ધોરણ 11/12 વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માટે યોજનાના ફોર્મ 2022 | ધોરણ 11/12 વિદ્યાર્થીઓને ટ્યુશન ફી યોજના ફોર્મ Pdf | Samaj Kalyan Tution fee Yojana | Tuition fee Yojana 2022 Online Form
ગુજરાત રાજ્યમાં અલગ-અલગ વિભાગો દ્વારા દર વર્ષે યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કૃષિ, સહકાર અને કલ્યાણ વિભાગ દ્વારા Ikhedut Portal પર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા E-Kutir Portal પર તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા E-Samaj kalyan Portal પર ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. પ્રિય વાંચકો, આજે આપણે Social Justice And Empowerment Department Gujarat ની Tuition fee Yojana 2022 Online Form વિશે વિગતવાર માહિતી મેળવીશું.
ધોરણ 11/12 વિદ્યાર્થીઓને ટ્યુશન ફી યોજના
ઈ સમાજ કલ્યાણ વિભાગ પોર્ટલ પર જુદા-જુદા વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે. E Samaj kalyan Portal Yojana List 2022 માં તમે અલગ-અલગ યોજનાઓની વિગતવાર માહિતી મેળવી શકો છો. સમાજના નબળાં વર્ગોને નવો વ્યવસાય ચાલુ કરવા માટે સામાજિક યોજનાઓ ચાલે છે. ઈ-કુટીર વિભાગ દ્વારા જેમ માનવ કલ્યાણ યોજના ચાલે છે. તેવી જ રીતે Samaj Kalyan Tution fee Yojana 2022 વિદ્યાર્થીઓને ભણવા માટે સહાય આપવામાં આવે છે.
ટ્યુશન ફી યોજનાનો હેતુ
સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ભણવા માટે સક્ષમ ના હોય, તો તેમને માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજનાનું સર્જન કરેલ છે. આ યોજનામાં અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી એટલે કે ભણવા માટે સ્કૂલ ફી આપવામાં આવશે.
Highlights of Tuition fee Yojana 2022 Online Form
યોજનાનું નામ | વિદ્યાર્થીઓને ટ્યુશન ફી યોજના 2022 |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | ધોરણ 11 માં પહેલા પ્રયત્નમાં 75% હોવા જોઈએ. |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
Official Website | https://esamajkalyan.gujarat.gov.in/ |
Read More: સોલાર રૂફટોપ યોજના 2022
Also Read More: ભારત સરકારે 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી
Also Read More: સરકાર દ્વારા મફત કમ્પ્યુટર પ્રમાણપત્ર અભ્યાસક્રમો
કોને સહાય મળવાપાત્ર થાય?
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ટ્યુશન ફી યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- માર્ચ-2022 માં ગુજરાત માધ્યમિક અને ઉંચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે.જે અંતર્ગત પ્રથમ પ્રયતને 75% કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર અને ધો. 11 સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસુચિત જાતિના વિધ્યાર્થીઓ/વિધ્યાર્થિનીઓએ અરજી કરવાની રહેશે.
- ઓનલાઇન આવેલ અરજીઓ પૈકી ટકાવારીના ધોરણે પ્રથમ 100 વિધ્યાર્થીઓનો મેરીટ લીસ્ટમાં સમાવેશ કરીને સહાય આપવામાં આવશે.
- આ યોજનામાં આવક મર્યાદા રૂ. 4,50,000/- (અંકે ચાર લાખ પચાસ હજાર પૂરા) રહેશે.
- (વિજ્ઞાન પ્રવાહ સિવાય) સામાન્ય પ્રવાહમાંં ધોરણ-11 માં વિદ્યાર્થીઓને રૂપિયા 8000/- ની સહાય મળશે. અને ધોરણ-12 માં રૂપિયા 4000/- ની શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવા પાત્ર થશે.
- જેમને ધો. 11 માં સહાય મળેલ હોય તેઓને જ ધોરણ-12 માં સહાય આપવામાં આવશે.
- 75%થી ઓછા ગુણ (ટકા) મેળવનાર વિધ્યાર્થીઓએ અરજી કરવી નહીં.( પર્સેન્ટાઇલ રેન્ક ધ્યાને લેવામાં આવશે નહીં.)
- ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાકી રસીદ/પહોંચ રેવન્યુ સ્ટેમ્પવાળી અપલોડ કરવાની રહેશે.
How To Online Apply Tuition fee Yojana 2022 Online Form
શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની અરજી E Samaj Kalyan Portal Online Registration કરવાનું હોય છે. અરજદારોઓએ ઘરે બેઠા પણ એપ્લિકેશન કરી શકે છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તમે સફળતાપૂર્વક ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.
- સૌપ્રથમ Google Search ખોલવાનું રહેશે. તેમાં “E Samaj Kalyan Portal” ટાઈપ કરવાનું રહેશે.
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અધિકૃત વેબસાઈટ ખુલશે.
- જેમાં તમે અગાઉ કોઈપણ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
- User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.

- લાભાર્થીઓએ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે. જેમાંથી શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના પસંદ કરવાની રહેશે.
- Tuition fee Yojana 2022 Online Form માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને Save કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- Online Apploction માં હવે તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
- છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Tuition fee Yojana 2022 Online Form Print કાઢવાની રહેશે.
Document Required For Tuition fee Yojana 2022 Online Form
વિદ્યાર્થીઓને ટ્યુશન ફી યોજના માટે કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- બેંક પાસબુક
- ફી ની પહોંચ
- લિવિંગ સર્ટિફિકેટ
- છેલ્લે જે marksheet હોય તે (ધોરણ-10)
Important Links
Object | Links |
E Samaj Kalyan Official Portal | Click Here |
New User? Please Register Here! | Click Here |
Citizen Login | Click Here |
Step By Step E Samaj Kalyan Registration Process | Click Here |
સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો | Click Here |
Home Page | Click Here |
Read More: PM Yasasvi Scholarship Scheme | પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના



FAQ’S
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ટ્યુસન ફી યોજના બહાર પાડવામાં આવેલ છે.
આ યોજનામાં આવક મર્યાદા રૂ. 4,50,000/-હોવી જોઈએ.
આ યોજનાની અરજી e-samajkalyan ની અધિકૃત વેબસાઇટ પર કરવામાં આવે.
Why don’t you provide any scholarship for general cast and why r u make a criteria of patents income why don’t you decide to give a scholarship on basis of high percentage of student.
Padne ka haq har Insaan ka hai to scholarship jaati ya income ke Aadhar par kyun bache ki kabliyat, uski result, percentage dekhke dijiyena. Isme jativadaur amiri garibi ye bahut badi vidambna hai hamare desh ki.