Samaras Hostel Admission 2021 | સમરસ હોસ્ટેલ – મફત રહેવા & જમવા

Samras Hostel । Samras Hostel Registration Online | સમરસ હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા । Free Government Hostel Scheme | Samaras Chhatralay Detail In Gujarati

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ ઉચ્ચ અને સારું શિક્ષણ મેળવે તે માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલમાં મુકેલી છે. વિદ્યાર્થીઓ માટે યોજના સિવાય મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન જેવી શિષ્યવૃત્તિઓ પણ આપવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવુ હોય ત્યારે વતનથી બહારના શહેરમાં જવું પડે છે. જેને ધ્યાને રાખીને Government of Gujarat દ્વારા સરકારી હોસ્ટેલ સુવિધા ચાલુ કરવામાં આવેલ છે.

તમારી વિષયવસ્તુ પસંદ કરો.

    Samaras Chhatralay Admission

    Government of Gujarat હેઠળ કાર્યરત “Social Justice and Empowerment Department (SJED) દ્વારા વર્ષ 2016 માં સમરસ છાત્રાલય ચાલુ કરવામાં આવેલ હતી. હાલમાં ગુજરાતમાં 9 જિલ્લામાં 20 હોસ્ટેલ ચાલુ કરવામાં આવેલ છે. જેમાં કુલ મળીને 13,000 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે છે. આ હોસ્ટેલમાં SC/ST/OBC અને EBC ના વિદ્યાર્થીઓને મેરિટના આધારે એડમિશન આપવામાં આવે છે. સ્નાતક. અનુસ્નાતક અને નક્કી થયેલા અભ્યાસક્રમ માટે રહેવા-જમવા સાથે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ Digital Gujarat પરથી ભરી શકાશે.

    સમરસ છાત્રાલયનો હેતુ

    ગુજરાતના દૂરના, અંતરિળાય અને જંગલીય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વતનથી દૂર જવાનું થાય ત્યારે રહેવા અને જમવાની તફલીફ સર્જાય છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને રાજ્યના અનુસુચિત  જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાતવર્ગ(EBC) વિદ્યાર્થીઓને મફતમાં રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

    Samaras Hostel Income Limit

    સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે નિશ્વિત આવક મર્યાદા નક્કી થયેલ છે. વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.6.00 લાખ રહેશે. અને વિદ્યાર્થીનીઓ માટે કોઈ આવક મર્યાદા ધ્યાને લેવાની રહેશે નહિ.

    Samaras Hostel | Free Hostel | Samaras Chhatralay Admission 2021-22 | સમરસ હોસ્ટેલ અમદાવાદ || samras.gujarat.gov.in | samras hostel 2021 | સમરસ હોસ્ટેલ રાજકોટ
    Image Source: Gujarat Samachar News Public Advertisement (Date:- 28 Sept 2021)

    Samaras Chhatralay Documents

    સરકાર દ્વારા સમરસ હોસ્ટેલમાં રહેવા માટે નિશ્ચિત ધારા-ધોરણ નક્કી કરેલા છે. આ ઉપરાંત ઓનલાઇન અરજી કરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી નીચે મુજબના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે.

        ● પાસપોર્ટ સાઈઝનો ફોટો

        ● છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ

        ● L.C ની નકલ

        ● જાતિના દાખલાની નકલ

        ● આવકના દાખલાની નકલ

        ● આધાર કાર્ડની નકલ

        ● વિદ્યાર્થી અંધ અપંગ હોય તો તેનું પ્રમાણ પત્ર (સક્ષમ અધિકારીનું)

        ● વિદ્યાર્થી અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીનું)

        ● જો વિદ્યાર્થી વિધવાનું સંતાન હોય તો તેના આધારો

        ● એડમિશન મળી જાય ત્યારે આ અરજીની નકલ

        ● ચારિત્ર સર્ટિફિકેટ

        ● મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર

    હાલમાં ક્યા-ક્યા જિલ્લાઓમાં ઓનલાઈન અરજી કરી શકાશે.

    નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરાતમાં નીચે દર્શાવેલ જિલ્લાઓની સમસર હોસ્ટેલ માટે ઓનલાઇન અરજી કરી શકાશે.

        ●આણંદ

        ●ભાવનગર

        ●જામનગર

        ●હિંમતનગર

        ●પાટણ

        ●વડોદરા (કુમાર)

        ●સુરત (કન્યા છાત્રાલય)

    Samaras Hostel માં પ્રવેશના નિયમો

    Gujarat Samaras Chhatralay Sociery, Government of Gujarat દ્વારા હોસ્ટેલમાં એડમિશન માટેની લાયકાત અને નિયમો નક્કી થયેલા છે. નીચે મુજબના નિયમોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને  સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે.

    • ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
    • સરકારશ્રી દ્વારા નક્કી કરેલા સ્નાતક કક્ષાના અને અનુસ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ અરજી કરી શકશે.
    • Samars hostel માં મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
    • Samaras Chhatralay માં સ્નાતક/અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં New Admission લેવા માટે વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ 50% કે તેથી ગુણ મેળવેલ હોવા જોઈએ.
    • સમરસ છાત્રાલયોમાં લાભ મેળવવા માટે મહત્ત્મ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.
    • 25 વર્ષ બાદ નવા કે જૂના કોઈપણ છાત્રો પ્રવેશ આપવામાં આવશે નહિં.
    • છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ online arji કરી શકશે નહિ.
    • જેઓ સ્લમ, કાચા મકાન,ઝુંપડપટ્ટી, તંબુ વસાહત, ગંદા વિસ્તારમાં રહેતા હોય તો તેવા સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરી શકશે.
    • સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમના તમામ ગ્રુપમાં કોઈપણ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-12 માં મેળવેલ ટકાવારીના આધારે પ્રવેશ આપવામાં આવશે.
    • Diploma બાદ Degree Course માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જે ટકાવારીના આધારે પ્રવેશ મેળવેલ હોય તે જ ટકાવારીના આધારે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે. (ટકાવારી કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ઉપરથી ગણવાની રહેશે.)
    • Master Degree ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર છાત્રોને તેમના સ્નાતક અભ્યાસક્રમની ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારીના આધારે મેરીટ પ્રમાણે એડમિશન આપવામાં આવશે.
    • ડિપ્લોમા બાદ ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જે ટકાવારીના આધારે પ્રવેશ મેળવેલ હોય તેના આધારે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે.
    • Samras Hostel Admission લેતી વખતે વિદ્યાર્થીઓએ નિયત નમૂનામાં વ્યકિતગત રીતે બાંહેધરી પત્રક આપવાનું રહેશે. અને તે બાંહેધરીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે તથા વાલીએ પણ નિયત નમૂનામાં બાંહેધરી પત્રક આપવાનું રહેશે.

    ડિગ્રા/ડિપ્લોમાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારને મળવાપાત્ર પ્રગતિ સ્કોલરશીપ યોજના વિશે જાણવા અહિં Click કરો.

    Samras Hostel Renewal Admission

    સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને નવા વર્ષમાં પ્રવેશ માટેના નિયમો સરકારશ્રીએ બનાવેલ છે. હોસ્ટેલમાં પ્રવેશ ફરીથી મેળવવા માંગતા હોય તેમના માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોય તો મળવાપાત્ર થાય છે.

