in
Pragati Scholarship Apply Online Steps
પ્રગતિ સ્કોલરશીપ મેળવવા માટે ડિપ્લોમા અને ડિગ્રીના મહિલા વિદ્યાર્થિઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે national scholarship portal પરથી Online Form ભરવાનું રહેશે. અરજી કરવાના Step નીચે મુજબ છે.
- Google Search Box માં જઈને National Scholarship Portal ટાઈપ કરવાનું રહેશે.
- ત્યારબાદ NSP ની વેબસાઈટ https://scholarships.gov.in/ Open થશે.
- જેમાં UGC / AICTE Sachems પર કરવી જેમાં “All India Council For Technical Education-AICTE” પર કરવી.
- હવે “Pragati Scholarship Scheme For Girl Students (Technical Degree / Deploma ) ની માર્ગદર્શિકા વાંચી લેવી.
- ત્યારબાદ ઉમેદવારે જો Fresh Student હોય તો તેના માટે “New User? Register પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં પ્રગતિ સ્કોલરશીપ માટે national scholarship portal upload documents મુજબ ડોક્યુમેન્ટ પોતાના કોમ્પ્યુટરમાં Scan કરીને તૈયાર રાખવા.
- હવે Fresh Registration For Academic Year 2021-22 ખૂલશે જેમાં ઉમેદવારે પોતાની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ અરજદારે પોતાના આધારકાર્ડની વિગતો ધ્યાનપૂર્વક ભરીને REGISTER પર ક્લિક કરવાનું રહેશે.
- Student ની ઓનલાઈન અરજી Register સફળતાપૂર્વક થાય તો તેના રજીસ્ટર મોબાઈલ પર Application ID અને password આવશે, જે સાચવીને રાખવાનો રહેશે.
- સ્કોલરશીપ માટેના Student પોતાન Application ID અને password દ્વારા “Login to Apply” પર પોતાની માહિતી અને ડોક્યુમેન્ટ ભરવાનું પેજ ખોલવાનું રહેશે.
- પ્રથમ વખત સફળતાપૂર્વક Login કર્યા બાદ સૌથી પહેલાં પોતાનો Password બદલવાનો રહેશે.
- જેમાં વિદ્યાર્થીનીએ General અને Academic details, અન્ય માહિતી, સંપર્કની માહિતી વગેરે ભરવાની રહેશે.
- માહિતી ભર્યા બાદ અરજદારે પોતાના માંગ્યા મુજબના Document Upload કરવાના રહેશે.
- તમામ માહિતી અને ડોક્યુમેન્ટ upload કર્યા બાદ સંપૂર્ણ માહિતી ચેક કરીને FINAL SUBMIT કરવાનું રહેશે.
Pragati Scholarship 2021 for Girls – FAQs
- પ્રગતિ સ્કોલરશીપ કોણે મળવાપાત્ર છે.?
આ સ્કોલરશીપ ડિપ્લોમા અને ડિગ્રી અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે.
- પ્રગતિ સ્કોલરશીપ એક ઘરમાં કેટલી દિકરીઓને મળે?
આ સ્કોલરશીપ એક ઘરમાં 2 (બે) દીકરીઓને લાભ મળે.
- Pragati Scholarship માટે કુટુંબની આવક મર્યાદા કેટલી છે?
આ સ્કોલરશીપનો લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક 8 લાખથી વધુ હોવી જોઈએ નહિં.
- Pragati Scholarship 2021 માટે કેવી રીતે અરજી કરી શકાય?
આ સ્કોલરશીપનો લાભ લેવા માટે મહિલા ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે https://scholarships.gov.in/ નામની વેબસાઈટનો ઉપયોગ કરવાનો રહેશે.
- AICTE Pragati scholarship amount કેટલી મળે?
પ્રગતિ સ્કોલરશીપ યોજના હેઠળ ટેકનિકલ અભ્યાસક્રમ ડિગ્રી માટે વાર્ષિક 50,000/- (પચાસ હજાર) રૂપિયા મળવાપાત્ર થશે. એમ કુલ મળીને 2.00 લાખ રૂપિયા પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારને મળવાપાત્ર થશે. Degree અભ્યાસક્રમ lateral entry દ્વારા પ્રવેશ મેળવ્યો હોય તેવી મહિલાઓને વધુમાં વધું 3 વર્ષોના 1.5 લાખ મળવાપાત્ર થશે.
Diploma Course ના પ્રથમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને વાર્ષિર્ક 50,000 રૂપિયા તથા કુલ 3 વર્ષના વધુમાં વધુ 1.5 (દોઢ) લાખ મળવાપાત્ર થશે, તથા બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર છોકરીને 2 વર્ષના 1.00 (એક લાખ) મળવાપાત્ર થશે.
Congratulation Brother for Adsense Approval
6353758126 Whatsapp ma aavo
mare pn yojana ni website che