WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના | Tapak Sinchai Yojana

ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના | Tapak Sinchai Yojana Gujarat – Subsidy Yojana

ikhedut Portal | 75,000 સુધી સબસીડી યોજના  । Gujarat Government Scheme 2021 | ikhedut online । Gujarat Khedut Subsidy Yojana

ખેડૂતો નવી પદ્ધતિઓ,રીતો અપનાવી પાક ઉત્પાદન વધારે તે ખૂબ જ અગત્યનું છે. Government of Gujarat પણ ખેડૂત વિકાસ માટે નીતિઓ અને યોજનાઓ અમલમાં બનાવેલ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે Vividh Yojana અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો એક જ જગ્યાએથી ઓનલાઈન ભરી શકે તે માટે ikhedut Portal બનાવામાં આવેલ છે. જેના દ્વારા ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે. વિશેષમાં ખેત ઉત્પાદન વધારવા માટે ઉત્તમ બિયારણ,ટપક સિંચાઈ પદ્ધતિ, Tractor Sahay Yojana Gujarat, ઝીરો ટકાના દરે પાક ધિરાણ વગેરે આપવામાં આવે છે.

Drip Irrigation Subsidy In Gujarat 2021

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા માટે નવી-નવી ખેડૂતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત માટેની વિવિધ યોજનાઓ ikhedut પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં આધુનિક ટપક સિંચાઈ અપનાવી ઉત્પાદન વધારી શકે છે. અને પાણી બચાવી શકે છે. ખેડૂતો પણ આ સિંચાઈ પદ્ધિતીઓ અપનાવી તે માટે સરકારે યોજનાઓ બનાવી છે. Krushi Ane Sahkar Vibhag Gujarat દ્વારા ખેડૂતોને ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાના Online Arji આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.

તમારી વિષયવસ્તુ પસંદ કરો

    યોજનાનો હેતુ

    Irrigation Yojana In Gujarat બાગાયતી વિભાગની યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી ઉત્પાદન ખર્ચ ઘટાડે તે અગત્યનું છે. કૃષિ વિભાગ દ્વારા પણ ડ્રીપ ઈરીગેશન અપનાવવા પાણીના ટાંકા બનાવવા માટે સહાય કરે છે. જેથી ખેડૂતો પાણીનો સંગ્રહ કરી શકે અને સરળતાથી ટપક સિંચાઈ કરી શકે છે.

    Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
    Join Our WhatsApp Group | Sarkari Yojana Gujarat WhatsApp Group

    પાણીના ટાંકા માટે સહાયની પાત્રતા

    કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ikhedut પર વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

    • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
    • ગુજરાત રાજ્યના એસ.સી,એસ.ટી,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
    • લાભાર્થી ખેડૂત જમીન રેકોર્ડરેકોર્ડ (ikhedut portal 7/12) અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
    • ખેડૂતોને Tapak Sinchai Paddhati માટે આ યોજનાનો ફક્ત એક જ વાર મળશે.
    Image Source :- Government of Gujarat Official Website (https://ikhedut.gujarat.gov.in/)

    Highlight Point of Tapak Sinchai Yojana Gujarat

    યોજનાનું નામડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના 2021
    ભાષાગુજરાતી અને English
    ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા
    પાણી બચાવવા માટે ડ્રીપ ઈરીગેશન અપનાવે તે હેતુ
    લાભાર્થીગુજરાતના ખેડૂતોને
    સહાયની રકમ-1એસ.સી અને એસ.ટી ખેડૂતોને યુનિટ કોસ્ટ 1.00 લાખ ખર્ચના
    75 ટકા મુજબ મહત્તમ રૂ. 75000/- ની મર્યાદામાં સહાય
    સહાયની રકમ-2સામાન્ય ખેડૂતોને યુનિટ કોસ્ટ 1.00 લાખ ખર્ચના
    50 ટકા મુજબ મહત્તમ રૂ. 50000/- ની મર્યાદામાં સહાય
    માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
    અરજી કેવી રીતે કરવીClick કરો.
    અરજી કરવાની છેલ્લી તારીખ30/09/2021

    ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની શરતો

    ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal irrigation yojana માટે શરતો નક્કી કરેલ છે. આ યોજનાની સહાય મેળવવા માટે નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.

    • ખેડૂતે સિમેન્‍ટના પાકા પાણીના ટાંકા તથા ડ્રીપ સેટ કરવાના રહેશે. આ સેટ કરવું ફરજિયાત છે.
    • લાભાર્થી ખેડૂતે ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ખર્ચ અંગેનું સર્ટીફિકેટ આપવાનું રહેશે.
    • કૃષિ વિભાગ દ્વારા ગવર્નમેન્‍ટ વેલ્યુઅર / તાલુકા સર્વેયર અથવા નરેગા યોજનાના સર્વેયર પાસે કરાવેલ ખર્ચનું પ્રમાણપત્ર માન્ય ગણાશે.
    • પાણીના ટાંકા વધુમાં વધુ 25.50 ઘનમીટર સુધીની ક્ષમતા અને ઓછામાં ઓછા 10 ઘન મીટરની ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે.
    • આ યોજના ખાતાદીઠ ફક્ત એક જ વખત મળવાપાત્ર થશે.