    • છાત્રાલયમાં ફરીથી એડમિશન વિદ્યાર્થીઓના વર્તન, અભ્યાસ, રહેણીકરણી, શિસ્ત, ચરિત્ર વગેરેને ધ્યાનમાં લઈને આપવામાં આવશે.
    • હોસ્ટેલના જૂના વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ ચાલુ રાખવા નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રવેશ આપતી વખતે વિદ્યાર્થીઓની ગત વર્ષની વર્તણૂંકને ખાસ ધ્યાને લેવામાં આવશે.
    • જે અભ્યાસક્રમોના પરિણામો મોડા આવતા હોય તેઓની પરિણામ ન આવે ત્યાં સુધી જગ્યા ખાલી રાખવી અને પરિણામ આવ્યા બાદ પ્રવેશ આપવાનો રહેશે.
    • સમરસ હોસ્ટેલના નાપાસ થનાર, ATKT વાળા અને મુખ્ય વિષયમાં ડ્રોપ લેનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિં.

    Samras Hostel Apply Online

    સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે ફ્ક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઇન અરજી બે જગ્યાએથી થશે. એક તો Samaras Hostel ની ઓફિશીયલ વેબસાઈટ પરથી અને Digital Gujarat Portal પરથી પણ ઓનલાઈન કરી શકાશે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર માંગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે તથા જરૂરી પ્રમાણપત્રો પણ Online Upload કરવાના રહેશે. Samras Hostel Online Form કેવી રીતે ભરવું તેની Step by step માહિતી મેળવીશું.

    • હવે Samarach Chhatralay ની સરકારી વેબસાઈટ ખૂલશે.
    samras hostel merit list |
samras hostel merit list 2021 |
samras hostel registration |
samras hostel official website |
samaras hostel anand |
samras hostel website |
    Image Source:- Official Government Website (https://samras.gujarat.gov.in/)
    • આ અધિકૃત વેબસાઈટમાં Chhatralay Online Admission પર ક્લિક કરવાનું રહેશે.
    • હવે નવું એડિમશન મેળવવા માંગતા હોય અને વેબસાઈટ પર રજીસ્ટેશન ન કરેલું હોય તો samaras hostel registration for student પર ક્લિક કરીને નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
    samras girl's hostel |
samras hostel apply online |
samars hostel |
samaras hostel baroda |
anand samras hostel |
samaras hostel registration |
samaras hostel bhuj |
samras hostel fees
    Image Source:- Official Government Website- Help Menual (https://samras.gujarat.gov.in/)
    • વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો Enter Email Id, Enter Password, Enter Captcha Code નાખીને રજીસ્ટ્રેશન કરી શકે છે.
    • વિદ્યાર્થીઓએ New Registration કરવા માટે માંગ્યા મુજબના ડોક્યુમેન્‍ટ Scan કરીને તૈયાર રાખીને “I Agree Rule & Regulation” પર ક્લિક કરવાનું રહેશે.
    • હવે Personal Detail પર ભરવાની રહેશે. જેમ કે નામ, સરનામુ, જેન્‍ડર, જ્ઞાતિ વગેરે
    • ત્યારબાદ Education Detail માં વિદ્યાર્થીએ પોતાની શૈક્ષણિક લાયકાતની સાચી વિગતો ભરવાની રહેશે.
    samaras hostel |
samaras chhatralay |
samras hostel |
samras hostel apply online |
samaras hostel registration |
samras hostel admission 2021-22 |
samras hostel merit list |
    Image Source:- Official Government Website- Help Menual (https://samras.gujarat.gov.in/)
    • હવે Other Detail ભરવાની રહેશે.
    • ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઓનલાઈન Document Upload કરવાના રહેશે.
    • છેલ્લે વિદ્યાર્થીઓએ Declaration આપવાનું રહેશે. તમામ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ સમરસ છાત્રાલયના નિયમોનું પાલન કરવા માટે આ Declaration ફરજિયાત માંગવામાં આવે છે.

    Digital Gujarat પોર્ટલ પર Online Form કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરીને મેળવો.

    Samaras Hostel Address

    ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા રાજ્યમાં 10 જિલ્લાઓના શહેરોમાં Samaras Hostel ચાલુ કરવામાં આવેલ છે. જેમાં કુમાર અને કન્યાઓ માટે અલગ અલગ રહેવા અને જમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સમરસ છાત્રાલયોના નામ અને સરનામા નીચે મુજબ આપેલા છે. જેની માહિતી જે Samaras hostel Contact us માંથી લેવામાં આવેલ છે.

