Vahali Dikri Yojana Form 2024 Pdf Download : મફતમાં વહાલી દીકરી યોજના ફોર્મ PDF ડાઉનલોડ કરો.

ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ઓનલાઈન અરજીઓ બહાર પાડેલી છે. જેમાં ખેડૂતો માટે અલગ યોજનાઓ, દીકરીઓ માટે વિવિધ યોજના, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે પણ અનેક યોજનાઓ બનાવેલ છે. જેમાં આ યોજનાઓનો લાભ લેવા માટે તેમાં અરજી કરવી પડે છે. જેના માટે એપ્લિકેશન ફોર્મની જરૂર પડે છે. તો મિત્રો આજે આપણે વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ PDF Download કરવાની સીધી લિંક મેળવીશું.

Vahali Dikri Yojana Form 2024 Pdf Download

            આ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. વ્હાલી દીકરી યોજના 2024 દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. આ યોજનામાં લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે. જેના માટે અલગ અલગ જગ્યાએથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. પરંતુ તેના માટે એક ફિઝીકલ ફોર્મ જમા કરવાનું હોય છે. આ આર્ટિકલ દ્વારા તમે નવું ફોર્મ Download કરી શકશો.

Important Point of Vahali Dikari Yojana

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના 2024
વ્હાલી દીકરી યોજના નવો પરિપત્રમહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ
યોજનાનો હેતુઆ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે.
કોણે લાભ મળે?ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ
મળવાપાત્ર સહાયદીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય
અધિકૃત વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવી?Online (જેમના SSO Login બનાવેલ છે, તેવા કર્મચારીઓ)
અરજી ક્યાં કરવી?લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર તથા જનસેવા કેન્‍દ્રમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.
વ્હાલી દીકરી યોજના સોગંદનામુંVahli Dikari Yojana Sogandnamu Remove
Vahli Dikari Yojana Application FormVahli Dikari Yojana Application Form PDF

Vahali Dikri Yojana Form 2024 Pdf Downloa

વ્હાલી દીકરી યોજના ઓનલાઈન અરજી કોની પાસે કરાવવી?

વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સેવા ચાલુ થઈ છે. પરંતુ આ ઓનલાઈન સેવા સરકારીશ્રી દ્વારા જેઓના Digital Gujarat Portal ના SSO લોગીન બનાવેલ છે. તેવા લોકો જ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે છે.

વ્હાલી દીકરી યોજના ઓનલાઈન ની કોણ-કોણ અરજી કરી શકશે?અરજી કરનારની કચેરીનું સરનામું
VCE (Village Computer Entrepreneur) ઓનલાઈન અરજી કરવાની રહેશે.ગ્રામ્ય પંચાયત ખાતે
તાલુકા મામલતદાર ઓપરેટરતાલુકા મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી કરતા “વિધવા સહાય ઓપરેટર” આ સ્કીમની અરજી કરી શકશે. અથવા જનસેવા કેન્‍દ્ર પર જઈને અરજી કરવાની રહેશે.
જિલ્લા કક્ષાએ ઓપરેટરજિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે.

Read More: 60 વર્ષ પછી પેન્શન યોજના: દર મહિને 5,000 જેટલી પેન્શન મળવા પાત્ર જાણો સચોટ માહિતી


Vahali Dikri Yojana Form 2024 Pdf Download

         આ યોજનાની ઓનલાઈન અરજી કરતાં પહેલાં તમારે એક અરજી ફોર્મની જરૂર પડશે. આ અરજી ફોર્મ સાથે તમારે જરૂરી દસ્તાવેજો જોડીને નિયત કચેરી ખાતે જમા કરવાના રહેશે. Vahali Dikri Yojana Form 2024 Pdf Download કરવા માટેની લિંક નીચે મુજબ છે.

Leave a Comment