Short Briefing: saat fera samuh lagan Yojana | સાત ફેરા સમૂહ લગ્ન યોજના Pdf | e- Samaj Kalyan | સાત ફેરા સમૂહ લગ્ન યોજના | નિયામક વિકાસતી જાતિ કલ્યાણ
ગુજરાત રાજ્યના સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે નબળા વર્ગ (OBC) માં આવતા યુવક અને યુવતીના લગ્ન માટે સરકારશ્રી દ્વારા નવયુગલને સહાય ચુકવવાની યોજના ગુજરાત સરકારશ્રી દ્વારા અમલમાં છે. સરકારશ્રી દ્વારા કુવરંબાઈનું મામેરુ યોજના પણ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત મફત સિલાઈ મશીન યોજના પણ ચલાવવામાં આવે છે.
Saat Fera Samuh Lagan Yojana
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે નબળા વર્ગ (OBC) માં લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત યુવક અને યુવતીના લગ્ન માટે નવયુગલને તેમજ લગ્નનું આયોજન કરતી સંસ્થાને સહાય ચુકવવામાં આવે છે. યુવતીને કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળની પાત્રતા ધરાવતી હોય તો, સાત ફેરા સમૂહ લગ્ન યોજના અને કુંવરબાઈનું મામેરૂ યોજના આમ, બન્ને યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
Highlight Point
યોજનાનું નામ | સાત ફેરા સમૂહ લગ્ન યોજના |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
પેટા વિભાગનું નામ | નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | રૂ. 6,00,000/- આવક મર્યાદા (વાર્ષિક) તેમજ યોજનાને લગતી અન્ય પાત્રતા ઘરાવતા |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | સામાજિક રીતે નબળા વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના નવ યુગલને રૂ. 12,000 અને લગ્ન કરાવનાર સંસ્થાને યુગલ દીઠ રૂ. 3,000/- (વઘુમાં વધુ રૂ. 75,000/-) કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે. |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | સામાજિક રીતે નબળા વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
Official Website | https://esamajkalyan.gujarat.gov.in |
કેવી રીતે ઓનલાઈન અરજી કરવી | e-Samaj Kalyan Portal Online Application |
Read More:- ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના હેઠળ રૂ. 1,56,250/- ની સહાય મળશે.
Read More:- Gyan Sadhana Scholarship 2023 Last Date Extended: ઓનલાઈન અરજી કરવાની તારીખમાં વધારો.
કોને સહાય મળવાપાત્ર થાય?
આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- આવક મર્યાદાનું ધોરણ 6,00,000/-
- આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્ર્મ આયોજક સંસ્થાએ યોજવાનો રહે છે.
- આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
- કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વય 21 વર્ષ થયેલ હોવી જોઇએ.
Document required for Saat Fera Samuh Lagan Yojana | શું-શું ડોક્યુમેન્ટ જોઈએ?
સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે કેટલાક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- સંસ્થાની નોંધણીનો પુરાવો (સંસ્થાની સહાય હેતુ)
- કેન્સલ ચેક (સંસ્થાનો)
- આધારકાર્ડ (કન્યા)
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેન્ક પાસ બુક/રદ કરેલ ચેક (યુવતિના નામનો)
- કન્યાના માતા/પિતા/વાલીના આવકનો દાખલો
- આયોજક સંસ્થાનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
How To Online Apply Saat Fera Samuh Lagan Yojana । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?
Saat Fera Samuh Lagan Yojana ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ અરજી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવાની હોય છે. જેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની અરજી ઓનલાઈન કરી શકો છો.
- સૌપ્રથમ ગુગલ ઉપર https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ની મુલાકાત કરો.
- અગાઉ યુઝર આઈ.ડી. બનાવેલ હોય તો તેનાથી લોગીન કરવું.
- જો યુઝર આઈ.ડી. બનાવેલ ન હોય તો નવેસરથી યુઝર આઈ.ડી. બનાવવુ
- લોગીન કર્યા બાદ નિયામક વિકસતી જાતિ કલ્યાણ/ DIRECTOR DEVELOPING CASTES WELFARE પર ક્લિક કરો.
- યોજનાઓની યાદી ઓપન થશે જેમાં સાત ફેરા સમૂહ લગ્ન પસંદ કરો.
- ઓફલાઈન ફોર્મ ઓપન કરો, તેમાં માંગેલ પુરાવાનો અભ્યાસ કરી માંગ્યા મુજબની વિગતો તૈયાર કરી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
Read More:- ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ માટે સહાય યોજના । Support Scheme For Eco Friendly Light Trap In Gujarat
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
Ans. આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર અને લગ્ન કરાવનાર સંસ્થાને લાભ મળવાપાત્ર છે.
Ans. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગમાં સમાવેશ થતો હોય અને યોજનાની પાત્રતા ઘરાવતા હોય તેઓને લાભ મળે છે.
Ans. નવયુગલને રૂ. 12,000/- અને લગ્ન કરાવનાર સંસ્થાને યુગલ દીઠ રૂ. 3,000/- (વઘુમાં વધુ રૂ. 75,000/-) કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે. અને કન્યા કુંવરબાઈનું મામેરૂ યોજનાની પાત્રતા ઘરાવતી હોય તો બન્ને યોજનાનો લાભ મળવાપાત્ર છે
From fil