Gujarat Gyan Guru Quiz | G3Q | Www.G3Q.Co.Ln | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”. રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જેનું ‘Gujarat Gyan Guru Quiz Registration 2022’ પણ ચાલુ થયેલું છે. હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે પ્રશ્નોના નમૂના મૂકેલા છે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
Gujarat Gyan Guru Quiz 2022
ગુજરાત સરકાર દ્વારા વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથા વિશેની ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ. Gujarat Gyan Guru Quiz 2022 અલગ-અલગ કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓને પણ ક્વિઝમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ નાગરિકો અને વિદ્યાર્થીઓએ તેના માટે પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે. જેના આજના પ્રશ્નો એટલે Today’s Quiz Bank આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.
Highlight Point of School Gyan Guru Quiz Bank 14 July
આર્ટિકલનું નામ | School Gyan Guru Quiz Bank 14 July |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | ઓનલાઈન રજીસ્ટ્રેશન |
G3q Quiz Official Website | Click Here |
13 July 2022 Total Question | 1 to 125 |
Read More:- PF Balance Balance: ઈન્ટરનેટ વગર તમારું પીએફ બેલેન્સ ચેક કરવા અહિં ક્લિક કરો.
Also Read More:- મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
Also Read More: PM Kusum Yojana In Gujarati | પીએમ કુસુમ યોજના
Today’s Quiz Bank
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.
School Gyan Guru Quiz Bank 14 July No. 1 to 15
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.
1. ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધનના વર્તમાન મંત્રીશ્રી કોણ છે ?
2. બગીચાની ખેતી અને વ્યવસ્થાપનની કળા કે પ્રથાને શું કહે છે ?
3. પ્રાચીન સુમેરિયનો તેમના પાકને જંતુઓથી બચાવવા માટે કયા તત્વનો ઉપયોગ કરતા હતા?
4. ગુજરાત રાજ્યમાં પ્રગતિ સેતુ કાર્યક્રમ કયા નિયત વારે પ્રસારિત કરવામાં આવે છે ?
5. ચાલુ વર્ષે (૨૦૨૨-૨૩)કયા જિલ્લાને ૧૦૦% સેન્દ્રીય ખેતી હેઠળ આવરી લેવામાં આવ્યો છે?
6. નીચેનામાંથી ગુજરાત રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી કયા સ્થળે આવેલી છે?
7. ભારતના કયા મહાન વૈજ્ઞાનિકના સન્માનમાં આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ છીએ?
8. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી 2.0 કયા વર્ષમાં અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે ?
9. નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 હેઠળ ધોરણ-6 થી 12ના અભ્યાસક્રમમાં કયા પુસ્તકનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે?
10. કુદરતી ખેતી વિષયનો સમાવેશ કરીને કયું અભિયાન ફળદાયી સાબિત થાય છે ?
11. કયું રાજ્ય લર્નિંગ આઉટકમ આધારિત સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ બનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય છે ?
12. ગુજરાતના કયા મુખ્યમંત્રીએ ‘શાળા પ્રવેશોત્સવ 2022’ કાર્યક્રમની શરૂઆત કરી ?
13. ભારતીય અદ્યતન અભ્યાસ (IIAS) સંસ્થા ક્યાં આવેલી છે?
14. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વડોદરામાં કઈ યુનિવર્સિટીના કેમ્પસની શિલાન્યાસ વિધિ જૂન-2022 માં કરવામાં આવી ?
15. ગુજરાતમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી ?
સ્કૂલના મહત્વના સવાલોના ક્રમ 16 TO 30
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
16. GETCOનું પૂરું નામ શું છે ?
17. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે પાવર જનરેશન માટે શેનો ઉપયોગ થાય છે?
18. વીજ પુરવઠો દિવસભર, ખેડૂતો માટે હવે રાતની ઉંઘ હરામ નહીં થાય’ કઈ સરકારી યોજનામાં આ ટેગલાઇન છે?
19. ઉન્નત જ્યોતિ યોજના’ ભારતના કયા વડાપ્રધાને શરૂ કરી હતી ?
20. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
21. ગુજરાતનો પ્રથમ ઓવરબ્રિજ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ કયા પુલ પર સ્થાપવામાં આવ્યો છે ?
22. ફેમ ઇન્ડિયા સ્કીમનો બીજો તબક્કો કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે?
23. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળ કેટલી રકમનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ?
24. GSTNનું પૂરું નામ શું છે ?
25. ગુજરાત રાજ્યના વર્તમાન નાણામંત્રી કોણ છે ?
26. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાનું પ્રીમિયમ બેંક ખાતાધારકના બચત ખાતામાંથી બેંક દ્વારા કઈ સુવિધાના માધ્યમથી ભરાઈ જાય છે ?
27. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતના કિસ્સામાં વારસદાર/નૉમિનીને કેટલી રકમ મળવાપાત્ર થાય છે ?
28. કઈ વ્યવસ્થા હેઠળ ગુજરાત રાજયના ગરીબોને અન્ન સલામતી માટે ભારત સરકાર ઘઉં અને ચોખાની ફાળવણી કરે છે ?
29. ભારતની વિશ્વધરોહર (World Heritage) અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
30. રાણકી વાવમાં કેટલા માળ આવેલ છે ?
સ્કૂલને ઉપયોગીના પ્રશ્નોના ક્રમ. 31 TO 45
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
31. એપ્રિલ-2022 દરમિયાન માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટિત ભારતનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો ક્યાં આવેલો છે ?
32. હડપ્પા સંસ્કૃતિની લિપિ કઈ હતી ?
33. વસંત મહોત્સવ ગુજરાતમાં ક્યાં ઉજવામાં આવે છે ?
34. ઝવેરચંદ મેઘાણીની 125મી જયંતી નિમિત્તે ગુજરાત સરકારે કયા સ્થળે ‘મેઘાણી સ્મારક મ્યુઝિયમ’નું નિર્માણ કરવાનું જાહેર કર્યું છે ?
35. ગ્રામ્ય વિસ્તાર માટે કુટુંબની સરેરાશ માથાદીઠ માસિક આવક રૂ. 324/-થી ઓછી હોય તેવા કુટુંબને ગુજરાત સરકાર દ્વારા કયું કાર્ડ આપવામાં આવે છે ?
36. ભારતીય શાસ્ત્રીય નૃત્યનો વાર્ષિક ઉત્સવ ગુજરાતમાં દર વર્ષે કેટલા દિવસ માટે યોજવામાં આવે છે ?
37. ગુજરાતી સાહિત્યમાં ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ કયા સર્જકને આપવામાં આવ્યું છે ?
38. માંગલ્યવન’ ક્યાં આવેલું છે ?
39. ‘આમ્રવન’ ક્યાં આવેલું છે ?
40. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની મુખ્ય પ્રજાતિ કઈ છે ?
41. વનવિભાગની અંગભૂત યોજના અંતર્ગત ખાતા દ્વારા રોપ ઉછેર યોજનામાં ઉછરેલ રોપાનું વિતરણ કોણ કરશે ?
42. વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
43. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
44. બરડા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
45. વિશ્વ પર્યાવરણ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
Most Important Question For School Quiz Bank. 46 TO 60
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
46. વિશ્વ પૃથ્વી દિવસ’ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ?
47. CFCનું પૂરું નામ શું છે ?
48. વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર યોજનાની ઘોષણા કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવેલ હતી ?
49. PHC નું પૂરું નામ આપો.
50. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
51. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા દેશવ્યાપી અભિયાન ‘સ્વચ્છ ભારત મિશન’નો ઉદ્દેશ શું છે ?
52. યોગિક પ્રેક્ટિસની મદદથી નીચેનામાંથી કયો રોગ નિયંત્રિત કરી શકાય છે ?
53. નીચેનામાંથી ગુજરાત સરકારે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કયો નિર્ણય કર્યો છે ?
54. જન્મ સમયે લિંગ ગુણોત્તર સુધારવા માટે દેશમાં હાલમાં કયો કાર્યક્રમ અમલમાં છે ?
55. આયુષ્યમાન ભારત યોજના’ બીજા કયા નામથી ઓળખાય છે ?
