ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના હેઠળ રૂ. 1,56,250/- ની સહાય મળશે.

ગુજરાતમાં ટીસ્યુકલ્ચર દ્વારા ખેતી કરવામાં આવી રહી છે. ટીસ્યુકલ્ચર દ્વારા ખેતી કરવાથી પાકની સંપૂર્ણ રોગમુકત તેમજ મુળ લાક્ષણિક ગુણધર્મો ધરાવતી જાતો લાંબા સમય સુધી જાળવી શકાય છે. તેમજ ઉત્પાદન પણ વધુ મેળવી શકાય છે. આ માટે સરકાર દ્વારા વિવિધ યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજનામાં એમાં અન્ય સુગંધિત પાકો માટે સહાયI Khedut Portal પાવર ટીલર સહાય યોજના , કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના અને અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનાનો સમાવેશ થાય છે. આજના આ આર્ટીકલમાં આપણે ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Support Scheme for Cultivation of Date Palms Through Tissue Culture in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું. 

Support Scheme for Cultivation of Date Palms Through Tissue Culture in Gujarat

ખેડૂતને ટીસ્યુકલ્ચર દ્વારા ખેતી કરવા સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવી રહી છે. જેમાં Support Scheme for Cultivation of Date Palms Through Tissue Culture in Gujarat  શું છે? તેની માહિતી મેળવીશું. ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.   

યોજનાનો હેતુ

ગુજરાતમાં તાજેતરના સમયમાં ખેડૂતો ખારેકની ખેતી તરફ વળ્યા છે. આ માટે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂત કેજે ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી કરે છે તેમને સહાય આપવાનો છે.

Highlight Point

યોજનાનું નામટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ એવા ખેડૂત કેજે ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી કરે છે તેમને સહાય આપવાનો છે.
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? ખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 3,12,500 માં ખર્ચના 50 ટકા અથવા મહત્તમ રૂ. 1250/-પ્રતિ રોપા, બે માંથી જે ઓછું હોય તે પરંતુ મહત્તમ રૂ. 1,56,250 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023

Read More: Gyan Sadhana Scholarship 2023 Last Date Extended: ઓનલાઈન અરજી કરવાની તારીખમાં વધારો.


યોજનાની પાત્રતા અને નિયમો

ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.  

  • આ યોજનાનો લાભ દરેક ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.  
  • ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ તથા GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે.
  • આ ઉપરાંત ખારેક માટે ટીસ્યુકલ્ચર રોપાનું પુરતુ ઉત્પાદન ન હોઇ આયાત કરવામાં આવનાર રોપ ઉપર રોપદીઠ મહત્તમ રૂ. 1250/- ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

Read More: ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ માટે સહાય યોજના । Support Scheme For Eco Friendly Light Trap In Gujarat


ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

  • ખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 3,12,500 માં ખર્ચના 50 ટકા અથવા મહત્તમ રૂ. 1250/-પ્રતિ રોપા, બે માંથી જે ઓછું હોય તે પરંતુ મહત્તમ રૂ. 1,56,250 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
  • ખેડૂતને પ્રતિ હેક્ટર રૂ. 40,000 માં ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 20,000/- પ્રતિ હેક્ટરની મર્યાદમાં સહાય જેમાં પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના 60% સહાય તેમજ બીજા વર્ષે જો 75% રોપા જીવંત હોય તો જ બાકીના 40% સહાય મળવાપાત્ર રહેશે.
  • ખેડૂત ખાતા દીઠ મહત્તમ એક હેક્ટરની મર્યાદામા આ યોજનાનો લાભ લઈ શકે છે.

Read More: કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના

Support Scheme for Cultivation of Date Palms Through Tissue Culture in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

I khedut Portal પર ચાલતી ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.  

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

Support Scheme for Cultivation of Date Palms Through Tissue Culture in Gujarat

Read More: કંમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના । Vermicompost Subsidy In Gujarat



ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.  

  • પ્રથમ Google ખોલીને “ikhedut portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-29 ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય પર ક્લિક કરવું.
  • જેમાં ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.  
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. 

Read More: પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના । Water Tank Sahay Yojana 2023


FAQ

1. ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Ans. ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

2. Support Scheme for Cultivation of Date Palms Through Tissue Culture in Gujarat અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.

3. ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજનાનો હેતુ શું છે?

Ans. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂત કેજે ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી કરે છે તેમને સહાય આપવાનો છે.

1 thought on “ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના હેઠળ રૂ. 1,56,250/- ની સહાય મળશે.”

Leave a Comment