Competitive Exam Scheme for SC | Talim Sahay Yojana | E Samaj Kalyan Gujarat Registration | Gujarat Government Yojana List In Gujarati | સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ મેળવવામાં સહાય
ગુજરાત રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠલ વિવિધ વિભાગો કાર્યરત છે. જેમાં નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ, નિયામક સમાજ સુરક્ષા, નિયામક વિકસિત જાતિ કલ્યાણ તથા અન્ય નિગમો વગેરે ચાલે છે. આ વિવિધ વિભાગો દ્વારા જુદા-જુદા વર્ગો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં Director Scheduled Caste Welfare દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે માનવ ગરિમા યોજના. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ, ડૉ.આંબેડકર આવાસ યોજના,સ્પર્ધાત્મક તાલીમ સહાય તથા ઘણી બધી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. મિત્રો આ આર્ટિકલના માધ્યમથી એસ.સી જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને સરકારી નોકરીની તૈયારી માટે આપવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય વિશે વાત કરીશું.
Training Scheme For Competitive Exams for SC
Social Justice And Empowerment Department Gujarat દ્વારા બનાવવામાં આવેલ e Samaj Kalyan Portal પર અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરિક્ષાર્થીઓ તાલીમ સહાય યોજનાના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં ચાલુ થયેલ છે. SC જાતિના વિદ્યાર્થીઓને કે જેઓ UPSC, GPSC, વર્ગ-1,2 અને વર્ગ-3, IBPS, ગૌણ સેવા કે અન્ય માન્ય મંડળોની પરીક્ષાઓની તૈયાર કરતા હોય એમને આર્થિક સહાય આપવામાં આવે છે. તાલીમ સહાય યોજના હેઠળ સહાયની રકમ વિદ્યાર્થીના ખાતામાં સીધી જમા થાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજનાનો હેતુ
ગુજરાતમાં અનુસુચિત જાતિ (એસ.સી) વર્ગના વિદ્યાર્થીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી, પરંતુ તેઓ દેશમાં કે રાજ્યની સરકારી સેવામાં આવવા માંગતા હોય તો તેમને સારું શિક્ષણ મળી રહે તે જરૂરી છે. જેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સારી તાલીમ મેળવે તે જરૂરી છે. જેથી આવા વિદ્યાર્થીઓને Competitive Exams ની તૈયારી કરે તો તેમને તાલીમ સહાયની રકમ મળશે.
Highlight of Training Scheme For Competitive Exams for SC
યોજનાનું નામ | સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય (SC) |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
યોજનાનો ઉદ્દેશ | અનુસુચિત જાતિના આર્થિક નબળાં વર્ગના સરકારી નોકરીઓમાં જોડાવવા સારી સ્પર્ધાત્મક તાલીમ મેળવે તે માટે આર્થિક સહાય આપવામાં આવે છે. |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જાતિ(SC) |
સહાય | સ્પર્ધાત્મક ભરતીઓનીરતીઓની તાલીમ મેળવતા વિદ્યાર્થીર્થીઓને રૂ.20000/- સુધી સહાય મળવાપાત્ર થશે. |
Official Website | Click Here |
Online Apply | Apply Now |
સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય મેળવવા માટેની પાત્રતા
e Samaj Kalyan Portal પર આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાય છે. જેમાં Niyamak Anusuchit Jati Kalyan દ્વારા આ યોજનાનો લાભ લેવા મેળવવા માટે પાત્રતા અને નિયમો નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.
● તાલીમાર્થી ગુજરાતનો હોવો જોઈએ
● પરીક્ષાર્થી Scheduled Caste વર્ગનો હોવો જોઈએ.
● વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કર્યા બાદ નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા ઓનલાઈન મંજુરી આપવામાં આવશે.
- આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ મળશે.
- વિદ્યાર્થીએ સ્નાતકની પરીક્ષા 50% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવી જોઈએ.
- પુરુષ તાલીમાર્થીએ મહત્તમ 35 વર્ષ સુધી હોવી જોઈએ.
- સ્ત્રી તાલીમાર્થીની 40 વર્ષ સુધી ઉંમર હોવી જોઈએ.
- અરજદાર અથવા અરજદારના માતા કે પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઈએ.
- તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ-કઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને મોકલવાની રહેશે.
ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ચાલતી યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી તેની માહિતી માટે અહીં ક્લિક કરો.
સંસ્થા કે કોચિંગ ક્લાસના ધારા-ધોરણો
નિયામકશ્રી, અનુસુચિત જાતિ વિભાગની આ યોજનાનો લાભ લેવા માટે સંસ્થા કે કોચિંગ ક્લાસના ધારા-ધોરણો નક્કી થયેલા છે. વિદ્યાર્થી નીચે મુજબની સંસ્થામાં અભ્યાસ કરયા હોય તો તેમને આ સહાય યોજનાનો લાભ મળશે.
- સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ-2013 અથવા સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઈશે.
- સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઈએ.
- તાલીમ આપતી સંસ્થા GST નંબર ધરાવતી હોવી જોઈએ,
- સંસ્થા પાસે પોતાનું પાનકાર્ડ હોવું જોઈએ.
