સંકટ મોચન યોજના 2022 । Sankat Mochan Yojana 2022

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના । સંકટમોચન યોજના 2022 । Sankat Mochan Yojana form pdf । Gujarat Government yojana list 2021 ।

સંકટમોચન યોજનાનો હેતુ

ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યું થાય અને આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબમાં આર્થિક સહાય આપીને મદદરૂપ થવાના હેતુસર સંકટ મોચન યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના National Family Benefit Scheme (NFBS) ના નામે પણ ઓળખાય છે.

સંકટ મોચન યોજનાના મુખ્ય મુદ્દાઓ

  સંકટમોચન યોજનાની પાત્રતા

  1. BPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી) નું કુદરતી રીતે કે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેવા કુટુંબને સંકટ મોચન યોજનાનો લાભ મળવાપાત્ર થાય.

  2. મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.

  3. સંકટ મોચન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ અવસાન થયાના 2 વર્ષમાં અરજી કરવાની રહેશે.

  સંકટ મોચન યોજનામાં સહાયની રકમ

  સંકટ મોચન યોજના એટલે કે Rashtriya Kutumb Sahay Yojana Gujarat યોજના હેઠળ મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક જ વખત રૂપિયા 20,000/- ની સહાય DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.

  સંકટ મોચન યોજનાની અરજી ક્યાં કરવી

  ગુજરાત સરકારની યોજનાઓ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે નક્કી થયેલ છે. તે રીતે How to Apply for Sankat Mochan Yojana કરવી તે પણ નક્કી થયેલ છે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે.

  ગુજરાત સરકાર દ્વારા Sankat Mochan Yojana Online કરવા માટે ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal Website પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

  ગ્રામપંચાયત ખાતે VCE  પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સંકટ મોચન યોજના હેઠળ લાભ લેવા માટે જે-તે ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડીજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) ઓનલાઈન અરજી કરવાની રહેશે.

  તાલુકા મામલતદાર કચેરી ખાતે “સમાજ સુરક્ષા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર” પાસે Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

  sankat mochan yojana form gujarat pdf | ગુજરાત સરકારની યોજનાઓ pdf | સંકટ મોચન યોજના ફોર્મ । Sankat Mochan Yojana Online Apply
  Source : Digital Gujarat Portal Official Yojana Website https://www.digitalgujarat.gov.in/

  સંકટ મોચન યોજનાની અરજી મંજૂર કરવાની સત્તા કોને છે?

  સંકટ મોચન યોજના અંતર્ગત અરજદારની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ મંજુર/નામંજુર કરવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારશ્રી

  પાસે છે.

  સંકટ મોચન યોજના માટેના ડોક્યુમેન્ટ

  રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ નોંધાયેલા (બી.પી.એલ.) લાભાર્થી લાભ મળે છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને 60 વર્ષથી ઓછી હોય તેવા મુખ્ય કમાનાર સ્ત્રી/પુરુષનું અવસાન થાય તો આ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે. સંકટ મોચન યોજના યોજનાનો લાભ લેવા માટે Required Document for Gujarat Sankat Mochan Yojana 2021 નીચે મુજબ આપેલા છે.

  1. મુખ્ય કમાનાર (સ્ત્રી/પુરુષ) મરણ દાખલો

  2. અરજદારનું (સ્ત્રી/પુરુષ)નું આધારકાર્ડ

  3. રહેઠાણ સંબંધિત કોઈપણ એક પુરાવો (ચૂંટણીકાર્ડ/રેશનકાર્ડ વગેરે)

  4. લાભાર્થીની બેંક એકાઉન્ટની પાસબુક

  5. અરજદાર BPL લાભાર્થી હોવા અંગેનો દાખલો

  6. કુંટુબના મુખ્ય કમાનાર વ્યકિતનો જન્મનો દાખલો/ઉંમર અંગેનો દાખલો

  સંકટ મોચન યોજના બાબતે વિશેષ નોંધ

  • BPL સ્કોર માટેનું પ્રમાણપત્ર જે લાભાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રના લાભાર્થીઓ માટે કેન્‍દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની માર્ગદર્શક અનુસાર સરકાર દ્વારા સામાજિક અને આર્થિક સર્વેક્ષણના આધારે તૈયાર કરવામાં આવેલ BPL (ગરીબી રેખા નીચેની યાદી)માં સમાવેશ થતાં લાભાર્થીઓ અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કેન્‍દ્ર સરકારના અર્બન હાઉસિંગ એન્‍ડ પોવર્ટી એલિવીએશન મંત્રાલય તૈયાર કરેલ યાદીમાં સમાવેશ લાભાર્થીઓ
  • જે તે વિસ્તારના મામલતદારશ્રી દ્વારા સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય) ની અરજી નામંજુર આદેશ કરવામાં આવે તો તેની સામે 60 દિવસમાં તો સંબધિત પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરી શકાશે.
  • સંકટ મોચન યોજના અંતર્ગત કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનાર કુટુંબને માત્ર એકવાર રૂપિયા. 20000/- (વીસ હજાર)ની સહાય મળવાપાત્ર થાય છે.

  સંકટ મોચન યોજના ફોર્મ

  આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા નિયત નમૂનામાંં અરજી ફોર્મ તૈયાર કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ફોર્મનો ઉપયોગ કરી શકાય છે.

  FAQ’s Sankat Mochan Yojana

  સંકટ મોચન યોજના ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

  ગુજરાત રાજ્યના નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

  Sankat Mochan Yojana માં કેટલી સહાય મળે?

  લાભાર્થીઓને એક વાર રૂ. 20,000/- ની સહાય  આ યોજના હેઠળ મળે.

  સંકટ મોચન યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવાની હોય છે?

  લાભાર્થીઓએ પોતાના ગ્રામના VCE પાસેથી તથા તાલુકા મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ઓનલાઇન અરજી કરવાની હોય છે.

  આ યોજનાનો લાભ કોને મળે?

  કુટુંબમાં મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરુષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ તથા BPL હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબવાળા મળવાપાત્ર થશે.

  4 thoughts on “સંકટ મોચન યોજના 2022 । Sankat Mochan Yojana 2022”

  1. Is these schemes helps to unemployed people , those who try to get a job as a fresher according to their qualification or degree bases. Is these helps to those women too, who completed post gaduate and from many years they try to get atleast 25000 Rs job so that their investment in education by their parents is fulfill. Plz also tell as a fresher how many people could get employed on degree basis without demanded for experience because first allow to fresher rather to demanded for experience….these schemes are not useful for unemployed including past generation(who already completed PG before 2,3,7,8 or more year )and future generation too.

   Reply

  Leave a Comment