Samras Hostel Registration Online | સમરસ હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા । Free Government Hostel Scheme | Samaras Chhatralay Detail In Gujarati
રાજ્યના વિદ્યાર્થીઓ સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્યના વિદ્યાર્થીઓ માટે Digital Gujarat Scholarship હેઠળ વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. દેશના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી યશસ્વી યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન જેવી શિષ્યવૃત્તિઓ પણ આપવામાં આવે છે.
રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવવુ હોય ત્યારે વતનથી બહારના શહેરમાં જવું પડે છે. જેને ધ્યાને રાખીને Government of Gujarat દ્વારા સરકારી હોસ્ટેલ સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. જેનું નામ Samaras Hostel છે. આજે આપણે આર્ટિકલ દ્વારા Samras Hostel Admission 2022-23 વિશે માહિતી મેળવીશું.
Samras Chhatralay Admission
Government of Gujarat હેઠળ કાર્યરત “Social Justice and Empowerment Department (SJED) દ્વારા વર્ષ 2016 માં સમરસ છાત્રાલય ચાલુ કરવામાં આવેલ હતી. હાલમાં ગુજરાતમાં 9 જિલ્લામાં 20 હોસ્ટેલ ચાલુ કરવામાં આવેલ છે. જેમાં કુલ મળીને 13,000 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે છે. આ હોસ્ટેલમાં SC/ST/OBC અને EBC ના વિદ્યાર્થીઓને મેરિટના આધારે એડમિશન આપવામાં આવે છે. સ્નાતક. અનુસ્નાતક અને નક્કી થયેલા અભ્યાસક્રમ માટે રહેવા-જમવા સાથે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ Digital Gujarat પરથી ભરી શકાશે.
સમરસ છાત્રાલય નો હેતુ
ગુજરાતના દૂરના, અંતરિળાય અને જંગલીય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વતનથી દૂર જવાનું થાય ત્યારે રહેવા અને જમવાની તફલીફ સર્જાય છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને સમસર હોસ્ટેલ વિવિધ વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામાં આવેલ છે. રાજ્યના અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાતવર્ગ(EBC) વિદ્યાર્થીઓને મફતમાં રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
સમરસ હોસ્ટેલ માટે આવક મર્યાદા
સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા નક્કી થયેલ છે. વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.6.00 લાખ રહેશે. અને વિદ્યાર્થીનીઓ માટે કોઈ આવક મર્યાદા ધ્યાને લેવાની રહેશે નહિ.
Read More: How To Pay MGVCL Light Bill Payment Online | એમજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ?
Also Read More: માનવ ગરિમા યોજના 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી
Also Read More: How To Pay DGVCL Bill Payment Online | ડીજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ?
samras hostel documents required
સરકાર દ્વારા સમરસ હોસ્ટેલમાં રહેવા માટે નિશ્ચિત ધારા-ધોરણ નક્કી કરેલા છે. આ ઉપરાંત ઓનલાઇન અરજી કરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી નીચે મુજબના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે.
● પાસપોર્ટ સાઈઝનો ફોટો
● છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ
● L.C ની નકલ
● અરજદારની જાતિના દાખલાની નકલ
● આવકનો દાખ
● આધાર કાર્ડની નકલ
● જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
● જો વિદ્યાર્થી અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર
● જો વિદ્યાર્થી વિધવા માતાનું સંતાન હોય તો તેના આધાર
● એડમિશન મળી જાય ત્યારે આ અરજીની નકલ
● ચારિત્ર સર્ટિફિકેટ
● મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર
ક્યાં-ક્યાં જિલ્લાઓમાં ઓનલાઈન અરજી કરી શકાશે.
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરાતમાં નીચે દર્શાવેલ જિલ્લાઓની સમસર હોસ્ટેલ માટે ઓનલાઇન અરજી કરી શકાશે.
- અમદાવાદ
- ભૂજ
- વડોદરા
- સુરત
- રાજકોટ
- ભાવનગર
- જામનગર
- આણંદ
- હિંમતનગર
Samras Hostel માં પ્રવેશના નિયમો
Gujarat Samaras Chhatralay Sociery, Government of Gujarat દ્વારા હોસ્ટેલમાં એડમિશન માટેની લાયકાત અને નિયમો નક્કી થયેલા છે. નીચે મુજબના નિયમોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે.