56. કઈ યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ટેલિફોન મારફત / ઓનલાઈન નિ:શુલ્ક ટેલીકન્સલ્ટેશન સેવાઓ આપવા માટે શરૂ કરવામાં આવી છે ?
57. વિટામિનથી કેટલી ઊર્જા મળે છે ?
58. રક્તદાન કરવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ ?
59. તંદુરસ્ત તરુણીનું બી.એમ.આઈ. કેટલું હોવું જોઈએ ?
60. વેપાર નીતિમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?
અતિ અગત્ય ના સવાલોની યાદી. 60 TO 75
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 60 થી 75 નીચે મુજબ છે.
61. PCPIR નું પૂરું નામ શું છે?
62. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)માં કયા ક્ષેત્રનું મહત્તમ ભારણ છે ?
63. નેશનલ હેન્ડલૂમ દિવસ’ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
64. ગુજરાતમા અકીક ઉદ્યોગનું કેન્દ્ર ક્યાં આવેલું છે?
65. કોના નેતૃત્વ હેઠળ 2003માં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી?
66. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે?
67. કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ?
68. મોબાઈલ મેડિકલ વાન યોજનામાં નીચેનામાંથી કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે ?
69. શૈક્ષણિક પુરસ્કાર યોજના નીચેનામાંથી કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે ?
70. ભારત સરકારની પીએમ સુરક્ષા વીમા યોજના હેઠળ આકસ્મિક વીમા યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ દર વર્ષે કેટલા રુપિયાનું પ્રીમિયમ ભરવું પડે છે ?
71. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડનું ઈમેઈલ આઈડી શું છે ?
72. પરપ્રાંતીય શ્રમયોગીઓ માટે વતનમાં જવા માટે ભાડું મેળવવા ગુજરાત સરકારની કઈ યોજના છે ?
73. ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમયોગીને કેટલા રૂપિયામાં ભોજન મળે છે ?
74. ભારત સરકારના ઈ-શ્રમ કાર્ડ યોજના અન્વયે લાભાર્થીઓનું વીમા કવર કઈ યોજના હેઠળ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે?
75. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Scholl Quiz Bank No. 76 TO 90
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
76. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’ કયા કામદાર વર્ગ માટે છે ?
77. રાજ્ય વિધાન પરિષદના સભ્ય બનવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ ?
78. ભારતની સંસદમાં શેનો સમાવેશ થાય છે ?
79. વિધાન પરિષદના સભ્ય પોતાનું રાજીનામું કોને સોંપશે?
80. મહિલા આરક્ષણ વિધેયક લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામત રાખવા માંગે છે?
81. સીટી સર્વે સ્કીમમાં એગ્રીકલ્ચર સર્વે નંબર જાણવા માટે કોને એપ્લિકેશન કરવી પડે છે ?
82. ભારતમાં નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન હેઠળ કયા રાજ્યે પ્રથમ સ્ટેટ ડેટા સેન્ટર શરૂ કર્યું હતું?
83. GWSSB’નું પૂરું નામ શું છે ?
84. ભારતની સૌથી લાંબી નદીનું નામ શું છે ?
85. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજદારના કુટુંબની વાર્ષિક આવક MIG-I (મધ્યમ આવક જૂથ-1) કેટેગરી માટે કેટલી રાખવામાં આવી છે ?
86. વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
87. ગામમાં શાંતિ અને સામાજિક સમરસતા જળવાય તે માટે ગુજરાતમાં કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
88. ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે?
89. ગુજરાત રાજયમાં ગરીબ કલ્યાણ મેળાની પરિકલ્પના કોની છે?
90. ગુજરાત રાજયમાં સમરસ અવોર્ડ કેવી પંચાયતને આપવામાં આવે છે?
સ્કૂલને લગતા પ્રશ્નો ના ક્રમ. 91 TO 105
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.
91. ગોબરધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
92. કઈ યોજના પાકની કાપણી પછીના વ્યવસ્થાપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રોજેક્ટ અર્થે નાણાકીય સહાય આપે છે ?