    Tapak Sinchai Yojana Gujarat નું સહાય ધોરણ

    બાગાયતી વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. જેમાં ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવામાં સહાય કરવામાં આવશે. આ સહાય ખેડૂતોની જાતિ અને દરજ્જાના આધારે Subsidy આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

    અનુસૂચિત જાતિ અને
    અનુસૂચિત જન જાતિના ખેડૂતોને
    • ખેડૂતોને યુનિટ કોસ્ટ 1.00 લાખ ખર્ચના 75 ટકા મુજબ
    મહત્તમ રૂ. 75000/- ની મર્યાદામાં સહાય
    સામાન્ય અને અન્ય ખેડૂતોને સામાન્ય ખેડૂતોને યુનિટ કોસ્ટ 1.00 લાખ ખર્ચના 50 ટકા મુજબ
    મહત્તમ રૂ. 50000/- ની મર્યાદામાં સહાય

    પાણીના ટાંકા માટે સહાય માટેના ડોક્યુમેન્‍ટ

    ikhedut portal પર ચાલતી પાણીના ટાંકા માટે સહાય મેળવવા ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે નીચે આપેલા ડોક્યુમેન્‍ટ જરૂર રહેશે.

    1. ખેડૂતનો ikhedut portal 7-12

    2. આધારકાર્ડની નકલ

    3. જો ખેડૂત SC અને ST હોય તો જ્ઞાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)

    4. રેશનકાર્ડની નકલ

    5. દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

    6. વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)

    7. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

    8. આત્માનું રજીસ્ટ્રેશન કરેલું હોય તો

    9. બેંક ખાતાની નકલ

    10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

    11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

    ટ્રેકટર સહાય યોજનાનો લક્ષ્યાંક

    Ikhedut Portal પર પાણીના ટાંકા બનાવવાની યોજના યોજના હેઠળ કેટલા ખેડૂતોને સહાય આપવામાં છે, તે લક્ષ્યાંક નક્કી છે. નાણાંકીય વર્ષ- 2021-22 યોજના અને જ્ઞાતિવાર જે લક્ષ્યાંક નક્કી થયેલ છે, તે નીચે મુજબ છે.

    સ્કીમનું નામવર્ષ 2021-22 નો
    સંભવિત લક્ષ્યાંક
    HRT-3
    (અનુસુચિત જનજાતિ માટે)
    64
    HRT-4
    (અનુસુચિત જાતિ માટે)
    98
    HRT-2
    (સામાન્ય ખેડૂતને)
    1120

    Drip Irrigation Subsidy Apply Online

    ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ઘરે બેઠા જાતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે.

    • પ્રથમ Google ખોલીને ikhedut Portal ટાઈપ કરવાનું રહેશે.
    Google Search | Ikhedut Portal | Subsidy Yojana | Tapak Sinchai Yojana | Drip Irrigation Scheme | ggrc subsidy calculator|
ggrc price list 2020 |
irrigation yojana in gujarat |
    Image Source : Google Home Page
    • જ્યાં ખેડૂતની યોજના માટે બનાવેલ ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
    • આઈ Khedut Yojana Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
    ટપક સિંચાઈ યોજના । drip irrigation subsidy in  2021 |
drip irrigation in gujarat |
ggrc company list | ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના । ખેતીવાડીની યોજનાઓ । પશુપાલનની યોજનાઓ । બાગાયતી યોજનાઓ
    Image Source :- Government of Gujarat Official Website (https://ikhedut.gujarat.gov.in/)
    • યોજના પર ખોલ્યા બાદ “બાગાયતીની યોજનાઓ” ખોલવું.
    • Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-23 “ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના” ઉપર ક્લિક કરવું.
    • જેમાં “ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની”  યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
    ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના । ikhedut portal online | subsidy yojana | sahay yojana gujarat | drip irrigation subsidy in |
online drip irrigation subsidy |
    Image Source :- Government of Gujarat Official Website (https://ikhedut.gujarat.gov.in/)
    • હવે જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
    • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
    • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    • ખેડૂતે ઓનલાઈન અરજીમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
    • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
    • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

    FAQ’s Tapak Sinchai Yojana

    ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજનામાં કેટલી સબસીડી મળશે?

    ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ 75,000 સુધી સબસીડી મળશે.

    કયા વિભાગ દ્વારા ટપક સિંચાઈ માટે પાણીના ટાંકા બનાવવાની યોજના ચલાવવામાં આવે છે?

    ગુજરાતના બાગાયતી વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

    ખેડૂતોને Tapak Sinchai Yojana નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

    આ યોજનાનો લાભ લેવા માટે ઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

    4 thoughts on “ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના | Tapak Sinchai Yojana Gujarat – Subsidy Yojana”

    Leave a Comment

    close button