UWIN Card Yojana in Gujarat | Unorganized Worker’s Identification Number | યુવીન કાર્ડ । શ્રમયોગી કાર્ડ યોજના । UWIN Card Gujarat Benefits | Gujarat Government Schemes |
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારશ્રી વિવિધ સરકારી યોજનાનો ચાલે છે. જેના દ્વારા નાગરિકોના સુખાકારીમાં વધારો થાય છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગો ઘણી બધી Government Schemes અમલમાં આવે છે. જેમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી રજૂ કરીએ છીએ.
UWIN Card Gujarat
Labour & Employment Department, Government of Gujarat દ્વારા અસંગઠિત ક્ષેત જેવા કે ખેતશ્રમિક, ફેરિયા, પાથરણાવાળા કામદારો માટે યુ વિન કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ કાર્ડ વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવામાં સહાયતા કરશે. તથા UWIN CSC એ કામદારોને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથે આપવામાં આવે છે.
UWIN CARD માટે પાત્રતા
શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અસંગઠિત કામદારને યુવીન કાર્ડ ઓળખના પુરાવા તરીકે આપવામાં આવે છે. UWIN Card Registration CSC માટે નીચે મુજબની પાત્રતા હોવી જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે અસંગઠિત કામદાર હોવો જોઈએ.
- લાભાર્થીની ઉંમર 18 થી 59 હોવી જોઈએ.
- જે શ્રમિકોને પ્રોવિડંડ ફંડ કપાતો ન હોય
- BPL કાર્ડ ધરવતા હોય કે ન ધરાવતા હોય તેવા શ્રમિક
- સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત ન હોવો જોઈએ. (EPFO/ESIC/NPS)
- આધારકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
- લાભાર્થીની વાર્ષિક રૂ. 1,20,000/- થી ઓછી આવક ધરાવતા હોય એમને મળવાપાત્ર છે.
- બચત ખાતુ અથવા જનધન એકાઉન્ટ ધરાવતા હોવા જોઈએ.
UWIN Card Gujarat Benefit
નામ | યુ-વીન કાર્ડ (UWIN Card) |
લાભાર્થી | અસંગઠિત ક્ષેત્રના કામદારોને |
યુવિન કાર્ડનું પૂરૂ નામ | Unorganized Worker’s Identification Number |
અરજી કઈ જગ્યાએ કરવી | નજીકના Common Services Centre (CSC) થી ઓનલાઈન |
UWIN card Toll free helpline number | 1800 121 3468 |
UWIN CARD હેઠળ મળતા લાભો
અસંગઠિત ક્ષેત્રના કામદારોને UWIN card benefits ઘણા પ્રકારના મળે છે. આ પ્રકારનું કાર્ડ ધરાવતા કામદારોને નીચે મુજબની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે છે.
અકસ્માત સહાય
આ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને અકસ્માતથી થતાં અવસાનના કિસ્સામાં રૂ.1 લાખ અને અકસ્માતથી અપંગતાના કિસ્સામાં રૂ. 50,000/- (પચાસ હજાર ) મળવાપાત્ર થશે.
ગંભીર બિમારીમાં સહાય
UWIN CSC કાર્ડ ધરાવતા શ્રમયોગીઓને અને તેઓના પરિવારના સભ્યોની ગંભીર બિમારીની સારવારમાં રૂ.2 લાખ સુધી અને ખેત શ્રમયોગીઓને ગંભીએ રોગોમાં (હદય રોગ,કિડની,કેન્સર, એઈડસ જેવા જીવલેણ રોગ) રૂ.3 લાખની સુધી સારવાર મળવાપાત્ર થશે.
બાંધકામ શ્રમયોગીઓ માટે
આ Shram Yogi Card વાળા લાભાર્થીઓને વ્યસાયિક રોગોમાં રૂ. 3(ત્રણ) લાખ સુધી સારવાર મળવાપાત્ર થશે. સંપૂર્ણ અશક્તતા માટે પ્રતિમાસ રૂ.3000/- મળશે અને અંશત:અશક્તતા માટે રૂ.1500/- ની સહાય મળવાપાત્ર થશે.