    ક્રમહોસ્ટેલનું નામસરનામું સંપર્ક નંબર
    1Samras Hostel Ahmedabad
    (Boys)
    ગુજરાત યુનિવર્સીટી કેમ્પસ,
    GMDC ગ્રાઉન્‍ડ સામે, અમદાવાદ 
    7926309100
    2Samras Hostel Ahmedabad
    (Girls)
    ગુજરાત યુનિવર્સીટી કેમ્પસ,
    GMDC ગ્રાઉન્‍ડ સામે, અમદાવાદ 
    7926300265
    3Samras Hostel Anand 
    (Boys)
    સરદાર પટેલ યુનિવર્સીટી કેમ્પસ, આણંદ7567194887
    4Samras Hostel,Anand
    (Girls)
    સરદાર પટેલ યુનિવર્સીટી કેમ્પસ, આણંદ9574519897
    5Samras Hostel Bhavnagar
    (Boys)
    મહારાજા કૃષ્ણકુમારસિંહજી,
    ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
    2782960076
    6Samras Hostel Bhavnagar
    (Girls)
    મહારાજા કૃષ્ણકુમારસિંહજી,
    ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
    2782960075
    7Samras Hostel Jamnagar
    (Boys)
    મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં,
    મુરલીધર હોટલની સામે, જામનગર
    7574877651
    8Samras Hostel Jamnagar
    (Girls)
    મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં,
    મુરલીધર હોટલની સામે, જામનગર
    8155818287
    9Samras Hostel Kutch
    (Boys)
    કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટી કેમ્પસ,
    મુન્દ્રા રોડ, ભૂજ(કચ્છ)
    9913642357
    10Samras Hostel Kutch
    (Girls)
    કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટી કેમ્પસ,
    મુન્દ્રા રોડ, ભૂજ(કચ્છ)
    9428800778
    11Samras Hostel Patan
    (Boys)
    ચોરમારપુરા તાલુકા સેવાસદનની સામે, 
    શિહોરી હાઈવે, પાટણ
    2766226782
    12Samras Hostel Patan
    (Girls)
    ચોરમારપુરા તાલુકા સેવાસદનની સામે, 
    શિહોરી હાઈવે, પાટણ
    2766226782
    13Samras Hostel Rajkot
    (Boys)
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,
    કાલાવાડ રોડ, રાજકોટ
    6359124541
    14Samras Hostel Rajkot
    (Boys)
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,
    કાલાવાડ રોડ,રાજકોટ
    6356066706
    15Samras Hostel Sabarkantha
    (Boys)
    સરકારી આયુર્વેદિક દવાખાનાની સામે,
    પાણપુર પાટીયા,હિંમતનગર(S.K)
    9428556249
    16Samras Hostel Sabarkantha
    (Girls)
    સરકારી આયુર્વેદિક દવાખાનાની સામે,
    પાણપુર પાટીયા,હિંમતનગર(S.K)
    9727955843
    17Samras Hostel Surat
    (Boys)
    વીર નર્મદ દક્ષિણ ગુજરાત
    યુનિવર્સિટી કેમ્પસ,સુરત
    7990735904
    18Samras Hostel Surat
    (Girls)
    વીર નર્મદ દક્ષિણ ગુજરાત
    યુનિવર્સિટી કેમ્પસ,સુરત
    9106844026
    19Samras Hostel Vadodara
    (Boys)
    સમરસ કુમાર છાત્રાલય,
    સમા રોડ, વડોદરા
    2652714346
    20Samras Hostel Vadodara
    (Girls)
    સમરસ કન્યા છાત્રાલય
    એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસ વડોદરા
    2652782210

    ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

    સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી તા-15/10/2021 સુધી કરી શકાશે. જે કોઈપણ જગ્યાએથી થશે.

