Solar Fencing subsidy In Gujarat | ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે યોજના | I khedut Portal | Solar Fencing Yojana Gujarat | khedut yojana 2022 | ગુજરાત સબસીડી યોજના
દેશના ખેડૂતોની આવક વધારા કરવા માટે કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતોને સીધી આર્થિક મદદ કરવા માટે પીએમ સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. ભારત સરકારની જેમ રાજ્ય સરકારો પણ વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. ગુજરાત રાજ્યમાં પશુપાલકો માટે, ખેડૂતો માટે, બાગાયતી યોજના કે મત્સ્ય પાલનની યોજનાઓ ikhedut પર ઓનલાઈન મૂકવામાં આવે છે.
Ikhedut યોજનાની માહિતી મુકવામાં આવે છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજના, મત્સ્ય પાલનની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિમિટેડ વગેરે વિભાગની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી Solar Fencing Yojana 2022 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
Solar Fencing Yojana 2022
ગુજરાતના કૃષિ, કલ્યાણ અને સરકાર વિભાગ દ્વારા પાક સંરક્ષણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. KhetiVadi Vibhag દ્વારા ખેડૂતોના ખેતરો ફરતે Solar Fencing Yojana અમલી બનાવેલ છે. વધુમાં, આઈ ખેડૂત પોર્ટલ દ્વારા સોલાર ફેન્સીંગ યોજના Online મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ કોણે-કોણે મળે? યોજનાનો લાભ કેવી રીતે મળે તથા કેટલી સબસીડી આપવામાં આવે છે? તે બધી માહિતી મેળવીશું.
સોલાર ફેન્સીંગ યોજનાનો હેતુ
ગુજરાતમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે. ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડવા તથા પાકના સંરક્ષણ માટે સોલાર ફેન્સીંગની ખરીદી પર સબસીડી આપવાનું નક્કી કરેલું છે.
Important Point of Solar Fencing Yojana 2022
યોજનાનું નામ | Solar Fencing Yojana |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ | ખેડૂતોને ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે તથા પાક સંરક્ષણ હેતુ માટે આ યોજના હેઠળ સોલાર ફેન્સીંગની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.. |
લાભાર્થી | રાજ્યના તમામ ખેડૂતોને |
સહાયની રકમ | સોલાર પાવર યુનિટની ખરીદી માટે ખેડૂતને કુલ ખર્ચના 50 % અથવા રૂપિયા 15,000/- બે માંથી જે ઓછું હોય, તે મુજબ સબસીડી આપવામાં આવશે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
Online Arji કેવી રીતે કરવી | Click કરો. |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 09/10/2022 |
Read More: How To Pay MGVCL Light Bill Payment Online | એમજીવીસીએલનું બિલ કેવી રીતે ભરવુ?
Also Read More: સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો
Also Read More: Bhojan Bill Sahay Yojana 2022 | ભોજન બિલ સહાય યોજના
યોજના માટેની પાત્રતા
iKhedut 2022 પર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓના Online Form સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં Solar Fencing Yojana માં ખેડૂતોને સોલાર પાવર યુનિટની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- ખેડૂત ગુજરાત રાજયનો નાગરિક હોવો જોઈએ.
- ભૂતકાળમાં કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય, તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહિ.
- ખેડૂતોએ પોતાની જાતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
- ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના માટે લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે. જેથી તેની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
- આ સહાય કીટ માટે 10 (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
- લાભાર્થી ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
- અરજદાર નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
- ખેડૂતોઓએ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહ
- ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
- પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
સોલાર ફેન્સીંગ યોજનામાં મળવાપાત્ર લાભ
ખેડૂતો માટેની આ સબસીડી યોજના હેઠળ સોલાર પાવર યુનિટની ખરીદી પર subsidy આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
યોજનાનું નામ | સબસીડીની રકમ |
ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યોજના | સોલાર પાવર યુનિટની ખરીદી માટે ખેડૂતને કુલ ખર્ચના 50 % અથવા રુ. 15,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. |
Document Of Solar Fencing Yojana 2022
ગુજરાતના ખેડૂતો માટે યોજનાનો લાભ આપવા માટે khedut Portal બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. સોલાર ફેન્સીંગ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
- અરજદાર ખેડૂતની જમીનની નકલ 7-12
- S.C જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
- S.T જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
- લાભાર્થીનું રેશનકાર્ડની નકલ (Ration Card)
- ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
- ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
How to Online Apply Solar Fencing Yojana
ગુજરાતમાંં રહેતા ખેડૂતોને પોતાના ખેતરની ફરતે સોલાર લગાવવા માટેની આ યોજના છે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે Ikedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Online Arji કરાવી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.
- ખેડૂત મિત્રોએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
- Google Search પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજના” ખોલવીની રહેશે.
- જેમાં “ખેતીવાડીની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 51 યોજનાઓ બતાવશે. (તા-14/09/2022 ની સ્થિતિએ)
- જેમાં ક્રમ નંબર-03 પર “સોલાર પાવર યુનિટ/કીટ” માં પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં સોલાર ફેન્સીંગ યોજના ની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
Online Application Form
- ખેડૂત Online Application માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Read More: કોચિંગ સહાય યોજના | Gujarat Coaching Sahay Yojana 2022
Also Read More: Samras Hostel Admission 2022-23 | સમરસ હોસ્ટેલ એડમિશન માટે ઓનલાઈન ચાલુ.
Read More: માનવ ગરિમા યોજના 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
આ સબસીડી લાભ લેવા માટે ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.
સોલાર પાવર યુનિટની ખરીદી કરવા માટે ખેડૂતને કુલ ખર્ચના 50 % અથવા રુ. 15,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા, અનામત જ્ઞાતિના, સામાન્ય ખેડૂતો અને મોટા ખેડૂતોને આ સહાયનો લાભ આપવામાં આવે છે.