- ગુજરાત રાજ્યના મૂળ નિવાસી હોય તેવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
- સરકારશ્રી દ્વારા નક્કી કરેલા સ્નાતક કક્ષાના અને અનુસ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ અરજી કરી શકશે.
- Samaras Hostel Admission 2022 માં મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
- Samaras Chhatralay માં સ્નાતક/અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં નવો પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ 50% કે તેથી ગુણ મેળવેલ હોવા જોઈએ.
- સમરસ છાત્રાલયોમાં લાભ મેળવવા માટે મહત્ત્મ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.
- 25 વર્ષ બાદ નવા કે જૂના કોઈપણ છાત્રો પ્રવેશ આપવામાં આવશે નહિં.
- છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ Online Application કરી શકશે નહિ.
- જેઓ સ્લમ, કાચા મકાન,ઝુંપડપટ્ટી, તંબુ વસાહત, ગંદા વિસ્તારમાં રહેતા હોય તો તેવા સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરી શકશે.
- સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમના તમામ ગ્રુપમાં કોઈપણ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-12 માં મેળવેલ ટકાવારીના આધારે પ્રવેશ આપવામાં આવશે.
- ડિપ્લોમા બાદ Degree Course માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જે ટકાવારીના આધારે પ્રવેશ મેળવેલ હોય તે જ ટકાવારીના આધારે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે. (ટકાવારી કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ઉપરથી ગણવાની રહેશે.)
- Master Degree ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર છાત્રોને તેમના સ્નાતક અભ્યાસક્રમની ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારીના આધારે મેરીટ પ્રમાણે એડમિશન આપવામાં આવશે.
- ડિપ્લોમા બાદ ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જે ટકાવારીના આધારે પ્રવેશ મેળવેલ હોય તેના આધારે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે.
- Samras Hostel Admission લેતી વખતે વિદ્યાર્થીઓએ નિયત નમૂનામાં વ્યકિતગત રીતે બાંહેધરી પત્રક આપવાનું રહેશે. અને તે બાંહેધરીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે તથા વાલીએ પણ નિયત નમૂનામાં બાંહેધરી પત્રક આપવાનું રહેશે.
How to Online Apply Samras Hostel Admission
સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે ફ્ક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઇન અરજી બે જગ્યાએથી થશે. એક તો Samaras Hostel ની ઓફિશીયલ વેબસાઈટ પરથી અને Digital Gujarat Portal પરથી પણ ઓનલાઈન કરી શકાશે. વિદ્યાર્થીઓ ગ્રામ કક્ષાએથી VCE મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. Samras Hostel Online Form કેવી રીતે ભરવું તેની Step by step માહિતી મેળવીશું.
- સૌપ્રથમ Google માં Samaras Hostel લખવું.
- હવે Samarach Chhatralay ની સરકારી વેબસાઈટ ખૂલશે.
- આ અધિકૃત વેબસાઈટમાં Chhatralay Online Admission પર ક્લિક કરવાનું રહેશે.
- હવે નવું એડિમશન મેળવવા માંગતા હોય અને વેબસાઈટ પર રજીસ્ટેશન ન કરેલું હોય તો samaras hostel registration for student પર ક્લિક કરીને નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો Enter Email Id, Enter Password, Enter Captcha Code નાખીને રજીસ્ટ્રેશન કરી શકે છે.
- વિદ્યાર્થીઓએ New Registration કરવા માટે માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ Scan કરીને તૈયાર રાખીને “I Agree Rule & Regulation” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે Personal Detail પર ભરવાની રહેશે. જેમ કે નામ, સરનામુ, જેન્ડર, જ્ઞાતિ વગેરે
- ત્યારબાદ Education Detail માં વિદ્યાર્થીએ પોતાની શૈક્ષણિક લાયકાતની સાચી વિગતો ભરવાની રહેશે.
- હવે Other Detail ભરવાની રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઓનલાઈન Document Upload કરવાના રહેશે.
- છેલ્લે વિદ્યાર્થીઓએ Declaration આપવાનું રહેશે. તમામ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ સમરસ છાત્રાલયના નિયમોનું પાલન કરવા માટે આ Declaration ફરજિયાત માંગવામાં આવે છે.
Gujarat Samaras Hostel Address
ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા રાજ્યમાં 10 જિલ્લાઓના શહેરોમાં Samaras Hostel ચાલુ કરવામાં આવેલ છે. જેમાં કુમાર અને કન્યાઓ માટે અલગ અલગ રહેવા અને જમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સમરસ છાત્રાલયોના નામ અને સરનામા નીચે મુજબ આપેલા છે. જેની માહિતી જે Samaras hostel Contact us માંથી લેવામાં આવેલ છે.
