Divyang Pension Yojana Gujarat । વિકલાંગ પેન્શન યોજના ફોર્મ । e samaj kalyan portal । સમાજ કલ્યાણ યોજનાઓ
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા Social Security માટેની ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. વિકલાંગ કલ્યાણ યોજનાઓ, દિવ્યાંગ સહાય યોજનાઓ, વિધવા પેન્શન યોજના, https://www.sarkariyojanaguj.com/niradhar-vrudh-sahay-yojana/વૃધ્ધ સહાય યોજનાઓ વગેરે ચલાવવામાં આવે છે. સરકારી યોજનાઓનો લાભ લઈને સમાજના નિરાધાર વૃધ્ધો, દિવ્યાંગો અને વિધવા લાભાર્થીઓ સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે.
Divyang Pension Yojana – SJED
સામાજિક સુરક્ષા માંગતા આવા લાભાર્થીઓને સરળતાથી લાભ મળે તે માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. ગુજરાત સરકારની Sarkari Yojana માટે વિવિધ વિભાગો દ્વારા ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યા છે, જેમ કે e Samajkalyan, Digital Gujarat Portal, NSAP Portal વગેરે બનાવવામાં આવ્યા છે. જેમાં e samaj દ્વારા Divyang Lagna Sahay, Palak Mata Pita Yojana, Niradhar Vrudh Sahay Yojana તથા Sant Surdas Yojana વગેરે 58 થી વધુ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.
સંત સુરદાસ યોજનાનો હેતુ
Social Justice And Empowerment Department Gujarat- SJED દ્વારા તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને આર્થિક સહાય આપવા માટે, દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય તે હેતુથી સંત સુરદાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
સંત સુરદાસ યોજના સહાયની રકમ
આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીઓને માસિક રૂપિયા 600 (છસ્સો રૂપિયા) પેન્શન આપવામાં આવે છે. આ સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર ) દ્વારા જમા કરવામાં આવે છે.
સંત સુરદાસયોજનાની પાત્રતા
Government of Gujarat ના ઈ સમાજ કલ્યાણ યોજના માટે પાત્રતા નક્કી કરેલી છે. જેમાં સંત સુરદાસ – વિકલાંગ પેન્શન માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.
- 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળે.
- 0 થી 17 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે
- ગ્રામ્ય વિસ્તારમાં BPL યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવનારને લાભ મળવાપાત્ર છે.
- શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને મળવાપાત્ર છે.
અગત્યની નોંધ:-
ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ રૂરલ ડેવલેપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવટી એલીવેશન તરફથી જે લાભાર્થીઓ બી.પી.એલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની યાદીમાં સામેલ હોય તેવા દિવ્યાંગ વ્યક્તિઓને ‘સંત સુરદાસ યોજના’ નો લાભ મળવાપાત્ર છે.
યોજનાનું નામ | Sant Surdas Yojana Online |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય |
લાભાર્થી | દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને |
સહાયની રકમ-1 | દિવ્યાંગ લાભાર્થીઓને માસિક રૂપિયા 600 (છસ્સો રૂપિયા) પેન્શન |
ઓફિશીયલ વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ
Disabled Person Pension Scheme નો લાભ આપવા માટે e Samaj દ્વારા દિવ્યાંગતાની ટકાવારી નક્કી થયેલી છે. કઈ-કઈ દિવ્યાંગતા માટે કેટલી ટકાવારી નક્કી થયેલી છે તે નીચે મુજબ છે.
ક્રમ નં | દિવ્યાંગતા | મળવાપાત્ર લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી |
1 | અંધત્વ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
2 | આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
3 | સાંભળવાની ક્ષતિ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
4 | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
5 | સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
6 | ઓછી દ્રષ્ટી | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
7 | ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
8 | બૌધ્ધિક અસમર્થતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
9 | હિમોગ્લોબિનની ઘટેલી માત્રા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
10 | રકતપિત-સાજા થયેલા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
11 | દીર્ધકાલીન અનેમિયા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
12 | એસીડના હુમલાનો ભોગ બનેલા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
13 | હલન-ચલન સથેની અશકતતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
14 | સેરેબલપાલ્સી | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
15 | વામનતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
16 | માનસિક બિમાર | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
17 | બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
18 | ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
19 | વાણી અને ભાષાની અશકતતા | 80% કે તેથી વધુ |
20 | ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ | 80% કે તેથી વધુ |
21 | બહેરા અંધત્વ સહિત અનેક અપંગતા | 80% કે તેથી વધુ |
Sant Surdar Yojana Online Apply
Gujarat Yojana માટે નાગરિકોને સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી Online Form ભરવાની સેવા ઉભી કરવામાં આવે છે. Application for financial assistance for disabled under Sant Surdas Yojna નો લાભ લેવા માટે Samaj Kalyan Portal પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. જે માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.
- સૌપ્રથમ Google Search Bar માં જઈને ‘e samaj kalyan portal’ ટાઈપ કરવું.
- જેમાં ઈ સમાજ કલ્યાણની ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ ખોલવાની રહેશે.
- ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર નવા User હોય તો “New User? Please Register Here” જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
- સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ e samaj kalyan Citizen Login” પર Click કરીને લાભાર્થીએ પોતાનું વ્યકિતગત પેજ ખોલવાનું રહેશે.
- લાભાર્થી દ્વારા જે પ્રમાણે પોતાની જ્ઞાતિ રજીસ્ટ્રેશન વખતે બતાવી હશે તે મુજબ યોજનાઓ બતાવતી હશે.
- જેમાં Sant Surdas Yojana Online Form પર જઈને પોતાની માહિતી ભરીને અરજી સબમીટ કરવાની રહેશે.
Sant Surdas Yojana Documents Pdf
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા e samaj kalyan yojana અલગ અલગ ડોક્યુમેન્ટ જરૂરિયાત છે. જેમાં સંત સુરદાસ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ.
- દિવ્યાંગ ઓળખકાર્ડની નકલ
- સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ / ચૂંટણીકાર્ડ / ડ્રાઈવીંગ લાઈસન્સ વગેરે)
- ઉંમર અંગેનો પુરાવો (L.C / જન્મનો દાખલો કોઈપણ એક)
- ગ્રામ્ય વિસ્તાર માટે 0 થી 20 નો BPL સ્કોરનો ગ્રામ પંચાયતનો દાખલો / સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈપણ એક
- બેંક પાસબુકની નકલ
- આધારકાર્ડ
eSamajKalyan Application Status
ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ વિભાગોની ઘણી બધી યોજનાઓના Online Application કરી શકાય છે. જેમાં આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીનું સ્ટેટ્સ જાણી શકાય છે. e Samaj Kalyan Application Status ઓનલાઈન જાણવા નીચે આપેલી Direct Link પરથી જાણી શકાશે.
Important Linkof Sant Surdas Yojna
Official Website | Click Here |
Director Social Defense Schemes | Click Here |
New User? Please Register Here! | Click Here |
Home Page | Click Here |