શિક્ષણ સહાય
UWIN CSC Gujarat કાર્ડ ધરાવતા શ્રમયોગીઓના બાળકો માટે વિનામૂલ્યે રહેવા-જમવાથી સુવિધા સાથેની હોસ્ટેલ, પ્રાથમિક થી ઉચ્ચશિક્ષણ માટે વિશેષ રહેવા-જમવાની સુવિધા મળવાપાત્ર થશે.
તાલીમ
આ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને કામગીરીમાં નિપૂણતા મેળવવા માટે સવેતન તાલીમ આપવામાં આવશે.
કાનુની સહાય
UWIN Gujarat Card ધરાવતા લાભાર્થીઓને અકસ્માત વળતરના કોર્ટ કેસ લડવા માટે રૂ.50,000/- (પચાસ હજાર) અને અન્ય કોર્ટ કેસ માટે રૂ. 25,000/- સુધી સહાય મળશે.
ઈ-શ્રમ કાર્ડ કઢાવવાથી એક સાથે ઘણા લાભો મળે છે, જેને વાંચવા માટે અહિં Click કરવું.
યુ-વિન કાર્ડનો લાભ કોણ મેળવી શકે
UWIN card apply online કોણ કરી શકે તે માટે કામદારોનું યાદી તૈયાર કરેલ છે. જે નીચે મુજબ છે.
1. ખેતશ્રમિક
2. કડીયાકામ, ઈંટો ગોઠવી
3. સુથાર, મિસ્ત્રી
4. લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
5. વાયરમેન
6. વેલ્ડર
7. ઇલેક્ટ્રિશિયન
8. પ્લમ્બર
9. હમાલ
10. મોચી
11. દરજી
12. માળી
13. બીડી કામદારો
14. ફેરીયા
15. રસોઈયા
16. અગરિયા
17. ક્લીનર- ડ્રાઇવર
18. ગૃહ ઉદ્યોગ
19. લુહાર
20.વાળંદ
21. બ્યુટી પાર્લર વર્કર
22. કુંભાર
23. કર્મકાંડ
24. માછીમાર
25. કલરકામ
25. આગરીયા સફાઈ
26 . કુલીઓ
27. માનદવેતન મેળવનાર
28. રિક્ષા ચાલક
29. પાથરણાવાળા
30. ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
31. રત્ન કલાકારો
UWIN Card Gujarat Registration
ગુજરાતના લાભાર્થીઓને UWIN Card Online Registration માટે નજીકના અને સંબંધિત CSC (Common Service Center) પર જવાનું રહેશે.
- કોમન સર્વિસ સેન્ટર દ્વારા અસંગઠિત શ્રમયોગીઓના નોંધણી કેમ્પ મોડ કરવાના રહેશે. અને લાભાર્થીઓને U-WIN કાર્ડ આપવાનું રહેશે.
- અસંગઠિત શ્રમયોગીઓએ સેન્ટર પર નોંધણી માટે જરૂરી દસ્તાવેજો તરીકે આધારાકાર્ડ, બેંક એકાઉન્ટની તથા મોબાઈલ નંબર અને રેશનકાર્ડની નકલ આપવાની રહેશે. જો લાભાર્થી BPL કાર્ડ ન ધરાવતા હોય તો તેવા શ્રમયોગીઓને આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- UWIN card Gujarat CSC login માંથી ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમામ આધાર પુરાવાઓનું સ્કેનીંગ કરીને uwin card website માં અપલોડ કરવાના રહેશે.
- UWIN Card ધરાવતા લાભાર્થીઓએ દર પાંચ વર્ષે યુ-વીન કાર્ડને રિન્યુ કરાવવાનું રહેશે.
UWIN Card FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
- યુ-વીન કાર્ડ શું છે? (What is UWIN)
- અસંગઠિત ક્ષેત્રના કામદારોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ગુજરાત સરકાર દ્વાર બહાર પાડવામાં આવેલુ એક કાર્ડ. દેશમાં અસંગઠિત કામદારો 90% થી વધુ વિવિધ કાર્યક્ષેત્રો સાથે જોડાયેલા છે. હાલમાં આવા અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા કામદારોનો રાષ્ટ્રીય કોઈ માહિતી કે ડેટા ઉપલબ્ધ નથી. જેથી આવા કામદારોને સામાજિક સુરક્ષા અધિનિયમ 2008 દ્વારા સામાજિક સુરક્ષા નંબર એટલે અસંગઠિત કામદાર ઓળખ નંબર (UWIN) આપવામાં આવે છે.
