ખેડૂત મિત્રો, બાગાયતી ખેતીમાં ફાળોની ખેતી, શાકભાજીની ખેતી, ઔષદી પાકોની ખેતી, અને ફૂલોની ખેતીનો સમાવેશ થાય છે. આ દરેક ખેતીને પ્રોસહન આપવા સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડી છે. જેમાં ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ માટે સહાય, ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય અને ઔષધિય સુંગધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ માટે સહાય યોજનાનો સમાવેશ થાય છે. આજના આ આર્ટિકલમાં આપણે કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Support Scheme for Plantation of Tuberous Flowers in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.
Support Scheme for Plantation of Tuberous Flowers in Gujarat
સરકાર દ્વારા ધાન્ય પાકો, ઔષધિય પાકો, ફળ પાકોની સાથે-સાથે ફૂલોની ખેતીને પણ પ્રાધાન્ય આપ્યું છે. તે માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. Support Scheme for Plantation of Tuberous Flowers in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે?, કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.
યોજનાનો હેતુ
ગુજરાતમાં ફૂલોની ખેતી તરફ ખેડૂતોને આકર્ષિત કરવા સરકાર પ્રયત્ન કરી રહી છે. આ માટે સરકાર દ્વારા કંદ ફૂલોના વાવેતર વધારો કરવા આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય પૂરી પાડવી કેજે કંદ ફૂલોના વાવેતર કર્યું છે.
Highlight Point
યોજનાનું નામ | કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂત કેજે કંદ ફૂલોનું વાવેતર કર્યું છે, તેમને સહાય પૂરી પાડવી |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | નાના અને સીમાંત ખેડૂતો માટે પ્રતિ હેક્ટર 1.50 લાખમાં ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 60,000 બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. અન્ય ખેડૂતો માટે ખર્ચના પ્રતિ હેક્ટર 1.50 લાખમાં ખર્ચના 25% અથવા મહત્તમ રૂ. 37,500 બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
યોજનાની પાત્રતા અને નિયમો
કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં દરેક જાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત ફક્ત એક વખત લઈ શકશે.
- પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી તેમજ ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
- લાભાર્થી દીઠ 2 હેક્ટરની મર્યાદામાં રાખવામા આવી છે.
Read More: મફત હાથ લારી સહાય યોજના હેઠળ 13800/-ની સહાય મળશે ।Mafat Hath Lari Sahay Yojana
કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
અનુસુચિત જાતિના ખેડૂતો માટે | નાના અને સીમાંત ખેડૂતો માટે પ્રતિ હેક્ટર 1.50 લાખમાં ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 60,000 બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. અન્ય ખેડૂતો માટે ખર્ચના પ્રતિ હેક્ટર 1.50 લાખમાં ખર્ચના 25% અથવા મહત્તમ રૂ. 37,500 બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. |
અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે | પ્રતિ હેક્ટર 1.50 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિસ્તારમાં ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 75,000 બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. |
સામાન્ય જાતિના ખેડૂતો માટે | નાના અને સીમાંત ખેડૂતો માટે પ્રતિ હેક્ટર 1.50 લાખમાં ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 60,000 બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. અન્ય ખેડૂતો માટે ખર્ચના પ્રતિ હેક્ટર 1.50 લાખમાં ખર્ચના 25% અથવા મહત્તમ રૂ. 37,500 બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. |
Read More: મફત સિલાઈ મશીન યોજના । Mafat Silai Machine Yojana 2023
Support Scheme for Plantation of Tuberous Flowers in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
I khedut Portal પર ચાલતી કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમાટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
- “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-8 કંદ ફૂલો પર ક્લિક કરવું.
- જેમાં કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફએર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફોર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટી મેળવી શકશે.
Read More: Tractor Sahay Yojana 2023 | ટ્રેક્ટર સહાય યોજના 2023
FAQ
Ans. કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજનાની અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.
Ans. કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજનાની અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.
Ans. આ યોજનાનો હેતુ એવા ખેડૂત કેજે કંદ ફૂલોનું વાવેતર કર્યું છે, તેમને સહાય પૂરી પાડવી.