RTE Gujarat Admission Apply Online | RTE admission form 2021-22 Gujarat Date | Right to Education Information in Gujarati | RTE Online Application 2021 | RTE Gujarat School List | RTE Document | RTE Admit Card
ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાતના આપવા કાયદો બનાવેલ છે. જેને Right to Education તરીકે ઓળખવામાં આવે છે. RTE Gujarat હેઠળ બાળકોને ખાનગી શાળાઓમાં 25% લેખે પ્રવેશ આપવાનો હોય છે. જેના માટે RTE Gujarat Admission 2021 માટે અધિકૃત વેબસાઈટ બનાવેલ છે. આ સરકારી વેબસાઈટ rte.orpgujarat.com. છે. રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગુજરાત સરકારે RTE Gujarat School List બનાવેલ છે.
R.T.E Act 2009 શું છે?
- ફરજિયાત અને મફત શિક્ષણનો કાયદો ૨૦૦૯ જેને આર.ટી.ઈ ઍકટ 2009 તરીકે ઓળખવામાં આવે છે.
- આર.ટી.ઈ ઍક્ટને ‘રાઈટ ટુ એજ્યુકેશન’ કહીએ છીએ.
- મફત અને ફરજિયાર શિક્ષણ મેળવવાનો અધિકાર દેશમાં 1 એપ્રિલ 2010 થી અમલમાં આવ્યો.
- આ કાયદા અનુસાર 6 થી 14 વર્ષના દરેક બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે.
RTE હેઠળ કોને એડમિશન મળશે?
- બાળકની વય મર્યાદા 1 જૂનના રોજ 5 થી 7 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- અનાથ, સંભાળ અને સંરક્ષણની જરૂરિયારવાળું બાળકોને પ્રવેશ મળશે.
- બાળ મજૂર, દિવ્યાંગ તેમજ એચ.આઈ.વી ગ્રસ્ત બાળકોને મળવાપાત્ર થશે.
- ફરજ પર શહિદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/ પોલીસદળના જવાનના બાળકોને
- જેમને સંતાનમાં એકમાત્ર દિકરી હોય તેવી દિકરીઓને RTE હેઠળ પ્રવેશ મળશે.
- સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને મળવાપાત્ર થાય
- BPL કુટુંબના બાળકોને પ્રવેશ મળશે.
- SC/ST કેટેગરીના બાળકો આર.ટી.ઈ હેઠળ એડમિશન મળશે.
- સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગ/ અન્ય પછાત વર્ગ/ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને
- જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો RTE હેઠળ પ્રવેશ મળશે.
RTE Admission Income Limit
RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે નીચે મુજબની આવક મર્યાદા (RTE admission income limit) જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 1,20,000 (એક લાખ વીસ હજાર) થી ઓછી
- શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 1,50,000 (દોઢ લાખ) થી ઓછી
RTE હેઠળ પ્રવેશ માટેના દસ્તાવેજો
- રહેઠાણનો પુરાવો – રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, વીજળીબીલ, ભાડાકરાર
- વાલીનું જાતિનું પ્રમાણપત્ર – મામલતદારશ્રી / તાલુકા વિકાસ અધિકારીશ્રી/ સમાજ કલ્યાણ અધિકારીશ્રી/ સક્ષમ અધિકારી
- જન્મનું પ્રમાણપત્ર – ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા
- વાલીનો આવકનો દાખલો – મામલતદારશ્રી
- બાળકનું – આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ
- માતા-પિતાનું આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ
- બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક
- અન્ય પ્રમાણપત્ર – અનાથ, મજૂર, પછતવર્ગ, બિનઅનામતવર્ગ(EBC)

RTE Gujarat Admission 2021 Apply Online
RET હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. https://rte2.orpgujarat.com/ApplicationForm

RTE Admission 2021-22 Gujarat Last Date
શાળાકીય વર્ષ- 2021-22 માં આર.ટી.ઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તારીખ- 25/06/2021 થી 05/07/2021 ના રાત્રીના 12:00 કલાક સુધી ભરી શકાશે.
RTE Admission ફોર્મ ભરાયા બાદ?
RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ હાર્ડકોપી ક્યાંય જમા કરાવવાની નથી, તે તમારે તમારી પાસે સાચવી રાખવી.

RTE ઓનલાઈન ફોર્મ ભરવામાં ભૂલ હોય તો?
આર.ટી.ઈ હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવામાં ભૂલ હોય તો જ્યાં સુધી આપ કન્ફોર્મ નહીં કરો ત્યં સુધી ગમે તેટલી વાર સુધારો (Edit) કરી શકાશે. એકવાર Confirm થયા બાદ તેમાં સુધારો થઈ શકશે નહિં.
વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સૂચના
આપનું અરજી ફોર્મ રીજેકટ ન થાય તે માટે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં Home Page પર જરૂરી માહિતી આપેલ છે. જેમાં આવશ્યક દસ્તાવેજો અને અરજી કરતી વખતે Upload કરવાના દસ્તાવેજોની વિગતો ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ પ્રમાણપત્રો ચોક્ક્સાઈપૂર્વક અપલોડ કરશો. ઝેરોક્ષ કોપી, ઝાંખા પડેલા અને ના વંચાય એવા Document અપલોડ થયેલ હશે તો ફોર્મ રદ થશે.તથા રહેઠાણનો પુરાવો: બે Page માં હોય તો પેજ PDF રૂપે અપલોડ કરવાના રહેશે.
દા.ત. ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ, બન્ને પેજને PDF સ્વરૂપે ફરજિયાત પણે Upload કરવાનું રહેશે. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજોગોમાં આપનું અરજી ફોર્મ રીજેક્ટ થશે. જેની નોંધ લેવી.
RTE School List Check
ધોરણ-1 માં ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ મળે છે. ગુજરાત રાજ્યમાં આવેલી કઈ-કઈ ખાનગી શાળોઓમાં વિનામૂલ્યે પ્રવેશ મળશે. RTE School List ઓનલાઈન ચેક કરવા માટે Click કરો.

RTE (Right to Education) Helpline
ધોરણ-1 માં પ્રાઈવેટ સ્કૂલમાં વિનામૂલ્યે પ્રવેશ મેળવો માટે RTE હેઠળ ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લામાં કોઈપણ મદદ કે માર્ગદદર્શનની જરૂર હોય તો હેલ્પલાઈન નંબર પર ફોન કરી શકાય છે.
રાઈટ ટુ એક્યુકેશન હેલ્પલાઈન નંબર Download કરવા માટે Click કરો