સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના । Support Scheme for Strawberry Cultivation in Gujarat

ગુજરાતમાં સ્ટ્રોબેરીની ખેતી અમદાવાદ,વડોદરા, સુરત અને રાજકોટ જિલ્લામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. સ્ટ્રોબેરીએ શીત કટીબંધનો પાક છે. સ્ટ્રોબેરીના ફળને ભીની જમીન સાથે સીધો સંપર્ક ના થાય તે માટે જમીન પર સ્ટ્રો (પરાળ) પાથરવવામાં આવે છે એટ્લે આ બેરીને સ્ટ્રોબેરી કહેવામા આવે છે.

સરકાર દ્વારા સ્ટ્રોબેરીની ખેતીને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા આ માટે ચલાવવામાં આવતી યોજનામા ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય,  કંદ ફૂલોના વાવેતર માટે સહાય અને અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટે ચલાવવામાં આવતી સહાય યોજનાનો સમાવેશ થાય છે આ ઉપરાંત ટીસ્યુકલ્ચર દ્વારા ખારેકની ખેતી માટે સહાય યોજના અને પપૈયાની ખેતી માટે સહાય યોજનાઓમાં સહાય આપવામાં આવે છે. આજના આ આર્ટીકલમાં આપણે સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Support Scheme for Strawberry Cultivation in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.    

Support Scheme for Strawberry Cultivation in Gujarat

આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ બાગાયતી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કુલ 101 યોજનાઓ ઓનલાઈન અરજીઓ ચાલુ કરેલ છે. જેમાં Support Scheme for Strawberry Cultivation in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.  

યોજનાનો હેતુ

સરકાર દ્વારા સ્ટ્રોબેરીની ખેતીનો વિસ્તાર અને ઉત્પાદન વધારવા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો હેતુ એ સ્ટ્રોબેરીની ખેતી કરતાં ખેડૂતોને સહાય પૂરી પાડવાનો છે.

Highlight Point

યોજનાનું નામસ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ સ્ટ્રોબેરીની ખેતી કરતાં ખેડૂતોને સહાય પૂરી પાડવાનો છે.
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? ખેડૂતને પ્રતિ હેક્ટર 2.80 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 1.12 લાખ/હે. મળવા પાત્ર છે.ખેડૂતને પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ વિના ખર્ચના 40%, મહત્તમ રૂ. 0.50 લાખ/હે. મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023

આ પણ વાંચો: રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.


યોજનાની પાત્રતા અને નિયમો

  • સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.  
  • આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી તેમજ ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
  • અનુ. જાતિ/અનુ. જન જાતિ સિવાયના જે ખેડૂત ખાતેદાર 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તો તે માટે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) ફરજીયાત અપનાવવાની રહેશે.  
  • જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
  • ખેડૂતને નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.
  • રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.

આ પણ વાંચો: પશુ ખાણદાણ સહાય યોજના | Pashu Khandan Sahay Yojana 2023

સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો  

        આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ-અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જાતિના  ખેડૂતો માટેખેડૂતને પ્રતિ હેક્ટર 2.80 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 1.12 લાખ/હે. મળવા પાત્ર છે. ખેડૂતને પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ વિના ખર્ચના 40%, મહત્તમ રૂ. 0.50 લાખ/હે. મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટેખેડૂતને પ્રતિ હેક્ટર 2.80 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ સાથે ખર્ચના 50%, મહત્તમ રૂ. 1.40 લાખ/હે. મળવા પાત્ર છે. ખેડૂતને પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ વિના ખર્ચના 50%, મહત્તમ રૂ. 62,500/હે. મળવા પાત્ર છે. 
સામાન્ય જાતિના ખેડૂતો માટેખેડૂતને પ્રતિ હેક્ટર 2.80 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 1.12 લાખ/હે. મળવા પાત્ર છે.ખેડૂતને પ્રતિ હેક્ટર 1.25 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા મલ્ચીંગ વિના ખર્ચના 40%, મહત્તમ રૂ. 0.50 લાખ/હે. મળવા પાત્ર છે.

આ પણ વાંચો:પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 । Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023

Support Scheme for Strawberry Cultivation in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

I khedut Portal પર ચાલતી સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.   

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર
સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના । Support Scheme for Strawberry Cultivation in Gujarat

સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-93 સ્ટ્રોબેરી પર ક્લિક કરવું.
સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી
  • જેમાં સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.  
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. 

Read More: PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023


FAQ

1. સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Ans. સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.  

2. Support Scheme for Strawberry Cultivation in Gujarat માં અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.

3. સ્ટ્રોબેરીની ખેતી માટે સહાય યોજનાનો હેતુ શું છે?

Ans. આ યોજનાનો હેતુ એ સ્ટ્રોબેરીની ખેતી કરતાં ખેડૂતોને સહાય પૂરી પાડવાનો છે.

Leave a Comment