માત્ર 1 મિનિટમાં રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો | Ration Card Ma Malvapatra Jattho



         દેશ અને રાજ્યમાં નાગરિકોની સુખાકારી માટે વિવિધ સરકારી યોજનાઓ બનાવવામાં આવે છે. દેશના ગરીબ નાગરિકો માટે મફત રાશન સહાય યોજના ચાલુ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ નાગરિકો માટે મફત રાશન આપવામાં આવે છે. અન્ન અને નાગરિકો પુરવઠા વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

Ration Card Jathho 2025   

રાજ્યમાં ગરીબોને મફત રાશન આપવા માટે અન્ન સલામતી માટે જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં રાજ્યના લોકોને અનાજ તેમજ અન્‍ય ચીજ-વસ્‍તુઓનો માસિક ધોરણે આપવામાં આવે છે. આ જથ્થો નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળી રહે છે. ઘણા લોકોને ખબર જ નથી હોતી કે, તેમના રેશનકાર્ડમાં તેમને કઈ-કઈ વસ્તુ મળવાપાત્ર છે. આ જથ્થાની વિગતો ઓનલાઈન પણ જોઈ શકાય છે.

આ આર્ટિકલમાં તમને જાણવા મળશે કે, તમારા રેશનકાર્ડમાં તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે. તે તમે ઓનલાઈન ચેક કરી શકો છો. જેમાં ઘઉં, ચોખા, બાજરો, ખાંડ, તેલ અને દાળનો જથ્થો કેટલા કિલોગ્રામ મળવાપાત્ર છે, તે બધુ જ ચેક કરી શકો છો.

Highlight Table

આર્ટિકલનું નામરેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો
રેશનકાર્ડમાં મળવા પાત્ર જથ્થો ઓનલાઈન તપાસી શકાય?હા ઓનલાઈન તપાસી શકાય છે.
રેશનકાર્ડ માટેની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?https://ipds.gujarat.gov.in/  
ડાયરેક્ટ કઈ લિંક દ્વારા આ જથ્થો ચેક કરી શકાય ?https://ipds.gujarat.gov.in/Register/frm_KnowYourEntitlement.aspx  
રેશનકાર્ડની કોઈપણ માહિતી અથવા ફરિયાદ માટે હેલ્પ લાઈન ટોલ ફ્રી નંબર કયો છે?  1800 233 5500


AAY અંત્યોદય કાર્ડ ધરાવતા ધારકો માટે

અંત્યોદય ધરાવતા રેશનકાર્ડ ધારકો માટે મફત રાશન આપવામાં આવે છે. આ વિનામૂલ્યે ઘઉં અને ચોખા મળવાપાત્ર થાય છે. આ કાર્ડ હેઠળ રેશનકાર્ડ ધારકોને ક્રમશ આ જથ્થો આપવામાં આવે છે. જેમાં ઘઉં અને ચોખા 15 અને 20 કિલો રહેશે. ત્યારબાદ તુવેર દાળ, આખા ચણા, સીંગતેલ અને મીઠું આ વસ્ત ઓ એક એક કિલોના જથ્થામાં મળશે. તેમની કિંમત ક્રમશઃ 50, 30,100 અને 1 રૂપિયામાં મળશે. અને ખાંડએ 350 g વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 kg કાર્ડ દીઠ તથા એક કિલો વધારાની તહેવારના નિમિત્તે રહેશે તેની કિંમત 15 રૂપિયા કિલો.

NFSA BPL કાર્ડ ધારકો માટે મળવાપાત્ર જથ્થો

આ પ્રકારના કાર્ડ ધરાવતા બાળકો માટે ઓગસ્ટ મહિનાની અંદર વિનામૂલ્યે ઘઉં અને ચોખા મળવાપાત્ર થશે. આ જથ્થો ક્રમશ: 2 KG વ્યક્તિ દીઠ અને ત્રણ કિલો વ્યક્તિ દીઠ રહેશે. ત્યારબાદ તુવેર દાળ, આખા ચણા, મીઠું અને સિંગતેલ એક એક કિલોના જથ્થામાં મળશે. તેમની કિંમત ક્રમશઃ 50,30, 1 અને 100 રૂપિયા રહેશે. તથા ખાંડ 350 ગ્રામ વ્યક્તિ દીઠ અને એક કિલો વધારાની જે તહેવાર નિમિત્તે આપવામાં આવે છે તેની કિંમત ₹22 કિલો એ રહેશે.

