Unified Pension Scheme (UPS) વિશે ગુજરાતીમાં સરળ સમજૂતી

Unified Pension Scheme (UPS) એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક પેન્શન યોજના છે. આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળે છે. ચાલો ત્યારે આ પેન્‍શન વિશે તમામ માહિતી મેળવીએ.

Unified Pension Scheme (UPS)

આ પેન્‍શન કેન્‍દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. જેમાં આ યોજનાની મુખ્ય ત્રણ બાબતો છે. 1. નિશ્ચિત પેન્શન, 2. પરિવાર પેન્શન અને 3. ન્યૂનતમ પેન્શન

ક્રમપેન્‍શનનો પ્રકારઅગત્યની માહિતી
1નિશ્ચિત પેન્શનજો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 25 વર્ષની નોકરી કરે છે, તો તેને નિવૃત્તિ પછી છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળભૂત પગારના 50% જેટલી પેન્શન મળશે.જો કોઈ કર્મચારી 25 વર્ષથી ઓછી નોકરી કરે છે, તો તેને તેના સેવાકાળના પ્રમાણમાં ઓછી પેન્શન મળશે. જો કે, ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી કરનાર દરેક કર્મચારીને પેન્શન મળશે.  
2પરિવાર પેન્શનજો કોઈ કર્મચારીનું નિધન થાય છે, તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુ પહેલા મળતી પેન્શનના 60% જેટલી પેન્શન મળશે.  
3ન્યૂનતમ પેન્શનજો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 10 વર્ષની નોકરી કરે છે, તો તેને નિવૃત્તિ પછી દર મહિને ઓછામાં ઓછા રૂ. 10,000/-ની પેન્શન મળશે.  

Unified Pension Scheme (UPS) ની વિશેષતાઓ

         આ પેન્‍શન યોજનાની અગત્યની વિશેષતાઓ નીચે મુજબ છે.

  • UPS એ સરકારી કર્મચારીઓ માટે એક સુરક્ષિત પેન્શન યોજના છે.
  • આ યોજના હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળે છે.
  • જો કર્મચારીનું નિધન થાય છે, તો તેના પરિવારને પણ પેન્શન મળે છે.
  • ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી કરનાર દરેક કર્મચારીને નિવૃત્તિ પછી ઓછામાં ઓછી રૂ. 10,000/-ની પેન્શન મળશે.
Union Cabinet has approved Unified Pension Scheme (UPS) for government employees

Leave a Comment