મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના । Support Scheme for Mushroom Production Unit in Gujarat

પ્રિય વાંચકો, ખેતીએ અનેક પ્રકારની હોય છે. આ ખેતીમાં ધાન્ય પાકોની ખેતી, ફળોની ખેતી, ફૂલોની ખેતી, શાકભાજીની ખેતીનો સમાવેશ થાય છે. આ માટે ચલાવવામાં આવતી યોજનામા ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, ઔષધિય સુંગધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ માટે સહાય, કંદ ફૂલોના વાવેતર માટે સહાય અને અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટે ચલાવવામાં આવતી સહાય યોજનાનો સમાવેશ થાય છે. શું તમે જાણો છો મશરૂમની પણ ખેતી થાય છે.

ગુજરાત સરકાર દ્વારા મશરૂમ ખેતીને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના ikhedut પર ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આજના આ આર્ટીકલમાં આપણે મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના ની વિગતવાર માહિતી આપીશું. Support Scheme for Mushroom Production Unit in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.  

Support Scheme for Mushroom Production Unit in Gujarat

ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને વધુ ઉત્પાદન મળે તે માટે સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે. જેમાં Support Scheme for Mushroom Production Unit in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

યોજનાનો હેતુ

સરકાર દ્વારા ફળ, ફૂલો અને શાકભાજીના વાવેતર પર ભાર મૂક્યો છે. તેની સાથે માછલીપાલન અને મશરૂમના ઉત્પાદન પર વિશેષ ભાર મૂક્યો છે. મશરૂમની ખેતી એક એવી ખેતી છે કે જેમાં ઓછા વિસ્તારમાં વધૂ ઉત્પાદન મેળવી શકાય છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને ઉત્પાદન એકમ બનાવવા માટે સહાય આપવાનો છે કેજે મશરૂમનું વાવેતર કરે છે.

Highlight Point

યોજનાનું નામમશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને ઉત્પાદન એકમ બનાવવા માટે સહાય આપવાનો છે કેજે મશરૂમનું વાવેતર કરે છે.
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? પ્રતિ યુનિટ રૂ. 20.00 લાખમાં જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦ ટકા અને ખાનગી ક્ષેત્રે ખર્ચના 40 ટકા મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023

આ પણ વાંચો: વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023


યોજનાના નિયમો

મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજનાના કેટલાક નિયમો નક્કી થયેલા છે. જે  નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • ખેડૂતને માળખાકીય ખર્ચને પહોંચી વળવા ક્રેડીંટ લીંકડ બેક એન્ડેચડ સબસીડી સ્વરૂપે સહાય મળવા પાત્ર રહેશે.

આ પણ વાંચો: SBI E-Mudra Loan Apply Online 2023: રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.


મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

        આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને સમાન લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જાતિના  ખેડૂતો માટેપ્રતિ યુનિટ રૂ. 20.00 લાખમાં જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦ ટકા અને ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦ ટકા મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટેપ્રતિ યુનિટ રૂ. 20.00 લાખમાં જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦ ટકા અને ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦ ટકા મળવા પાત્ર છે.
સામાન્ય જાતિના ખેડૂતો માટેપ્રતિ યુનિટ રૂ. 20.00 લાખમાં જાહેર ક્ષેત્રે ખર્ચના ૧૦૦ ટકા અને ખાનગી ક્ષેત્રે ખર્ચના ૪૦ ટકા મળવા પાત્ર છે.

આ પણ વાંચો: આ ખેડૂત લાભાર્થીઓને આગામી 14 મા હપ્તાની સહાય મળશે નહિં- તમારું નામ તો નથી, તે ચેક કરો.


Support Scheme for Mushroom Production Unit in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

I khedut Portal પર ચાલતી મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • Aadhar Card
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના । Support Scheme for Mushroom Production Unit in Gujarat

મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-7 ઉત્પાદન એકમ પર ક્લિક કરવું.
  • જેમાં મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. 

આ પણ વાંચો: Pashupalan Yojana Gujarat List 2023 | આઈ ખેડૂત પશુપાલન યોજના 2023


FAQ

1. મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Ans. મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

2. મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજનાનો હેતુ શું છે?

Ans. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને ઉત્પાદન એકમ બનાવવા માટે સહાય આપવાનો છે કેજે મશરૂમનું વાવેતર કરે છે.

3. Support Scheme for Mushroom Production Unit in Gujarat અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.

Leave a Comment