- તાલીમ આપતી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક મશીન હોવું જોઈએ.
- તાલીમ આપતી સંસ્થાનું રજીસ્ટ્રેશન મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ,1950 હેઠળ થયેલું હોવું જોઈએ.
- તાલીમ આપતી સંસ્થા કંપની અધિનિયમ,1956 હેઠળ રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.
- સંસ્થાનું શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1948 પ્રમાણે નોંધણી થયેલી હોવી જોઈએ.
- ઉપરોક્ત 3 અધિનિયમમાંથી કોઈપણ એક પ્રમાણ સ્પર્ધાત્મક તાલીમ સંસ્થાની નોંધણી થયેલી હોવી જોઈએ.
નમો ટેબ્લેટ યોજનાનો લાભ મેળવવા કેવી રીતે ઓનલાઈન કરવી તેની માહિતી માટે અહીં ક્લિક કરો.
Training Scheme For Competitive Exams Benefits
નિયામકશ્રી, અનુસુચિત જાતિ(SC) વિભાગ દ્વારા સ્પર્ધાત્મક તાલીમ સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય તેવા તાલીમાર્થીઓને મળશે. આ યોજના હેઠળ નક્કી થયેલા અધિનિયમ હેઠળ રજીસ્ટેશન થયેલી સંસ્થામાં તાલીમ મેળવાતા વિદ્યાર્થીઓ સહાય ચૂકવવામાં આવશે. તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ.20,000/- સુધી સહાય મળશે. આ સહાય વિદ્યાર્થીઓના બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવવામાં આવશે.
Document Required for Training for Competitive Exam Scheme for SC
એસ.સી જ્ઞાતિઓને આપવામાં આવતો લાભ લેવા માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.
- તાલીમાર્થીઓનું આધારકાર્ડ
- લાભાર્થીની જાતિ/પેટા જાતિનો દાખલો
- સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમાં ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
- સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કલાસ સમાજ/સંસ્થા/ટ્રસ્ટનો રજીસ્ટ્રેશ નંબર
- સંસ્થાનો GST નંબરનો પુરાવો
- રહેઠાણનો પુરાવો
- આવક અંગેનું પ્રમાણપત્ર
- વિદ્યાર્થી જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો
- વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
Online Apply for SC Category Training Scheme For Competitive Exams
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર એસ.સી જ્ઞાતિની ઘણી બધી યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાય છે. વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજનાની ઓનલાઈન થાય છે. e samaj kalyan portal પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ આપેલી છે.
- સૌપ્રથમ Google માં “e Samaj Kalyan” ટાઈપ કરો.
- જેમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશીયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
- આ વેબસાઈટના Home Page પર Director Scheduled Caste Welfare પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં વિવિધ યોજનાઓમાં દેખાશે. જેમાંથી “Coaching Assistance Scheme for Pre-preparation of Recruitment Exams for Scheduled Caste Students” પર ક્લિક કરો.
- જો અગાઉથી તમે Citizen Login બનાવેલ ન હોય તો New User? Please Register Here! પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં User Registration Details જેવી નામ,મોબાઈલ નંબર, આધારકાર્ડ તથા પાસવર્ડ નાખીને “Register” પર ક્લિક કરવાનું રહેશે.
- સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થયા બાદ “Citizen Login” માં User Id અને Password દ્વારા લોગીન ખોલવાનું રહેશે.
- હવે તેમાં “અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ આપવા માટેની યોજના” નું ઓનલાઈન અરજી કરવાની રહેશે.
E Samaj Kalyan Portal Helpline
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચાલતી વિવિધ યોજનાઓની એપ્લિકેશન ઓનલાઈન થાય છે. આ ઓનલાઈન અરજી સંબંધિત, યોજનાની માહિતી બાબતે કે અન્ય ટેકનિકલ માહિતી માટે નીચે આપેલા બટન પર તમામ સંપર્ક નંબર મેળવી શકાશે.
FAQ Training Scheme For Competitive Exam for SC Category
ગુજરાતના અનુસુચિત જાતિ(એસ.સી) જાતિના નબળા વર્ગના પરિક્ષાર્થીઓ જેઓ સરકારી નોકરીની તૈયારી કરતા હોય એમને સહાય આપવામાં આવે છે.
એસ.સી જ્ઞાતિના વિદ્યાર્થીઓને તાલીમ સહાય યોજના હેઠળ રૂપિય 20000/ ની સુધી સહાય મળવાપાત્ર થશે.
e Samaj Kalyan Portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.
અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ જેઓ UPSC, GPSC, વર્ગ-1,2 અને વર્ગ-3, IBPS, ગૌણ સેવા કે અન્ય માન્ય મંડળોની પરીક્ષાઓની તૈયાર કરતા હોય એમને લાભ આપવામાં આવે છે.
Important links of Training Scheme For Competitive Exams for SC
SJE Gujarat Website | Click Here |
E Samaja Kalyan Portal | Click Here |
OJAS Bharati Website | Click Here |
GSSSB Website | Click Here |
GPSSB Website | Click Here |
GPSC Website | Click Here |
UPSC Website | Click Here |
Staff Selection Commission | Click Here |
Home Page | Click Here |