    Samras Hostel Merit List

    સમરસ હોસ્ટેલમાં એડિમિશન માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ મફત હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને એમના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. આ Hostel માટેનું મેરીટ યાદી અધિકૃત વેબસાઈટ પર રજૂ કરવામાં આવશે.

    Samras Hostel Provisional Merit List 2021

    સમરસ છાત્રાલયમાં નવવો પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હત. વિદ્યાર્થીની રજુ કરેલ ડોક્યુમેન્ટ તેમજ સરકારે નક્કી કરેલા પ્રવેશના નિયમો મુજબ પ્રવેશ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

    સમરસ છાત્રાલય ખાતે નવો પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી | Samaras Provisinol Merit List 2021 | Samras Hostel Admission 2020-21 Admission- Merit List | Samras Hostel Admission Merit list 2021-22
    Government Official Website(https://samras.gujarat.gov.in/)

    આ મેરિટ યાદીમાં સમરસ છાત્રાલય ભાવનગર (કુમાર અને કન્યા), જામનગર (કુમાર અને કન્યા) હિંમતનગર (કુમાર અને કન્યા), સુરત (કન્યા) વડોદરા (કુમાર) અને રાજકોટ કન્યાનો સમાવેશ કરવામાં આવેલ છે

    પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સ્થાન પામે વિદ્યાર્થીઓને તારીખ- 29/11/2021 સુધી છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઇ કરી લેવાની રહેશે.નિયત સમયમર્યાદામાં પ્રમાણપત્રોની ખરાઇ ન કરનારા વિદ્યાર્થીઓનું પ્રવેશ રદ ગણવામાં આવશે.

    છાત્રાલાયનું નામDownload Links
    આણંદ કુમાર અને કન્યા સમરસ છાત્રાલય પ્રવેશ મેળવવા પાત્ર
    વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરીટ યાદી (ROUND 1, 2 & 3)
    Click Here
    સુરત કુમાર સમરસ છાત્રાલય ખાતે પ્રવેશ મળવાપાત્ર
    વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરીટ યાદી (રાઉન્ડ ૨)
    Click Here
    સમરસ છાત્રાલયોમાં નવો પ્રવેશ મેળવવા પાત્ર
    વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરીટ યાદી (ROUND 3)
    Click Here

    FAQs of Samaras Hostel

    • સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે કોઈ ફી ભરવાની હોય છે?
      • ગુજરાત સરકારની આ છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવે છે.
    • સમરસ હોસ્ટેલ કઈ-કઈ જગ્યાએ આવેલી છે.
      •  ગુજરાતમાં અમદાવાદ,આણંદ, ભાવનગર, જામનગર, કચ્છ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વડોદરા અને પાટણ વગેરે શહેરોમાં સમરસ હોસ્ટેલ આવેલી છે.
    • Samaras Hostel માં પ્રવેશ કેવી રીતે આપવામાં આવે છે?
      • આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં મેળવેલ ટકાવારીના આધારે પ્રવેશ આપવામાં આવે છે. દાત. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના વિદ્યાર્થીઓના ધોરણ-12 માં મેળવેલ ટકાવારીના આધારે પ્રવેશ આપવામાં આવે છે.
    • કેટલી વાર્ષિક આવક મર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવે છે?
      • વિદ્યાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ નક્કી થયેલી છે, જ્યારે વિદ્યાર્થીનીઓ માટે કોઈ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી.
    • કેટલી ઉંમર પછી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ મળતો નથી?
      • સમરસ હોસ્ટેલમાં 25 વર્ષથી મોટી વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.
    Samaras Hostel Official WebsiteClick Here
    Samaras Chhaatralay Online ApplyApply Here
    New RegistrationClick Here
    Samras Hostels Contact DetailClick Here
    Home PageClick Here

    2 thoughts on “Samaras Hostel Admission 2021 | સમરસ હોસ્ટેલ – મફત રહેવા & જમવા”

    Leave a Comment

    WhatsApp Group Join Now
    Follow us on Google News Join Now