Advertisement
શ્રવણ તીર્થ દર્શન યોજના ગુજરાતનાં નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ છે. આ યોજના ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં મોટી વયનાં નાગરિકો માટે ચાલુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યનાં 60 વર્ષ કે તેથી વધુ વયનાં લોકો માટે યાત્રાધામની મુલાકાત લેવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આજના આ આર્ટિકલમાં આપણે આ યોજનાનો હેતુ, લાભાર્થીની પાત્રતા, યોજનાના લાભો વગેરે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
Advertisement
Shravan Tirth Darshan Yojana 2024
યોજનાનું નામ | શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી |
યોજનાનો હેતુ | 60 વર્ષ કે તેથી વધુ વયનાં લોકો માટે યાત્રાધામની મુલાકાત લેવા માટે આર્થિક સહાય આપવાનો. |
યોજનામાં સમાવેશ કરેલ યાત્રાધામો | અંબાજી, પાવાગઢ, ગીરનાર, દ્વારકા, સોમનાથ, શામળાજી, રાણકી વાવ, ભદ્રેશ્વર વગેરે. |
યોજનામાં મળતા લાભો | યાત્રા ખર્ચ (રહેવા- ખાવાનો ખર્ચ તથા બસ ભાડાનો) પર 50% સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. |
યોજનાનાં લાભાર્થી | ગુજરાત રાજ્યનાં 60 વર્ષ કે તેથી વધુ વયનાં નાગરિકો |
અરજીની પ્રક્રિયા | ઓફલાઇન |
ગુજરાત સરકારનું ઓનલાઈન સેવા માટેનું પોર્ટલ | Digital Gujarat Portal |
Read More : PM Kisan 17th Installment 2024 Beneficiary List : પીએમ કિસાન યોજનાના 17 મા હપ્તાની યાદી
શ્રવણ તીર્થ દર્શન યોજનાનો મુખ્ય હેતુ । Shravan Tirth Darshan Yojana 2024 Purpose
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ”શ્રવણ તીર્થ દર્શન યોજના” દ્વારા ગુજરાતમાં રહેતાં નાગરિકોને યાત્રાધામની મુલાકાત પર આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત વૃદ્ધ સહાય યોજના પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્યનાં 60 વર્ષ કે તેથી વધુ વયનાં નાગરિકોને આ યાત્રાધામોનાં પ્રવાસ પર આર્થિક સહાય આપવામાં આવશે. આથી આ યોજના નાગરિકો માટે ખુબજ લાભદાયક સાબિત થઇ છે.
શ્રવણ તીર્થ દર્શન યોજના માટેની યોગ્યતા । Shravan Tirth Darshan Yojana 2024 Eligibility
શ્રવણ તીર્થ દર્શન યોજના માટે લાભાર્થીની યોગ્યતા નીચે મુજબ છે.
- શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જરૂરી છે.
- આ યોજના માટે લાભાર્થીની વય 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
- આ યોજના માટેનું અરજી ફોર્મ ગુજરાત રાજયનાં ગ્રાહક સેવા કેન્દ્રમાંથી મેળવી શકાય છે.
Read More : શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 । Shramyogi Shikshan Sahay Yojana 2024
શ્રવણ તીર્થ દર્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ । Shravan Tirth Darshan Yojana 2024 Required Documents
શ્રવણ તીર્થ દર્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.
- લાભાર્થીનું આધારકાર્ડ
- ચુંટણીકાર્ડ
- ડ્રાઇવિંગ લાયસન્સ
Read More : મફત સોલર ચૂલ્હા યોજના 2024 । Free Solar Chulha Yojana 2024
શ્રવણ તીર્થ દર્શન યોજના માટે અરજી કેવી રીતે કરવી ? । Shravan Tirth Darshan Yojana 2024 How To Apply ?
- શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ લાભાર્થીએ જાહેર સેવા ગ્રાહક કેન્દ્રની મુલાકાત લેવી.
- લાભાર્થીએ ગુજરાત રાજ્યનાં ગ્રાહક સેવા કેન્દ્રમાંથી આ યોજના માટેનું ફોર્મ મેળવવું.
- હવે, ફોર્મમાં માંગેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરવી.
- લાભાર્થીએ ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને ફોર્મ જમા કરવાનું રહેશે.
- લાભાર્થીની યોગ્યતાને તપાસી અને યોગ્ય લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી જશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો :
આ યોજનાનો મુખ્ય હેતુ 60 વર્ષ કે તેથી વધુ વયનાં લોકો માટે યાત્રાધામની મુલાકાત લેવા માટે આર્થિક સહાય આપવાનો.
આ યોજનામાં અંબાજી, પાવાગઢ, ગીરનાર, દ્વારકા, સોમનાથ, શામળાજી, રાણકી વાવ, ભદ્રેશ્વર વગેરે યાત્રાધામોનો સમાવેશ કરેલો છે.
આ યોજનામાં યાત્રા ખર્ચ (રહેવા- ખાવાનો ખર્ચ તથા બસ ભાડાનો) પર 50% સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.
ઓફલાઇન