- યુ-વીન કાર્ડ માટે શું પાત્રતા નક્કી કરેલી છે.?
- આ કાર્ડ માટે લાભાર્થી અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ હોવો જોઈએ. તથા લાભાર્થીની ઉંમર 18 થી 59 સુધી હોવી જોઈએ.
- UWIN કાર્ડ કોણ ન કઢાવી શકે ?
- લાભાર્થીઓ સંગઠિત ક્ષેત્ર જેવા કે 1. Employees’ Provident Fund Organisation(EPFO) 2. National Pension System(NPS) – NSDL અને 3. Employees’ State Insurance Corporation-(ESIC) સાથે જોડાયેલ હોય તેમને આ કાર્ડનો લાભ મળવાપાત્ર નથી.
- યુ-વીન કાર્ડ કેવી રીતે કઢાવી શકાય?
- આ કાર્ડ કઢાવવા માટે નજીકના CSC સેન્ટર ખાતે uwin card online registration કરવાનું રહેશે.
Please inform me new government schemes
આ વેબસાઈટ પર આશરે 28 જેટલી યોજનાઓ હાલ મૂકવામાં આવેલ છે. જે વાંચવા વિનંતી.
Ghhh
આ કાર્ડ અમુક લોકો ને રજીસ્ટેશન થઇ ગયુ છે પણ કાર્ડ છેલ્લે બતાવે નઇ સિધૂ હોમ પેજ આવી જાય અને ફરી કરિયે તો alredy submitted data …તો હવે અએ કાર્ડ કઇ રિતે પ્રિંટ કરવૂ એનો યુવિન નમ્બર ન હોય તો
Card nthi apyo register karavel che
આપ દ્વારા જે જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવેલ હોય ત્યાંથી જ મળશે.
Mari uwin card maateni arji pass thyel che tatha maaru id card banel che id card leva godhra collectore kacheri javu padse
haa center par thi levu padse.
Matlab maare godhra csc center office collector kacheri javu padse
Mare u Vin card renewal karavavu che kyathi thase
હવે ઈ-શ્રમ કાર્ડ કઢાવી લો ભાઈ…
ઈ-શ્રમની માહિતી માટે નીચેની વેબસાઈટ પર ક્લિક કરો.
https://www.sarkariyojanaguj.com/e-shram-card/
મારી પાસે યુ વીન કાર્ડ છે પરંતુ જે મોબાઈલ નંબર છે એ નંબર અથવા મોબાઇલ ખોવાઇ ગયેલ છે તો મારે નવો મોબાઈલ નંબર યુ વીન કાર્ડ માં નાંખવો છે તો એના માટે શું કરવું જોઇએ સી એસ સી સેન્ટર ખાતે ગયો તો એમાં મને કોઈ મને જવાબ મળ્યો નહીં તો શું કરવું જોઈએ
હવે યુવીનની જગ્યાએ ઈ-શ્રમ કાર્ડ કઢાવી લો. ભાઈ
આ કાર્ડ માં અકસ્માત વીમા નો લાભ લેવા માટે કેવી રીતે એપ્લાઈ કરવી તથા ક્યાં કરવી તે જણાવ શો
my father’s U Win Card No. is 12447458508095803216 and is issued on 11/01/2016.
After then government has no renewed or issued any new one card against this card.
Is this card valid till today?. Can I get education sahay against this card?
Please clarify.
હાલમાં Uwin Card ની વેબસાઈટ બંધ કરીને તેનો ડેટાબેઝ ઈ-શ્રામ ની વેબસાઈટ પર માઈગ્રેટ કરેલ છે.
aa card kya ane kevi rite kadhavvu ?
ભાઈ આ કાર્ડની જગ્યાએ તમે ઈ-શ્રમ કાર્ડ કઢાવી શકો છો. જે ઘણી બધી જગ્યાએ કામ આવશે.
આપ નો આભાર આવી મહત્વપૂર્ણ માહિતી શેર કરવા માટે.
હા ભાઈ, તમારો પણ આભાર.
મારે આ કાર્ડ બંધ કરવું છે તો તેના માટે શું પ્રોસેસ છે ?