ગુજરાત સરકાર ખેડૂતના હિત માટે અવિરત પણે કામ કરી રહી છે. તેમાં અનેક યોજના, સબસિડી અને સહાયનો સમાવેશ થાય છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 60 થી પણ વધુ નવી Bagayati Yojana List 2023 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં અનેક ફળ, ફૂલ, તેમજ ઔષદી પાકો માટે સહાય બહાર પાડવામાં આવી છે. આજે આપણે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના ની વિગતવાર માહિતી આપીશું. Support Scheme For Intensively Grown Fruit Crops in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.
Support Scheme For Intensively Grown Fruit Crops in Gujarat
આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ બાગાયતી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કુલ 60 યોજનાઓ ઓનલાઈન અરજીઓ ચાલુ કરેલ છે. જેમાં Support Scheme For Intensively Grown Fruit Crops in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના હેઠળ શું શું લાભ મળે?, કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.
યોજનાનો હેતુ
જે ખેડૂતો પાસે ઓછી જમીન અને ઉત્પાદન વધુ મેળવવું છે, તેવા ખેડૂતએ ઘનિષ્ઠ ખેતી તરફ આકર્ષિત થયા છે. આજ માટે સરકાર દ્વારા એક સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને લાભ આપવો કે, જે ઘનિષ્ઠ ખેતીથી ફળ પાકોનું વાવેતર કરેલ છે અને તેમણે સહાય પૂરી પાડવી.
Highlight Point
યોજનાનું નામ | અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકોમાટેની સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂત કે જેમને ઘનિષ્ઠ ખેતીથી ફળ પાકોનું વાવેતર કરેલ છે તેમણે સહાય પૂરી પાડવી |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | અંદાજીત કુલ 1,62,000/- ની સહાય મળશે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
યોજનાની પાત્રતા અને નિયમો
અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- ખેડૂતે આ યોજનામાં પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી તેમજ ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) પાસેથી ખરીદી કરવું પડશે.
- આ ઉપરાંત માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદવું પડશે.
- યોજનામાં ખેડૂતને સહાયમાં હપ્તા (60:20:20) મળશે.
- અનુ. જાતિના ખેડૂત કે જે M.I.S. એટલે કે Micro Irrigation System અપનાવેલ હોય તેવા ખેડૂતને Priority આપવાની રહેશે.
- જે તે ખેડૂત બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે.
- જો વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
- ખેડૂતે નવી ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
- આ માટે તમારે GGRC નો સંપર્ક કરવાનો રહેશે.
- ખેડૂત લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં રાખવામાં આવી છે.
Read More: PVC Aadhar Card: તમારા મોબાઈલ દ્વારા પીવીસી આધારકાર્ડ માટે ઓર્ડર કરો. જાણો સંપૂર્ણ માહિતી
અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
અનુસુચિત જાતિ ખેડૂતો માટે | પ્રતિ હેક્ટર 2.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.80 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિનાખર્ચના 40%અથવા મહત્તમ રૂ. 0.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. |
અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે | પ્રતિ હેક્ટર 2.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 50%અથવા મહત્તમ રૂ. 1.00 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 62,500. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. |
સામાન્ય જાતિના ખેડૂતો માટે | પ્રતિ હેક્ટર 2.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.80 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. |
Required Document for Support Scheme For Intensively Grown Fruit Crops in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
I khedut Portal પર ચાલતી અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકોમાટેની સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
1. ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat પરથી ડાઉનલોડ કરો)
2. આધારકાર્ડની નકલ (Aadhar Card)
3. જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
4. જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
5. રેશનકાર્ડની નકલ (Ration Card)
6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
12. મોબાઈલ નંબર
Read More: E Challan Gujarat: તમારા વાહનનું ઈ-ચલણ ફાટ્યું કે નહિ, અહીંથી ઓનલાઇન ચેક કરો.
અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
જો તમે પણ અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાયનો લાભ મેળવવા માગો છો, તે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
- સૌપ્રથમ Ikhedut ની ઓફિશિયલ વેબસાઈટ ખોલો.
- ત્યાર બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરો.
- ત્યાર બાદ“બાગાયતી યોજનાઓ’ પર Click કરવી પડશે.
- જેમાં નંબર-1 પર અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય પર ‘અરજી કરો’ પર ક્લિક કરો.
- જો તમે OnlineRegistration કરેલ હોય તો આધારકાર્ડ અને મોબાઇલ નંબર નાખો.
- લાભાર્થીએ i-khedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘NO’ સિલેકટ કરવું.
- હવે ‘નવી અરજી કરવા ક્લિક કરો’ પર ક્લિક કરો.
- માહિતી ભર્યા બાદ અરજી Save કરો ના Option પર ક્લિક કરો.
- એક વાર અરજી Confirm થયા બાદ Application માં કોઈ પણ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
Read More: વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.
જવાબ: અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજનામાટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.