પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના । Support Scheme for Plantation Crops in Gujarat

પ્રિય વાંચકો, પ્લાન્ટેશન પાકો એટલેકે એવા પાકો કે, જે એક વિશાળ વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. જે અને વ્યક્તિગત અથવા કંપની દ્વારા સંચાલિત થાય છે. આ પાકો બારમાસી છે અને વધુ આર્થિક મહત્વ ધરાવતા ઉચ્ચ-મૂલ્ય ધરાવતા પાકો છે. પ્લાન્ટેશન પાકો આપણા અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પાકોમાં – ચા, કોફી, રબર, કોકો, સોપારી, સોપારી, તેલ પામ, વાંસ વગેરેનો સમાવેશ થાય છે. અગાઉના આર્ટીકલમાં આપણે મધમાખી ઉછેરના સાધનો માટે સહાય યોજના, ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના, ખેડૂત મોબાઈલ સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Support Scheme for Plantation Crops in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.   

Support Scheme for Plantation Crops in Gujarat

આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ બાગાયતી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કુલ 101 યોજનાઓ ઓનલાઈન અરજીઓ ચાલુ કરેલ છે. જેમાં Support Scheme for Plantation Crops in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.   

યોજનાનો હેતુ

સરકાર દ્વારા પ્લાન્ટેશન પાકોના વાવેતર વિસ્તાર વધારવા માટે યોજનાઑ શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય આપવાનો છે કે પ્લાન્ટેશન પાકો જેવાકે કાજુ અને કોકોનું વાવેતર કરે છે.

Highlight Point

યોજનાનું નામપ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય આપવાનો છે કે પ્લાન્ટેશન પાકો જેવાકે કાજુ અને કોકોનું વાવેતર કરે છે.
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
સામાન્ય જાતિના ખેડૂતોને શું સહાય મળે? પ્રતિ હેક્ટર રૂ. 1.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% એટલેકે મહત્તમ રૂ.40,000/હે. મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર રૂ. 0.50 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% એટલે કે મહત્તમ રૂ.20,000/હે. મળવા પાત્ર છે. 
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટેપ્રતિ હેક્ટર રૂ. 1.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 50% એટલેકે મહત્તમ રૂ.50,000/હે. મળવા પાત્ર છે.પ્રતિ હેક્ટર રૂ. 0.50 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 50% એટલેકે મહત્તમ રૂ. 25,000/હે. મળવા પાત્ર છે. 
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023

Read More:- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 


યોજનાની પાત્રતા અને નિયમો

પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.  

  • આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.  
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • ખેડૂતે NHB/કૃષિ યુનિ. દ્વારા એક્રીડીટેશન થયેલ નર્સરી/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીમાંથી માંથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદવાનું રહેશે.
  • ખેડૂતને ૩ હપ્તા (૬૦:૨૦:૨૦) માં સહાય મળવાપાત્ર થશે.
  • જે ખેડૂત ખાતેદારની જમીન ૧ હે. કરતાં વધુ હોય, તેવા જમીન ધારકતા ધરવાતા લાભાર્થીઓએ જે જમીનમાં વાવેતર માટે સહાય અરજી કરેલ છે, તેમાં જી.જી.આર.સી. માન્ય સંસ્થા મારફત માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) સ્થાપિત કરાવેલ હોવું જરૂરી છે.
  • જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરનાં પ્રથમ વર્ષની જે તે પાક વાવેતરની માહિતી પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે અન્યથા જે તે વિસ્તારનાં તલાટીનો તે બાબતનો દાખલો રજુ કરવાનો રહેશે.
  • ખેડૂતને નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
  • રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

Read More: GSEB 10th SSC Result 2023 Via WhatsApp: ધોરણ-10 નું પરિણામ WhatsApp દ્વારા પણ જાણી શકાશે.


પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

        આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ-અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જાતિના  ખેડૂતો માટેપ્રતિ હેક્ટર રૂ. 1.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% એટલેકે મહત્તમ રૂ.40,000/હે. મળવા પાત્ર છે.પ્રતિ હેક્ટર રૂ. 0.50 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% એટલેકે મહત્તમ રૂ.20,000/હે. મળવા પાત્ર છે. 
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટેપ્રતિ હેક્ટર રૂ. 1.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 50% એટલેકે મહત્તમ રૂ.50,000/હે. મળવા પાત્ર છે.પ્રતિ હેક્ટર રૂ. 0.50 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 50% એટલેકે મહત્તમ રૂ. 25,000/હે. મળવા પાત્ર છે. 
સામાન્ય જાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર રૂ. 1.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% એટલેકે મહત્તમ રૂ.40,000/હે. મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર રૂ. 0.50 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% એટલે કે મહત્તમ રૂ.20,000/હે. મળવા પાત્ર છે. 

Read More:- મફત સિલાઈ મશીન યોજના । Mafat Silai Machine Yojana 2023


પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના| કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

I khedut Portal પર ચાલતી પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

Read More: રાજ્યના યોગ્યતા ધરાવતા તમામને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.


પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના । Support Scheme for Plantation Crops in Gujarat
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-44 પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો) પર ક્લિક કરવું.
  • જેમાં પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. 

Read More:- Mahila Swavalamban Yojana 2023 | મહિલા સ્વાવલંબન યોજના


FAQ

1. પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Ans. પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.

2. Support Scheme for Plantation Crops in Gujarat અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.

3. પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજનાનો હેતુ શું છે?

Ans. આ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય આપવાનો છે કે પ્લાન્ટેશન પાકો જેવાકે કાજુ અને કોકોનું વાવેતર કરે છે.

Leave a Comment