Short Briefing: Tadpatri Sahay Yojana 2024 | ikhedut Portal Online Apply Step by Step Process | તાડપત્રી સહાય યોજના । ખેડૂત લક્ષી યોજના
Advertisement
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી પીએમ કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેકટર સહાય યોજના, તાર ફેન્સીંગ સહાય યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ ખેડૂતલક્ષી યોજનાઓ ikhedut portal ઓનલાઈન ઓનલાઈન થાય છે. આઈ-ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે. આજે આપણે ખેતીવાડીની યોજનાની “તાડપત્રી સહાય યોજના 2024” વિશે વાત કરીશું”. તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે?, કેવી રીતે સહાય મળે ? તથા Tadpatri Sahay Yojana 2024 નો લાભ લેવા માટે કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું.
Tadpatri Sahay Yojana 2024
કૃષિ, સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal 2024-25 ઓનલાઈન ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે. હાલમાં ikhedut portal પર ખેતીવાડી ની યોજનાઓ માં “તાડપત્રી યોજના” માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે.
Highlight Point of Tadpatri Sahay Yojana 2024
યોજનાનું નામ | Tadpatri Sahay Yojana 2024 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
સહાયની રકમ | કુલ ખર્ચના 50% અને 75 % અનામત જ્ઞાતીઓને મળશે. અથવા રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું હોય તે સહાય મળશે. |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | ઝોન વાઈઝ અરજીઓ કરી શકાશે. |
Advertisement
તાડપત્રી સહાય યોજનાનો હેતુ
રાજ્યમાં નાના,સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે અત્યંત જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે. જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે. જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.
આ પણ વાંચો : તમારા મોબાઈલમાં બોલશો તેમ જ ગુજરાતી ટાઈપ થશે.
તાડપત્રી સહાય યોજનાની પાત્રતા
ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
- અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- Ikhedut Tadpatri Yojana ત્રણ વાર લાભ મળશે.
- Tadpatri Yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Read More: PM Svanidhi Yojana : પીએમ સ્વનિધિ યોજના હેઠળ રુ. 10,000 થી 50,000 સુધીની તાત્કાલિક લોન મેળવો.
તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ
ગુજરાત સરકારની આ સબસિડી યોજના હેઠળ છે. આ યોજના હેઠળ ikhedut portal subsidy નક્કી કરેલી છે. આ સબસીડી યોજના 2024 મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે. જેમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.
અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-14) | આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ |
અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-3) | આ સ્કીમ અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે છે. આ યોજના હેઠળ તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ |
અનુસુચિત જનજાતિ ખેડૂતો માટે (AGR-4) | આ સ્કીમ અનુસુચિત જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 75 % અથવા રૂા.1875/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ |
સામાન્ય ખેડૂતો માટે(AGR-2) | આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે છે. જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 50 % અથવા રૂા.1250/- બેમાંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ |
NFSM (Oilseeds and Oil Palm) | આ સ્કીમમાં તાડપત્રીની ખરીદ કિંમતના 50 % અથવા રૂ. 1250/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂત્ના અલગ-અલગ ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સુધી સહાય મળશે. |
આ પણ વાંચો- Ayushman Card Download 2024: તમારા ફોનમાં આયુષ્માન કાર્ડ, માત્ર 5 મિનિટમાં ડાઉનલોડ કરો.
Tadaptri Sahay Yojana Document । તાડપત્રી સહાય માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
ikhedut portal દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓના ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
1. ખેડૂતનું આધારકાર્ડની નકલ
3. રેશનકાર્ડની નકલ
4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
5. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
6. જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
7. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
8. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
9. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
10. બેંક ખાતાની પાસબુક
How to Online Apply Tadpatri Sahay Yojana | તાડપત્રી સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી?
તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી Village Computer Entrepreneur (VCE) પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.
- અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- જે પરિણામ આવે તેમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
- “ખેતીવાડી ની યોજના” ની વિવિધ યોજનાઓ બતાવશે.
- જેમાં “Tadpatri Sahay Yojana” માં પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં તાડપત્રી યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર Registration કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
Tadpatri Yojana 2024 ની ઓનલાઈન અરજી કરવાની રહેશે. વર્ષ 2024-25 ના લાભ મેળવવા માટે ઝોન પ્રમાણે અરજીઓ કરવાની રહેશે.
અરજીનું સ્ટેટસ અને રિપ્રિન્ટ
અરજદાર પોતાની જાતે ikhedut application status check કરી શકે તથા ikhedut application print કઢાવી શકે છે. ખેડૂતોએ નીચેની link દ્વારા પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ અને પ્રિન્ટ મેળવી શકે છે.
Read More: Gujarati Calendar 2024 | ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪ની PDF મેળવો.
FAQ’s- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: ગુજરાત રાજ્યના નાના, સીમાંત અને મોટા ખેડૂતોને લાભ આપવામાં આવે છે.
ખેડૂતોને આ યોજના હેઠળ અનામત જ્ઞાતિઓને કુલ ખર્ચના 75% અથવા રૂ.1875/- આ બન્નેમાં જે ઓછુ હોય તેની સહાય મળશે. જ્યારે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.1250/- બે માંથી ઓછું હોય તે સહાય મળશે.
જવાબ: ખેડૂતોઓએ આ યોજનાનો લાભ લેવા માટે iKhedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.