WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Tractor Sahay Yojana 2023 | ટ્રેક્ટર સહાય યોજના 2023

[Subsidy Scheme] Tractor Sahay Yojana 2023 | ટ્રેક્ટર સહાય યોજના 2023

Short Briefing: Tractor Sahay Yojana Gujarat 2023 | ટ્રેક્ટરની ખરીદી પર રૂ.60,000 સુધી સબસીડી યોજના  । । Khedut Subsidy Yojana

રાજ્યના નાગરિકો ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેવી કે અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજના , અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના તથા સરગવાની ખેતી માટે સહાય યોજના અમલમાં મૂકેલ છે. જેની ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ચાલો મિત્રો આજે આપણે ટ્રેક્ટર સહાય યોજના 2023 વિશે માહિતી મેળવીશું.

Tractor Sahay Yojana 2023

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા માટે તથા વધારવા માટે અવનવી ખેડૂત લક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજનાની યાદી ikhedut પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી કરી શકે કુદરતી સાધન, પરંપરાગત સાધનો કે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ટેકનોલોજીના સાધનોની ખરીદી કરી શકતા નથી. જેથી સરકારના Krushi ane Sahkar Vibhag Gujarat દ્વારા ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. Tractor Sahay Yojana 2023 નો લાભ લેવા માટે Online Arji કરવાની રહેશે.

Important Point

યોજનાનું નામટ્રેક્ટર સહાય યોજના 2023
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની
ખરીદી પર સબસીડી
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ-1નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને
કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે
સહાયની રકમ-2જનરલ અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 40 % અથવા
45,000/- બે માંથી જે ઓછું હોય તે
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીClick કરો.
ઓનલાઈન અરજી કયારે ચાલુ થઈ?01/12/2023
અરજી કરવાની છેલ્લી તારીખ31/12/2023
WhatsApp Group જોડાઓ. Join Now

ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ

Tractor Subsidy Sahay yojana 2023 ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (20 PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.

Tractor Sahay Yojana 2023 ની પાત્રતા

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઈ- ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. કૃષિને લગતી તમામ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

 • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
 • ગુજરાત રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા SC,ST,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
 • લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
 • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે નહીં.
 • ખેડૂતઓએ Tractor Subsidy Scheme યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Form ભરવાનું રહેશે.

Read More: Gujarati Calendar 2024 | ગુજરાતી કેલેન્ડર ૨૦૨૪


ટ્રેકટર સહાય યોજનાની ખરીદીની શરતો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal tractor માટે શરતો નક્કી કરેલ છે. ખેડૂતોઓએ આ યોજનાની સહાય મેળવવા માટે નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.

 • ખેડૂતો જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
 • જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. (લાગુ પડતું હોય તો)
 • કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વેપારી પાસેથી ખરીદી કરવાની રહેશે.
 •  આ યોજના માટે માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.

Read More: સૂર્યશક્તિ કિસાન યોજના 2024 | Suryashakti Kisan Yojana 2024, કેટલો મળશે લાભ ?


ટ્રેક્ટર સહાય યોજનાનું સહાય ધોરણ

ટ્રેકટર યોજના માટે સબસીડી નક્કી થયેલી છે. આ સહાય યોજના હેઠળ અરજદાર ખેડૂતોની જાતિ અને દરજ્જાના આધારે Subsidy આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

અનુસૂચિત જાતિ અને
અનુસૂચિત જન જાતિના ખેડૂતોને
• આ જ્ઞાતિના લાભાર્થીઓને ખર્ચનાં 50 % સુધી સહાય,
મહત્તમ રૂ.0.60 લાખ//એકમ સુધી મળવાપાત્ર થશે.
સામાન્ય અને અન્ય ખેડૂતોને સામાન્ય ખેડુતને ખર્ચના 40 %  મુજબ રૂ.0.45 લાખ/એકમદીઠ,
બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.

Read More: Slot Booking for Driving Licence in Gujarat | ડ્રાઈવીંગ લાઈસન્‍સ માટે સ્લોટ બુકીંગ કેવી રીતે કરવો?


Tractor Sahay Yojana 2023 | ટ્રેક્ટર સહાય યોજના 2023

Document Requirement for Tractor Sahay Yojana | ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

બાગાયતી વિભાગ 2023-24 હેઠળ ઓનલાઈન મૂકાયેલ ટ્રેકટર સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નીચે મુજબ આપેલા છે.

1. ખેડૂતનો ikhedut portal 7-12

2. લાભાર્થી ખેડૂતની આધારકાર્ડની નકલ

3. જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)

4. ખેડૂતના રેશનકાર્ડની નકલ

5. જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

6. ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)

7. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં  7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

8. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો

9. બેંક ખાતાની ઝેરોક્ષ

10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)

11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)


How to Online Apply Tractor Sahay Yojana

ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Application કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

 • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
Google | Google Search Engine | Search I khedut Portal | Sarkari Yojana in Gujarati | સરકારી અન્ય યોજના | સરકારી યોજનાઓ | યોજનાઓ | કૃષિ અને સહકાર વિભાગ
Image Credit:- Google Search Engine
 • આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી ખેતીવાડીની યોજનાઓ ખોલવું.
 • “Khetiwadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-17 “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર ક્લિક કરવું.
 • જેમાં “ટ્રેક્ટર 20 PTO HP”  યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
 • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.

Image Credit:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)
 • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Read More: Aadhaar Bank Account Seeding Status Check Online । તમારું આધાર અને બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહી? ચેક કરો.


ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

Tractor Subsidy Yojana ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા: 01/12/2023 થી 31/12/2023 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.


Read More: Gujarat Carbon Credit Scheme: વન વિભાગની આ યોજના દ્વારા ખેડૂતો વૃક્ષો વાવીને વધારાની કમાણી કરી શક્શે.


FAQ’s-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. Tractor Sahay Yojana નો ઉદ્દેશ શું છે?

જવાબ: ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી ટ્રેકટરની ખરીદી પર સબસીડી આપવાનો મુખ્ય ઉદ્દેશ છે.

2. કેટલી સબસીડી ટ્રેક્ટર સહાય યોજનામાં મળે?

જવાબ: ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ અંદાજીત 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે.

3. ખેડૂતોને Tractor Subsidy મેળવવા કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?

જવાબ: ટ્રેક્ટર સહાય યોજના હેઠળ સબસીડી મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

4. ટ્રેક્ટર યોજનામાં કેટલી ક્ષમતાનું ટ્રેક્ટર ખરીદવાનું હોય છે?

જવાબ: ખેડૂતોને આ યોજના હેઠળ 20 PTO HP સુધી ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે.

1 thought on “[Subsidy Scheme] Tractor Sahay Yojana 2023 | ટ્રેક્ટર સહાય યોજના 2023”

Leave a Comment