ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા મહત્વના સમાચાર બહાર પાડવામાં આવેલ છે. આ અગત્યના સમાચાર રેશનકાર્ડની સેવાઓ બાબતના છે. તો સમાચાર શું છે? તેની તમામ જાણકારી મેળવીશું.
Ration Card Service Stop News
રાજ્યમાં તમામ નાગરિકો રેશનકાર્ડ ધરાવે છે. આ રેશનકાર્ડમાં સુધારા કે વધારા કરવા બાબતના મહત્વના સમાચાર આવ્યા છે. આ સુધારા કે વધારા ડિજીટલ ગુજરાત પોર્ટલ પર થાય છે. રેશનકાર્ડ સાથે સંકળાયેલ સેવાઓ ટૂંક સમય માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ અગત્યના સમાચાર અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા આ બહાર પાડવામાં આવેલ છે.
અગત્યની બાબતો
વિગત | વધુ માહિતી |
આર્ટિકલનું નામ | રેશનકાર્ડ સંબંધિત સેવાઓ આટલા દિવસ રહેશે બંધ.. જાણો ક્યારે ચાલુ થશે સેવાઓ. |
રેશનકાર્ડ સાથે સંકળાયેલ સેવાઓ ટૂંક સમય માટે બંધ રહેશે. | હા |
કઈ તારીખ સુધી રેશનકાર્ડની સેવાઓ બંધ રહેશે? | તા-03/07/2024 થી 07/07/2024 સુધી બંધ રહેશે. |
કયા વિભાગ દ્વારા આ જાહેરાત કરેલ છે? | અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત |
Read More: Manav Kalyan Yojana 2024 | માનવ કલ્યાણ યોજના 2024
રેશનકાર્ડ સંબંધિત શું જાહેરાત કરેલ છે?
જાહેર વિતરણ વ્યવસ્થા સેવાઓને વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવા માટે આ જાહેરાત કરેલ છે. સરકારના રેશનકાર્ડના ડેટા બેઝ સર્વરના માઈઝેશનની કામગીરી ચાલુ હોવાથી રેશનકાર્ડ સાથેની સેવાઓ બંધ રહેશે. આ સેવાઓ તારીખ- 03/07/2024 ને બુધવાર થી તા- 07/07/2024, રવિવાર સુધી ઉપલબ્ધ રહેશે નહિં.
આ અંગેની તમામ વિભાગો તથા તેની સાથે સંકળાયેલ તમામ કચેરીઓ, જિલ્લાની ક્ચેરીઓ, તાલુકાની કચેરી, ગ્રામ પંચાયત કચેરીઓ તથા વ્યાજબી ભાવની દુકાનના સંચાલકશ્રીઓ અને લાભાર્થીઓને ધ્યાને લેવા વિનંતી.