Gujarat Samaras Hostel Address 1 to 10
ક્રમ | હોસ્ટેલનું નામ | સરનામું |
1 | Samras Hostel Ahmedabad (Boys) | ગુજરાત યુનિવર્સીટી કેમ્પસ, GMDC ગ્રાઉન્ડ સામે, અમદાવાદ |
2 | Samras Hostel Ahmedabad (Girls) | ગુજરાત યુનિવર્સીટી કેમ્પસ, GMDC ગ્રાઉન્ડ સામે, અમદાવાદ |
3 | Samras Hostel Anand (Boys) | સરદાર પટેલ યુનિવર્સીટી કેમ્પસ, આણંદ |
4 | Samras Hostel,Anand (Girls) | સરદાર પટેલ યુનિવર્સીટી કેમ્પસ, આણંદ |
5 | Samras Hostel Bhavnagar (Boys) | મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર |
6 | Samras Hostel Bhavnagar (Girls) | મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર |
7 | Samras Hostel Jamnagar (Boys) | મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં, મુરલીધર હોટલની સામે, જામનગર |
8 | Samras Hostel Jamnagar (Girls) | મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં, મુરલીધર હોટલની સામે, જામનગર |
9 | Samras Hostel Kutch (Boys) | કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટી કેમ્પસ,મુન્દ્રા રોડ, ભૂજ(કચ્છ) |
10 | Samras Hostel Kutch (Girls) | કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટી કેમ્પસ,મુન્દ્રા રોડ, ભૂજ(કચ્છ) |
Read More: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આઠમા રાઉન્ડનું પરિણામ
Also Read More: PM Yasasvi Scholarship Scheme | પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના
Also Read More: Tata Scholarship Program 2022 | ટાટા પંખ સ્કોરશીપ પ્રોગ્રામ
Gujarat Samaras Hostel Address 11 to 20
11 | Samras Hostel Patan (Boys) | ચોરમારપુરા તાલુકા સેવાસદનની સામે, શિહોરી હાઈવે, પાટણ |
12 | Samras Hostel Patan (Girls) | ચોરમારપુરા તાલુકા સેવાસદનની સામે, શિહોરી હાઈવે, પાટણ |
13 | Samras Hostel Rajkot (Boys) | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,કાલાવાડ રોડ, રાજકોટ |
14 | Samras Hostel Rajkot (Boys) | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,કાલાવાડ રોડ, રાજકોટ |
15 | Samras Hostel Sabarkantha (Boys) | સરકારી આયુર્વેદિક દવાખાનાની સામે, પાણપુર પાટીયા,હિંમતનગર(S.K) |
16 | Samras Hostel Sabarkantha (Girls) | સરકારી આયુર્વેદિક દવાખાનાની સામે, પાણપુર પાટીયા,હિંમતનગર(S.K) |
17 | Samras Hostel Surat (Boys) | Gujarat Samras Chhatralay Society Surat Boys Hostel |
18 | Samras Hostel Surat (Girls) | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ,સુરત |
19 | Samras Hostel Vadodara (Boys) | સમરસ કુમાર છાત્રાલય, સમા રોડ, વડોદરા |
20 | Samras Hostel Vadodara (Girls) | સમરસ કન્યા છાત્રાલય એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસ વડોદરા |
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ
સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી તા-20/09/2022 સુધી કરી શકાશે.
Important Link of Samaras Hostel Admission 2022
Samaras Hostel Official Website | Click Here |
Samaras Chhaatralay Online Apply | Apply Here |
New Registration | Click Here |
Samras Hostels Contact Detail | Click Here |
Home Page | Click Here |
FAQs of Samaras Hostel
ગુજરાત સરકારની આ છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવે છે.
ગુજરાતમાં અમદાવાદ,આણંદ, ભાવનગર, જામનગર, કચ્છ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વડોદરા અને પાટણ વગેરે શહેરોમાં સમરસ હોસ્ટેલ આવેલી છે.
વિદ્યાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ નક્કી થયેલી છે, જ્યારે વિદ્યાર્થીનીઓ માટે કોઈ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી.
સમરસ હોસ્ટેલમાં 25 વર્ષથી મોટી વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.