APL કાર્ડ ધારકો માટે મળવાપાત્ર જથ્થો

એપીએલ રેશનકાર્ડના ધારકોને પણ લાભ મળશે. જે ઉપર દર્શાવેલ NFSA BPL કાર્ડ જે પ્રમાણમાં જથ્થો અને મૂલ્ય છે. તે જ પ્રમાણમાં આપવામાં આવશે, તેમની અંદર ખાલી એ.પી.એલ ધારકોને ખાંડ આપવામાં આવશે નહીં. તે સિવાયની દરેક વસ્તુ તે પ્રમાણે રહે છે. અને તે જ કિંમત અને જથ્થો રહેવાનો છે.



તમારા રેશનકાર્ડમાં કેટલો જથ્થો મળશે? તે ઓનલાઇન કેવી રીતે ચેક કરવું?

         રાજ્યના રેશનકાર્ડ ધારકોને કેટલો અને ક્યારે જથ્થો મળશે તેની વિગતો ઓનલાઈન જાણી શકાય છે. ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તેની તમામ વિગતો નીચે મુજબ છે.

STEP 1: સૌપ્રથમ મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ખોલો, તેમાં https://ipds.gujarat.gov.in/ ટાઈપ કરો.


https://ipds.gujarat.gov.in/

STEP 2  હવે તમે અન્ન અને નાગરિક પુરવઠાની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે.


Ration Card Jaththo

STEP 3: ત્યારબાદ “તમને મળવાપાત્ર જથ્થો” નામનું Option દેખાશે. તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.


Ration Card online check

STEP 4: પછી તમને એક નવો વિન્‍ડો જોવા મળશે, તેમાં તમારે રેશનકાર્ડ નંબર નાખવાના રહેશે. અને જે નીચે Image માં કેપ્ચા કોડ જોવા મળશે, તે તમારે કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે.


Ration card online check Gujarat

STEP 5: પછી તમારે નીચે View/જુઓ ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી સામે નીચે એક ટેબલ ફોર્મેટમાં તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે. તેનું યાદી જોવા મળશે.

Ration Card Download
  • જેમાં તમને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ અને દાળ વગેરે જેવી વસ્તુ કેટલા પ્રમાણમાં અને કેટલા કિલ્લામાં મળવાની છે, તે બધી વિગતો તમને જોવા મળશે.
  • જો તમને જથ્થો મળવા પાત્ર નથી, તમારા રાશનકાર્ડમાં તો તમારી સામે કંઈ પણ વિગતો જોવા મળશે નહીં.

રેશનકાર્ડ નંબર વગર મળવા પાત્ર જથ્થો ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

તમારા રેશનકાર્ડ નંબર વગર પણ રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો કેટલો મળશે? તે પણ ઓનલાઈન ચેક કરી શકાય છે. જેની પ્રોસેસ નીચે મુજબ તમે જોઈ શકો છો.

  • સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠાની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://ipds.gujarat.gov.in/Register/frm_KnowYourEntitlement.aspx
  • હવે તમને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાં જે પણ Option તમને લાગું પડતા હોય તે સિલેક્ટ કરવાના રહેશે.
  • તેમાં જે Image માં કેપ્ચા કોડ તમને જોવા મળશે? તે તમારે કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
  • પછી તમારે નીચે View/જુઓ ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે જો તમને રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો મળવાપાત્ર હશે તો મળશે.

FAQs

  1. રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો તપાસવા માટેની અધિકૃત વેબસાઇટ કઈ છે?

જવાબ: રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થોની અધિકૃત વેબસાઇટ https://dcs-dof.gujarat.gov.in છે.

  • 2. રેશનકાર્ડની કોઈપણ માહિતી અથવા ફરિયાદ માટે હેલ્પ લાઈન ટોલ ફ્રી નંબર કયો છે?

જવાબ: ટોલ ફ્રી નંબર : 1800 233 5500

Leave a Comment