93. તીર્થગ્રામ યોજના ગુજરાતમાં ક્યારે શરૂ કરવામાં આવી હતી?
94. ગ્રામ પંચાયતનું બજેટ પસાર કરતાં પહેલાં કોને મોકલીને સલાહ-સૂચનો મેળવવાં પડે છે ?
95. પાલિતણા તીર્થધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
96. ગુજરાતમાં નળસરોવર શેના માટે પ્રખ્યાત છે?
97. અક્ષરધામ મંદિર ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?
98. ધોળાવીરા અને લોથલ પછી ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિનું ત્રીજું સ્થળ કયું છે?
99. ફિલ્મ ટુરિઝમથી કયા ઉદ્યોગોને ફાયદો થઈ શકે છે?
100. વાહન સંબંધિત સેવા માટે પરિવહન મંત્રાલયે કઈ વેબસાઈટ લોન્ચ કરી છે?
101. PMGSYનું પૂરું નામ શું છે ?
102. ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ?
103. PMAY-U નું પૂરું નામ શું છે ?
104. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની નવી ઇમારત ક્યાં બનાવવામાં આવશે?
105. ચાર ધામ પરિયોજના’ કયા રાજ્યમાં અમલમાં આવનાર છે ?
Important Quiz For School Students. 106 TO 120
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.
106. વિશ્વનું સૌથી મોટું ડાયમંડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ કયું છે ?
107. સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે કરવામાં આવી હતી?
108. ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર શાળાનું નામ શું છે?
109. પ્રધાનમંત્રી e-VIDYA પ્રોજેક્ટ કયા પ્લેટફોર્મ હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો?
110. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પાઈલોટ તાલીમ માટે લોન સહાય હેઠળ કેટલી લોન મળે છે?
111. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણનો મહત્તમ સમયગાળો કેટલો છે?
112. કૌશલ્ય વર્ધન કેન્દ્રનો મુખ્ય હેતુ શું છે?
113. ફિટ ઈન્ડિયા મુવમેન્ટ કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
114. સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, ઉમરપાડામાં કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે?
115. ગુજરાત રાજ્યમાં કઈ યોજના અંતર્ગત મહિલાલક્ષી સરકારની વિવિધ યોજનાઓ, કાર્યક્રમો અને કાયદાઓ અંગેની માહિતી આપવામાં આવે છે ?
116. ગુજરાત રાજ્ય મહિલા આયોગ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
117. મહિલાઓના સશક્તિકરણ માટે 2014 -2015થી ગુજરાત સરકાર દ્વારા કયું બજેટ લાગુ કરવામાં આવ્યું છે ?
118. દીકરો ન હોય અને ફક્ત એક કે બે દીકરીઓ હોય તેવા દંપતીને કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે ?
119. અનુસૂચિત જનજાતિની મહિલાને ‘બકરાં એકમની સ્થાપના’ માટેની યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે ?
120. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી 100% કન્યાઓને શાળામાં પ્રવેશ કરાવવા માટે કઈ યોજના છે ?
ક્વિઝના અન્ય પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
ક્વિઝના અન્ય પ્રશ્નો | Links |
Gujarat Gyan Guru Quiz Bank 13 July 2022 | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 | નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gujarati Gyan Guru School Quiz Questions 11 July 2022 । ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz Bank | Click Here |
School Important Quiz Bank 121 To 125
સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.
121. ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલું આરક્ષણ રાખેલ છે ?
122. સ્ત્રીઓ જાતીય સતામણી વિશે કયા અધિનિયમ અંતર્ગત ફરિયાદ કરી શકે છે ?
123. સ્મશાનગૃહમાં અગ્નિદાહ કરાવનાર ગુજરાતની પ્રથમ મહિલા કોણ છે ?
124. પ્રથમ ગુજરાતી મહિલા પર્વતારોહી કોણ છે ?
125. એમએસએમઇ અંતગર્ત SAATHI નું પૂરું નામ શું છે?
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”
ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.
ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”ના પ્રશ્નો અને તેના જવાબો તેની અધિકૃત વેબસાઈટ પરથી મેળવો.